આ કંપનીએ પોતાના દરેક કર્મચારીને આપ્યું 35 લાખ રૂપિયા બોનસ

એક રિયલ એસ્ટેટ કંપનીએ પોતાના દરેક કર્મચારીને 35 લાખ રૂપિયા બોનસ તરીકે આપ્યાં. આ કંપનીએ બોનસ પેટે 71 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. કંપનીએ પોતાના 198 કર્મચારીઓને બોનસ આપ્યું. 

આ કંપનીએ પોતાના દરેક કર્મચારીને આપ્યું 35 લાખ રૂપિયા બોનસ

નવી દિલ્હી: કોઈ કંપની પોતના કર્મચારીને બોનસ તરીકે અચાનક જ 35 લાખ રૂપિયા આપી દે તો શું સ્થિતિ થાય? આવું જ કઈંક અમેરિકામાં બન્યું. જ્યારે કર્મચારીઓને અચાનક જ ખબર પડી કે તેમને 35 લાખનું બોનસ મળી રહ્યું છે તો તેમને તો વિશ્વાસ જ ન આવ્યો. તેમને લાગ્યું ક્યાંક મજાક થઈ રહી છે. પરંતુ જ્યારે ખબર પડી કે આ તો સાચી વાત છે તો તેઓ આનંદમાં ખુશીના આંસુ સારવા લાગ્યા હતાં. એક રિયલ એસ્ટેટ કંપનીએ પોતાના દરેક કર્મચારીને 35 લાખ રૂપિયા બોનસ તરીકે આપ્યાં. આ કંપનીએ બોનસ પેટે 71 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. કંપનીએ પોતાના 198 કર્મચારીઓને બોનસ આપ્યું. 

રિપોર્ટ્સ મુજબ એવું કહેવાય છે કે અમેરિકાના બાલ્ટિમોરની સેન્ટ જહોન પ્રોપર્ટીઝ નામની આ કંપનીએ 2005નું પોતાનું લક્ષ્યાંક હાંસલ કરી લીધુ. હકીકતમાં કંપની આઠ રાજ્યોમાં 20 મિલિયન સ્ક્વેરફીટમાં ઓફિસ, રિટેલ અને વેરહાઉસ સ્પેસ ખોલવામાં સફળ થઈ છે. 

આટલો મોટો લક્ષ્યાંક હાંસલ કર્યા બાદ સેન્ટ જ્હોન પ્રોપર્ટીઝના પ્રેસિડન્ટ લોરેન્સ મેક્રોન્ટઝનું કહેવું છે કે કંપની માટે આ મોટી ઉપલબ્ધિ છે. જેને હાંસલ કરવામાં કર્મચારીઓએ ખુબ મદદ કરી. જેને લઈને અમે કઈંક મોટું કરવા માંગતા હતાં. આથી અમે તેમને બોનસ આપવાનું વિચાર્યું. 

જુઓ LIVE TV

કંપનીએ શનિવારે એક હોલિડે પાર્ટીમાં આ બોનસ આપવાની જાહેરાત કરી. અનેક કર્મચારીઓએ તો આ બોનસને ખર્ચ કરવાની યોજના પણ બનાવી લીધી છે. કર્મચારીઓનું કહેવુ છે કે બોનસના પૈસાથી તેઓ પોતાની લોન પૂરી કરશે અને બાળકોની યુનિવર્સિટી ફી જમા કરશે. આ બોનસ કર્મચારીઓને તેમની કંપનીમાં કામ કરવાના સમય પ્રમાણે આપવામાં આવશે. જે કંપનીની શરૂઆતથી કંપનીમાં કામ કરતા હશે તેમને વધુ બોનસ મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news