છોકરીએ પીધો ચામાચિડીયાનો સૂપ, તેના લીધે દુનિયામાં ફેલાયો જીવલેણ કોરોના વાયરસ!

ચીનમાં રહસ્યમય કોરોના વાયરસ (Coronavirus)થી મરનારાઓનો આંકડો સતત વધી રહ્યો છે. વાયરસની ચપેટમાં આવતાં અત્યાર સુધી 25 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે તેના 830 કેસની પુષ્ટિ કરવામાં આવી છે. બીજી તરફ મુંબઇમાં પણ આ વાયરસથી પ્રભાવિત બે દર્દીઓને કસ્તૂરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

છોકરીએ પીધો ચામાચિડીયાનો સૂપ, તેના લીધે દુનિયામાં ફેલાયો જીવલેણ કોરોના વાયરસ!

નવી દિલ્હી: ચીનમાં રહસ્યમય કોરોના વાયરસ (Coronavirus)થી મરનારાઓનો આંકડો સતત વધી રહ્યો છે. વાયરસની ચપેટમાં આવતાં અત્યાર સુધી 25 લોકોના મોત નિપજ્યા છે. જ્યારે તેના 830 કેસની પુષ્ટિ કરવામાં આવી છે. બીજી તરફ મુંબઇમાં પણ આ વાયરસથી પ્રભાવિત બે દર્દીઓને કસ્તૂરબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 

સોશિયલ મીડિયા પર એક નવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ચાઇનીઝ છોકરી ચામાચિડીયાનો સૂપ પીતી જોવા મળી રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ છોકરી દ્વારા કોરોના વાયરસ ફેલવાનું શરૂ થયું છે. 

એક રિપોર્ટ અનુસાર સ્તનધારી જીવ ચામાડિયાને ખાતા અને તેનો સૂપ પીધા બાદ ચાઇનીઝ છોકરીમાં કોરોના વાયરસ ઉદભવ્યો અને તેના દ્વારા બીજા લોકો સુધી ફેલાઇ ગયો. જોકે એક રિસર્ચમાં ખુલાસો થયો છે કે કોરોના વાયરસ (2019-એનસીઓવી)થી ફેલાયેલા ઘાતક સંક્રમણ શ્વાસની બિમારીના પ્રકોપ માટે મૂળ રૂપથી સાપ અને ચામાચિડીયું સ્ત્રોત હોઇ શકે છે.

રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે દર્દી જે વાયરસથી સંક્રમિત થયા તે એક જથ્થાબંધ બજારમાં વન્યજીવોના સંપર્કમાં હતા. જ્યાં સીફૂડ, પોલ્ટ્રી, સાપ, ચામાચિડીયું તથા ફાર્મના જાનવરો વેચવામાં આવે છે. અહીંથી આ દર્દીઓ કોરોના વાયરસના સંપર્કમાં આવ્યા. આ વાયરસને ડબ્લ્યૂએચઓએ '2019-એનસીઓવી' નામ આપ્યું છે. 

તપાસકર્તાઓએ નિષ્કર્ષ કાઢ્યો છે કે '2019-એનસીઓવી' એક વાયરસની માફક લાગે છે જે ચામાચિડીયા અને અન્ય કોરોના વાયરસની અજ્ઞાત સ્ત્રોના સંયોજનથી બને છે. 

આખરે રિસર્ચ ટીમે પુરાવાનો ખુલાસો કર્યો કે 2019-એનસીઓવી માનવમાં સંક્રમણ કરતાં પહેલાં સાપોમાં રહે છે. વાયરલ રિસેપ્ટર-બાઇંડિંગ પ્રોટીનની અંતર પુર્નસંયોજન તેને સાપથી માનવમાં સંક્રમણની અનુમતિ આપે છે. રિસર્ચના નિષ્કર્ષોને જર્નલ ઓફ મેડિકલ વાયરોલોજીમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news