800 વર્ષ જુના ઐતિહાસિક 'શિવ મંદિર'ને લઈ બે દેશો વચ્ચે થઈ ચૂક્યું છે ફાયરિંગ, જાણો શું છે મંદિરનો ઈતિહાસ અને કેમ વધી રહ્યો છે વિવાદ?

Shiv Temple Controversy: ભારત માત્ર ખુબસુરત હિલ સ્ટેશનો માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તેના ઐતિહાસિક મંદિરો માટે પણ દુનિયાભરમાં જાણીતું છે. જો કે, અમે તમને ભારતથી લગભગ 4 હજાર કિલોમીટર દૂર સ્થિત એક શિવ મંદિર વિશે જણાવી રહ્યા છીએ, જેના વિશે બે દેશો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે.

800 વર્ષ જુના ઐતિહાસિક 'શિવ મંદિર'ને લઈ બે દેશો વચ્ચે થઈ ચૂક્યું છે ફાયરિંગ, જાણો શું છે મંદિરનો ઈતિહાસ અને કેમ વધી રહ્યો છે વિવાદ?

Shiv Temple Controversy: ભારતીયો ઘણીવાર દેશ અને વિદેશમાં ઘણા ઐતિહાસિક અને સુંદર સ્થળોની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરે છે. જો કે, ઘણા ધાર્મિક સ્થળો છે જે તેમની યાત્રાને યાદગાર બનાવી શકે છે. જો કે, આજે અમે તમને એક શિવ મંદિર વિશે જણાવી રહ્યા છીએ જે ભારતથી લગભગ 4 હજાર કિલોમીટર દૂર સ્થિત છે. આ મંદિર હાલમાં વિવાદોમાં ઘેરાયેલું છે. બે દેશો તેને પોતપોતાની સરહદોનો ભાગ ગણાવી રહ્યા છે. મંદિરને લઈને બન્ને દેશો વચ્ચે ગોળીબાર પણ થયો છે. વધતા વિવાદ વચ્ચે ચાલો જાણીએ કે, આ ઐતિહાસિક શિવ મંદિર ક્યાં આવેલું છે અને મંદિરને લઈને વિવાદ કેમ છે.

ભારતથી હજારો કિલોમીટર દૂર આવેલા પ્રિય વિહારના શિવ મંદિરને લઈને થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. વાસ્તવમાં આ બન્ને દેશો આ મંદિરને પોતપોતાના દેશોનો ભાગ હોવાનો દાવો કરે છે. મંદિરને લઈને થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ઘણો વિવાદ થયો છે અને આ વિવાદ હજુ પણ ચાલુ છે.

સેંકડો વર્ષ જૂનું છે શિવ મંદિર
થાઇલેન્ડ અને કંબોડિયાની સરહદ પર આવેલું આ શિવ મંદિર સેંકડો વર્ષ જૂનું છે. એવું કહેવાય છે કે, તે 12મી સદીમાં ખમેર સામ્રાજ્યના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મુજબ શિવ મંદિર લગભગ 800 વર્ષથી બનાવવામાં આવ્યું છે. માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે, ખમેર એક હિન્દુ રાજા હતા. શિવના ઉપાસક હોવાની સાથે તેમના સામ્રાજ્યમાં મહાદેવને પિતામહ કહેવામાં આવતા હતા. 8મીથી લઈને 14મી સદી સુધી ખમેર સામ્રાજ્યનો સુવર્ણ કાળ રહ્યો છે. આ સમય દરમિયાન તેઓએ મંદિર બનાવ્યું. આ મંદિરમાં સ્થાપિત શિવલિંગ પર જલાભિષેક સોમસૂત્રથી થાય છે. વાસ્તવમાં આ એક કુદરતી પ્રવાહ છે, જે આજ સુધી વર્ષોથી આ મંદિરમાં વહે છે.

બન્ને દેશો વચ્ચે ફાયરિંગ
શિવ મંદિરને લઈને હાલમાં જ બન્ને દેશો વચ્ચે ફાયરિંગ પણ થઈ ચૂકી છે. ફેબ્રુઆરી મહિનામાં એક કંબોડિયન લશ્કરી ટુકડી મંદિરમાં પહોંચી અને તેનું રાષ્ટ્રગીત ગાયું હતું. જ્યાં થાઈ સેનાએ તેનો વિરોધ કર્યો. ધીમે-ધીમે પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે, 28 મેના રોજ બન્ને દેશો વચ્ચે ગોળીબાર શરૂ થયો. આ ફાયરિંગમાં એક કંબોડિયન સૈનિકનું મોત પણ થયું હતું.

આ છે વિવાદનું કારણ
ઐતિહાસિક શિવ મંદિર થાઈલેન્ડ અને કંબોડિયાની સરહદ પર આવેલું છે. બન્ને દેશો તેને પોતપોતાના પ્રદેશોનો ભાગ માને છે. વાસ્તવમાં તે પ્રેહ વિહારમાં ચોંગ બુક નામના પહાડો વચ્ચે આવેલું છે. જ્યારે કંબોડિયા તેને તેમના ખમેર પ્રાંતનો ભાગ કહે છે, ત્યારે થાઈલેન્ડમાં રાષ્ટ્રવાદીઓ તેમના હિન્દુ વારસાને કારણે તેને તેમના દેશનો ભાગ બતાવે છે. વાસ્તવમાં, ચોંગ બુકના પ્રહાડો પરના વિવાદને કારણે અહીં આજ સુધી બન્ને દેશોની સીમાઓ સ્પષ્ટ નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news