)
અમેરિકી સરકારના H1-B વિઝાની ફીમાં ધરખમ વધારો થયા બાદ દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. આ બધા વચ્ચે ચીને એક મોટું પગલું ભર્યું છે. ચીનની શી જિનપિંગ સરકારે નવા K વિઝા કેટેગરી શરૂ કરી છે. આ વિઝાનો હેતુ દુનિયાભરથી યુવા અને પ્રતિભાશાળી વ્યવસાયિકોને આકર્ષવાનું છે. આ વિઝા હેઠળ ખાસ કરીને વિજ્ઞાન, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને એસટીઈએમ ક્ષેત્રમાં પ્રતિભાશાળી યુવાઓને ચીન તરફ વાળવાની કોશિશ કરાઈ છે.
ચીની સરકાર તરફથી રવિવારે બહાર પાડવામાં આવેલા એક અધિકૃત નિવેદનમાં નવા K વિઝા શ્રેણી લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. જણાવવામાં આવ્યું છે કે આ વિઝા હેઠળ વિદેશીઓને પ્રવેશ અને બહાર જવા સંબંધિત નિયમોમાં સંશોધન કરાયા છે. આ નવા નિયમ 1 ઓક્ટોબર 2025થી લાગૂ થશે.
H1B વિઝાનો વિકલ્પ બનશે?
K વિઝાને પર્યવેક્ષક અમેરિકી H-1B વિઝાનું ચીની વર્ઝન કહે છે. ચીને એવા સમયે આ વિઝા ડિઝાઈન કર્યા છે જ્યારે દુનિયાના દેશ વર્ક વિઝા નિયમોને કડક કરી રહ્યા છે. ખાસ કરીને દક્ષિણ એશિયાના વ્યવસાયિકો માટે આ અમેરિકી વિઝાનો વિકલ્પ હોઈ શકે છે.
ચીની ન્યાય મંત્રાલયના જણાવ્યાં મુજબ કે વિઝા એવા વિદેશી યુવા ટેક્નિકલ પ્રતિભાઓ અને વૈજ્ઞાનિકો માટે ઉપલબ્ધ હશે જેમણે પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ કે રિસર્ચ સંસ્થાનોમાંથી STEM ક્ષેત્રોમાં સ્નાતક કે ઉચ્ચતર ડિગ્રી મેળવી હોય. આ વિઝા એવા સંસ્થાનોમાં શિક્ષણ કે રિસર્ચમાં લાગેલા યુવા વ્યવસાયિકો માટે પણ ઉપલબ્ધ હશે.
કોણ કરી શકશે અરજી
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ K વિઝા માટે અરજીધારકોએ ચીની અધિકારીઓ તરફથી નિર્ધારિત કરાયેલી યોગ્યતાઓ અને જરૂરિયાતો પૂરી કરવી પડશે. વિદેશોમાં ચીની દૂતાવાસો અને વાણિજ્ય દૂતાવાસો દસ્તાવેજોની સૂચિ બહાર પાડશે જેની જરૂરિયાત અરજી સમયે પડશે. તેમાં શૈક્ષણિક યોગ્યતાનું પ્રમાણ અને વ્યવસાયિક કે રિસર્ચ કાર્યનું પ્રમાણ આપવાનું રહેશે.
ચીનની હાલની 12 સામાન્ય વિઝા શ્રેણીઓની સરખામણીમાં K વિઝામાં અનેક સગવડો આપવામાં આવી છે. આ લાંબી માન્યતા અને રહેવાના લાંબા સમય મામલે ફ્લેક્સિબલ છે. બીજા વર્ક વિઝાથી ઉલટું અરજીધારકોએ કોઈ ડોમેસ્ટિક એમ્પ્લોયર કે સંસ્થા તરફથી આમંત્રણ જારી કરવાની જરૂરિયાત નહીં રહે. તેનાથી પ્રક્રિયા ઓછી પ્રતિબંધાત્મક રહેશે.
ચીનમાં પ્રવેશ કર્યા બાદ K વિઝાધારકોને વ્યવસાયિક ગતિવિધિઓ ઉપરાંત સંસ્કૃતિ અને વિજ્ઞાનના ક્ષેત્રમાં અભ્યાસની મંજૂરી રહેશે. નિવેદનમાં કહેવાયું છે કે વિશિષ્ટ આયુ, શૈક્ષિક પૃષ્ઠભૂમિ અને કાર્ય અનુભવની જરૂરિયાતને બાદ કરતા વિઝા માટે એમ્પ્લોયરની જરૂરિયાત નહીં રહે. તેની અરજી પ્રક્રિયા પણ સુવ્યવસ્થિત રહેશે. જિનપિંગની સરકારનું આ પગલું ચીનને આંતરરાષ્ટ્રીય આદાન પ્રદાન માટે વધુ ખુલ્લું બનાવવાના ચીનના પ્રયત્નોનો ભાગ છે. વિશ્લેષકોનું કહેવું છે કે ચીનનો આ નિર્ણય એવા કુશળ શ્રમિકો માટે એક નવો રસ્તો ખોલી શકે છે જે વિદેશમાં નોકરી ગોતી રહ્યા છે.