10 ડોલરથી ઓછામાં મળશે રશિયાની કોરોના વેક્સિન, આ મહિનામાં શરૂ થશે ડિલીવરી

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આ મહામારીની સારવાર ન હોવાને કારણે વેક્સિન પર આશા રહેલી છે. કઈ વેક્સિનની કિંતમ કેટલી હશે, વેક્સિન માર્કેટમાં ક્યારે આવશે, આ બધા સવાલ લોકોના મગજમાં છે. તેવામાં રશિયાની સ્પુતનિક-5 વેક્સિનને લઈને મોટી જાણકારી સામે આવી છે.  

Updated By: Nov 24, 2020, 05:07 PM IST
10 ડોલરથી ઓછામાં મળશે રશિયાની કોરોના વેક્સિન, આ મહિનામાં શરૂ થશે ડિલીવરી

નવી દિલ્હીઃ કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. આ મહામારીની સારવાર ન હોવાને કારણે વેક્સિન પર આશા રહેલી છે. કઈ વેક્સિનની કિંતમ કેટલી હશે, વેક્સિન માર્કેટમાં ક્યારે આવશે, આ બધા સવાલ લોકોના મગજમાં છે. તેવામાં રશિયાની સ્પુતનિક-5 વેક્સિનને લઈને મોટી જાણકારી સામે આવી છે. સ્પુતનિક-5ના એક ડોઝની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 10 ડોલરથી ઓછી જશે. તો રશિયાના નાગરિકો માટે તે ફ્રી હશે. એક વ્યક્તિને વેક્સિનના બે ડોઝની જરૂર પડશે. 

રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)એ મંગળવારે નિવેદન જારી કરી તેની જાણકારી આપી છે. મહત્વનું છે કે વેક્સિને ગૈમેલિયા નેશનલ રિસર્ચ સેન્ટર ફોર એપિડેમિયોલોજી એન્ડ માઇક્રોબાયોલોજી અને રશિયન ડાયરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)એ મળીને વિકસિત કરી છે. 

Corona: દેશમાં કઈ રીતે થશે રસીકરણ? પીએમ મોદીએ સમજાવ્યો A to Z પ્લાન  

જાન્યુઆરીમાં શરૂ થશે ડિલીવરી
સ્પુતનિક-5 વેક્સિનની પ્રથમ આંતરરાષ્ટ્રીય ડિલીવરી જાન્યુારી 2021મા વિદેશી નિર્માતાઓની સાથે હાલની ભાગીદારીના આધાર પર ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે. તો ક્લીનિકલ ટ્રાયલના બીજા અંતરિમ વિશ્લેષણ પ્રમાણે પ્રથમ ડોઝ આપ્યાના 28 દિવસ બાદ SputnikV 91.4 ટકા અસરકારક રહી છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube