લો બોલો! હવે આ ચીનીઓને ભારત સાથે મળીને કામ કરવું છે! ઘૂસણખોરી પછી ઘૂંટણે પડે છે ડ્રેગન
તવાંગ અથડામણના 15 દિવસ પછી ચીન હવે ભારત સાથે મળીને કામ કરવા ઈચ્છે છે. ચીનના વિદેશમંત્રીએ રવિવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ભારત અને ચીને રાજદ્વારીઓ અને મિલિટ્રી ચેનલના માધ્યમથી વાતચીત શરૂ રાખી છે. વિદેશમંત્રી વાંગ યી એ કહ્યું કે બંને દેશ બોર્ડર વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે.
નવી દિલ્હીઃ ફરી એકવાર ચીનમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. જેને કારણે ચીનને હવે હાથના કર્યા હૈયે વાગી રહ્યાં છે. લગભગ ત્રણ વર્ષ પહેલાં ચીનના વુહાનની લેબોરેટરીમાંથી કોરોના વાયરસ દુનિયાભરમાં ફેલાયો હતો. જેના અધળક પુરાવા સામે આવી ચુક્યા છે. કોરોનાના વાયરસે દુનિયાભરમાં જીવલેણ આતંક મચાવ્યો હતો. માંડ માંડ સ્થિતિ સુધરી રહી હતી. ત્યાં ફરી એકવાર ચીનમાં કોરોનાએ ઉધડો લીધો છે. એજ કારણ છેકે, ચીન હવે ભારત સાથે દોસ્તીની વાતો કરીને નરમ વલણ અપનાવી રહ્યું છે. બાકી તો હજુ થોડા દિવસો પહેલાં જ ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂસણખોરીનો પ્રયાસ પણ કર્યો હતો. ચીન સતત આ પ્રકારની અવળચંડાઈ કરતુ રહે છે. જોકે, કોરોનાને લીધે સ્થિતિ વણસી હોવાથી હવે ચીન ઘૂસણખોરી બાદ ઘૂંટણીયે પડવાનો ડોળ કરી રહ્યું છે.
તવાંગ અથડામણના 15 દિવસ પછી ચીન હવે ભારત સાથે મળીને કામ કરવા ઈચ્છે છે. ચીનના વિદેશમંત્રીએ રવિવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ભારત અને ચીને રાજદ્વારીઓ અને મિલિટ્રી ચેનલના માધ્યમથી વાતચીત શરૂ રાખી છે. વિદેશમંત્રી વાંગ યી એ કહ્યું કે બંને દેશ બોર્ડર વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવા પ્રતિબદ્ધ છે. તવાંગ અથડામણ પર તેમણે કહ્યું કે, પશ્ચિમી સેક્ટરમાં શાંતિ અને સુરક્ષા માટે બંને દેશ વચ્ચે વાતચીત શરૂ છે.
વિદેશ મંત્રાલયે તવાંગ અથડામણ પછી નિવેદન જાહેર કરી કહ્યું કે ભારત અને ચીન વચ્ચે ચુશુલ-મોલડો બોર્ડર પર 20 ડિસેમ્બરના કોર્પ્સ કમાંડર લેવલની 17મી બેઠક થઈ હતી. જેમાં બંને દેશો સરહદ પર શાંતિ જાળવી રાખવા માટે સહમત થયા હતા. તવાંગના યાંગત્સેમાં અસ્થાયી દિવાલ પર બેરિકેડ તોડીને 600 ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂસવાનો પ્રયાસ કરતા જ ભારતીય સૈનિકોએ જડબાતોડ જવાબ આપ્યો.
તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચેની અથડામણ પછી, ભારતીય વાયુસેનાએ અરુણાચલ સરહદ પર લડાયક હવાઈ પેટ્રોલિંગ શરૂ કર્યું. તવાંગમાં અથડામણ પહેલા પણ ચીને અરુણાચલ સરહદે પોતાના ડ્રોન મોકલવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી, IAFએ તરત જ અરુણાચલ સરહદ પર તેના ફાઇટર એરક્રાફ્ટને તૈનાત કરી દીધા.