કારમાં રોમાન્સ કરી રહ્યું હતું કપલ, ઉત્તેજનામાં કરી એવી ભૂલ કે બોલાવી પડી પોલીસ

આ અજીબોગરીબ ઘટના બ્રિટેન (UK) ના ડર્વીશાયર (Derbyshire) ની છે. જ્યાં એક કપલ કારમાં રોમાન્સ કરી રહ્યું હતું, પરંતુ પ્રેમના આ જોશમાં તેમણે એક એવી મિસ્ટેક થઈ ગઈ કે બંનેનો જીવ જોખમમાં મુકાયો હતો

Updated By: Sep 25, 2021, 05:43 PM IST
કારમાં રોમાન્સ કરી રહ્યું હતું કપલ, ઉત્તેજનામાં કરી એવી ભૂલ કે બોલાવી પડી પોલીસ

નવી દિલ્હી: આ અજીબોગરીબ ઘટના બ્રિટેન (UK) ના ડર્વીશાયર (Derbyshire) ની છે. જ્યાં એક કપલ કારમાં રોમાન્સ કરી રહ્યું હતું, પરંતુ પ્રેમના આ જોશમાં તેમણે એક એવી મિસ્ટેક થઈ ગઈ કે બંનેનો જીવ જોખમમાં મુકાયો હતો, અને તેમને મદદ માટે પોલીસ બોલાવી પડી હતી.

જ્યારે ભૂલથી દબાઈ ગઈ હેન્ડબ્રેક
આ સમાચાર હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે કહેવામાં આવી રહ્યું છે કે, યુકેનું એક કપલ સાંજના સમયે સુમસામ રસ્તા પર તેમની Toyota Yaris કારમાં રોમાન્સ કરી રહ્યા હતા, ત્યારે ભૂલથી કારની હેન્ડબ્રેક દબાઈ ગઈ. કાર ઢાળ ઉપર પાર્ક કરવામાં આવી હતી, ત્યારે તે એક નાની ટેકરી પરથી નીચે પટકાઈ હતી અને એક બાજુ પલટી ગઈ હતી.

1 ઓક્ટોબરથી તમારી સેલેરીમાં થઈ શકે છે ઘટાડો! જાણો સરકારનું નવું સ્ટ્રક્ચર

મદદ માટે બોલાવી પડી પોલીસ
કાર પલટી ખાઈ જતા તે સાંકડો માર્ગ પણ બ્લોક થઈ ગયો હતો. સાથે જ ગાડી એ રીતે પલટી મારી ગઈ હતી કે કપલ માટે કારમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું હતું. કપલ કારમાં ફસાઈ ગયું અને ત્યારબાદ મદદ માટે તેમને મજબૂરીમાં પોલીસને ફોન કરી બોલાવી પડી હતી.

No description available.

સંબંધને મજબૂત કરી રહ્યા હતા
પોલીસ યુનિટે ટ્વિટર પર લખ્યું ડર્બીશાયરમાં એક અજ્ઞાત જગ્યા પર કપલ તેમની Toyota Yaris કારને પાર્ક કરી હતી. જ્યાં તેઓ તેમના સંબંધને મજબૂત કરી રહ્યા હતા.

ગુજરાતના હીરા વેપારીનું હોંગકોંગ કનેક્શન, IT વિભાગે કર્યો 500 કરોડના ખેલનો પર્દાફાશ

કોઈને નથી થયું ઇજાગ્રસ્ત
પોલીસે જણાવ્યું કે, સંબંધ બનાવતા સમયે કારની હેન્ડબ્રેક દબાઈ ગઈ, જેના કારણે ઢાળ પર હોવાથી જાતે કાર ચાલવા લાગી હતી. જો કે, આ કિસ્સામાં કોઈને ઇજા પહોંચી નથી. મામલો સોશિયલ મીડિયા પર પણ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યાં લોકો આ કપલને લઇને રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube