પૃથ્વીનો આ છેડો હતો Corona થી મુક્ત, હવે ત્યાં પણ કેસની સંખ્યામાં અચાનક ચિંતાજનક વધારો

કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કર્યાના લગભગ 8 મહિના બાદ વાયરસ હવે તે દેશોમાં પણ પહોંચવા લાગ્યો છે જે અત્યાર સુધી કોવિડ 19 થી મુક્ત હતા. ગત્ત બુધવારે પૈસિફિક આઇલેન્ડનાં દેશ વાનૂઆતૂમાં પણ કોરોનાનો પહેલો કેસ મળી આવ્યો હતો. આ ઉપરાંત માર્શલ આઇલેન્ડ અને સોલોમોન આઇલેન્ડમાં પણ વાયરસનાં દર્દીઓ સામે આવ્યા છે. 

Updated By: Nov 14, 2020, 06:21 PM IST
પૃથ્વીનો આ છેડો હતો Corona થી મુક્ત, હવે ત્યાં પણ કેસની સંખ્યામાં અચાનક ચિંતાજનક વધારો

વોશિંગ્ટન : કોરોનાને વૈશ્વિક મહામારી જાહેર કર્યાના લગભગ 8 મહિના બાદ વાયરસ હવે તે દેશોમાં પણ પહોંચવા લાગ્યો છે જે અત્યાર સુધી કોવિડ 19 થી મુક્ત હતા. ગત્ત બુધવારે પૈસિફિક આઇલેન્ડનાં દેશ વાનૂઆતૂમાં પણ કોરોનાનો પહેલો કેસ મળી આવ્યો હતો. આ ઉપરાંત માર્શલ આઇલેન્ડ અને સોલોમોન આઇલેન્ડમાં પણ વાયરસનાં દર્દીઓ સામે આવ્યા છે. 

સમોઆ આઇલેન્ડમાં કોરોના પોઝિટિવ ક્રૂ મેંબર્સ વાળા જહાજની સર્વિસ કર્યા બાદ સ્થાનિક કર્મચારીઓને ક્વોરન્ટીનમાં રખાયા છે. જો કે માધ્યમોના અહેવાલો અનુસાર હાલ વિશ્વનાં માત્ર 9 દેશો જ એવા છે જ્યાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જો કે તેમાં નોર્થ કોરિયા અને તુર્ક મેનિસ્તાનનો સમાવેશ કરાયો નથી. કારણ કે આ દેશોમાં વાયરસ પહોંચી ચુક્યો છે પરંતુ ત્યા સરમુખત્યારશાહી હોવાના કારણે અધિકારીક રીતે તેનો સ્વિકાર કરવામાં આવ્યો નથી. 

પ્રશાંત મહાસાગરના અલગ અલગ આઇલેન્ડ વાળા દેશોમાં મહામારી થયા બાદ પોતાની સીમાઓ બંધ કરી દીધી હતી. જો કે હવે આ દેશોમાં પણ કોઇન કોઇ પ્રકારે કોરોનાની ઝપટે ચડી ગયા છે. વાનૂઆતૂનાં સ્વાસ્થય વિભાગે જણાવ્યું કે, અમેરિકાથી પરત ફર્યા બાદ 23 વર્ષનાં એક યુવકને કોરોના ડિટેક્ટ થયો હતો. 

સોલોમન આઇલેન્ડ પર પ્રથમ કેસ ઓક્ટોબરની શરૂઆતમાં સામે આવ્યો હતો ત્યાર બાદ અન્ય લોકો પણ સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાંતો અનુસાર આઇલેન્ડ વાળા અનેક નાના દેશોમાં જો વાયરસ ફેલાઇ ગયો તો તેને કાબુ કરવો સ્થાનિક તંત્ર માટે સરળ નહી હોય, કારણ કે એવા દેશોમાં સ્વાસ્થય સેવાઓ ખુબ જ સીમિત હોય છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસનાં કુલ કેસની સંખ્યા 5 કરોડ 38 લાખથી વધારે થઇ ચુકી છે. બીજી તરફ 13 લાખ 11 હજારથી વધારે લોકોનાં કોરોનાને કારણે મોત થઇ ચુક્યા છે. કોરોનાને કારણે સૌથી વધારે મૃત્યુ અમેરિકામાં 2,49,998 થયા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube