દુનિયાના સૌથી મોટા મિલિટ્રી એક્સપર્ટે પાકિસ્તાની પોલ ખોલી, કહ્યું- આ તો ક્લિયર કટ ભારતની જીત
India-Pakistan Ceasefire News: ટોમ કૂપરે કહ્યું કે પાકિસ્તાનને સમજમાં નથી આવ્યું કે ભારતે તેની ધમકીઓને ગંભીરતાથી લેવાનું જ બંધ કરી દીધુ છે.
Trending Photos
ઓપરેશન સિંદૂરથી ધૂંધવાયેલા પાકિસ્તાનના પોકળ અને ખોટા દાવા પર ઓસ્ટ્રેલિયાના મિલેટ્રી એક્સપર્ટ ટોમ કૂપરે શહબાજ સરકારને અરીસો દેખાડ્યો છે. તેમણે 3-4 દિવસ ચાલનારી કાર્યવાહીને ભારતની જીત ગણાવી અને એમ પણ કહી દીધુ કે પાકિસ્તાનની સીઝફાયર પર ગુહાર લગાવવી કોઈ ચોંકાવનારી વાત નથી કારણ કે તેને એટલું નુકસાન થયું હતું કે તે ગભરાઈ ગયું હતું.
ટોમ કૂપર દુનિયાના સૌથી સન્માનિત યુદ્ધ ઈતિહાસકારોમાંથી એક છે. તેઓ વિશ્લેષક, લેખક અને મધ્ય પૂર્વથી દક્ષિણ એશિયા સુધીના હવાઈ યુદ્ધોના એક્સપર્ટ છે. 6 અને 7 મેની મધરાતે પાકિસ્તાનમાં આતંકી ઠેકાણાઓ બરબાદ કર્યા બાદ પાકિસ્તાને ભારતના અનેક શહેરોના સૈન્ય ઠેકાણા પર હુમલાની નિષ્ફળ કોશિશ કરી છે. ભારતે પણ તેની આ કાર્યવાહીનો જડબાતોડ જવાબ આપ્યો. એક અઠવાડિયા ચાલેલા આ ઘટનાક્રમ પર ટોમ કૂપરે એક બ્લોગ લખ્યો છે.
ટોપ કૂપરે જણાવી દીધુ કે ભારતીય સેનાની સામે પાકિસ્તાનની આર્મી ટકી શકી નહીં. ટોમ કૂપરે કહ્યું કે ભારતે પાકિસ્તાનની અંદર ઘૂસીને તબાહી મચાવી તે પાકિસ્તાનની હાર દર્શાવે છે. આ કારણે તે સીઝફાયર માટે અમેરિકા પાસે ગુહાર લગાવવા માટે પહોંચી ગયું હતું. તેમણે ભારતના અભિયાનને ક્લિયર કટ જીત ગણાવ્યું છે.
ટોપ કૂપરે એક બ્લોગમાં લખ્યું કે ચોખ્ખે ચોખ્ખુ કહું જેવું હું હંમેશા કહુ છું. જ્યારે એક પક્ષ બીજાના પરમાણુ હથિયાર ભંડારણ પર બોમ્બ વરસાવી રહ્યો હોય અને બીજુ કશું પણ કરવાની હાલતમાં ન હોય તો મારા મત મુજબ આ ચોખ્ખે ચોખ્ખી જીત છે. ઈસ્લામાબાદ તરફથી સીઝફાયર માટે ગુહાર લગાવવી એ કોઈ ચોંકાવનારી વાત નથી.
ટોમ કૂપરે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું કે ભારત આ કાર્યવાહીમાં પાકિસ્તાનથી ક્યાંય ઉપર હતું અને ભારતની સીધી રીતે જીત થઈ. ટોમ કૂપરના જણાવ્યાં મુજબ ઓપરેશન સિંદૂરમાં ઓછામાં ઓછા પાંચ મુખ્ય આતંકીઓ માર્યા ગયા છે અને 140 અન્ય આતંકીઓનો સફાયો થયો છે. પાકિસ્તાનની સરકારે ચૂપ્પી સાધી લીધી, પરંતુ આઈએસઆઈએ આ આતંકીઓને શહીદ ગણાવીને પાક સેનાના ઓફિસરો સાથે રાજકીય સન્માન આપ્યું, જે એ દર્શાવવા માટે પૂરતું છે કે આતંકીઓને સેના સાથે સીધા સંબંધ છે.
ટોમ કૂપરે લખ્યું છે કે ભારતની પહેલગામ આતંકી હુમલાની બદલો લેવાની કાર્યવાહી સંપૂર્ણ રીતે સફળ રહી અને પાકિસ્તાન ફેલ થઈ ગયું. તેમણે કહ્યું કે ભારતે આતંકી કેમ્પ પર હુમલ કર્યો અને પાકિસ્તાનના હુમલાઓને કુશળતાથી રોક્યા પણ ખરા. પાકિસ્તાનના હુમલાઓ ભારતની એર ડિફેન્સ સિસ્ટમ એસ-400, બરાક, આકાશ, સ્પાઈડર અને બોફોર્સને ભેદી શક્યા નહીં.
ટોમ કૂપરે ઈન્ડસ વોટર ટ્રિટી સસ્પેન્શન ઉપર પણ લખ્યું છે. તેમણે લખ્યું કે ભારતે પાણી રોકી દીધુ છે અને પાકિસ્તાન કશું કરી શક્યું નહી. જ્યારે આ તેમના માટે રેડ લાઈન હતી. તેમણે કહ્યું કે પાકિસ્તાને કેટલાક કઈ શીખ્યું નહીં અને એ પણ ન સમજી શક્યું નહીં કે ભારતે તેમની ધમકીઓને ગંભીરતાથી લેવાનું બંધ કરી દીધુ છે. આ ઉપરાંત ભારતે પાકિસ્તાનના રાવલપિંડી અને કરાચી જેવા મહત્વના શહેરોમાં લાગેલા એર ડિફેન્સ સિસ્ટમ HQ-9ને પણ બરબાદ કરી દીધી અને અંતમાં પાકિસ્તાન બેકફૂટ પર આવી ગયું અને તેણે ભારત સાથે સીઝફાયરની વાત કરવી પડી. ટોમ કૂપરના રિપોર્ટિંગે પાકિસ્તાનના દાવાઓ અને ગ્રાઉન્ડ રિયાલિટીના અંતરને સમગ્ર દુનિયા સામે ઉજાગર કરી દીધુ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે