VIDEO: જાપાનના રેલવે સ્ટેશન પર કાગડાએ કર્યું એવું કામ, જોઈને કહેશો વાહ..વાહ..

સોશિયલ મીડિયા અને વાઈરલ વીડિયોનો આજકાલ ખુબ ક્રેઝ છે. લોકો આવા વીડિયો જોતા હોય છે અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર શેર કરતા હોય છે.

Updated By: May 18, 2018, 04:23 PM IST
VIDEO: જાપાનના રેલવે સ્ટેશન પર કાગડાએ કર્યું એવું કામ, જોઈને કહેશો વાહ..વાહ..
તસવીર- ટ્વિટર @kinoshi42155049

નવી દિલ્હી: સોશિયલ મીડિયા અને વાઈરલ વીડિયોનો આજકાલ ખુબ ક્રેઝ છે. લોકો આવા વીડિયો જોતા હોય છે અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર શેર કરતા હોય છે. એક વ્યક્તિએ શેર કર્યા બાદ લોકોને ગમતો હોય છે અને પછી ઝડપથી વાઈરલ થતો હોય છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક કાગડાનો વીડિયો લોકોને ખુબ પસંદ આવી રહ્યો છે. જે મુસાફરી માટે ટિકિટ ખરીદવાની કોશિશ કરી રહ્યો છે.

આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે જાપાનના કિશીચો સ્ટેશન પર એક કાગડો પહેલા મુસાફર પાસેથી ક્રેડિટ કાર્ડ પડાવે છે અને ત્યારબાદ વેન્ડિંગ મશીનથી ટિકિટ ખરીદવાની કોશિશ કરે છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાગડો મશીનની પાસે બેઠો છે અને જે વ્યક્તિનું કાર્ડ તેણે પડાવ્યું છે તે તેની પાછળ ઊભો છે.

મહિલા મુસાફર ટિકિટ કઢાવી રહી હતી
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા ટ્રેનમાં સફર કરવા માટે ટિકિટ કઢાવી રહી હતી, તે સમયે કાગડો મહિલા પાસે આવે છે અને કાર્ડ છિનવી લે છે. મહિલા પાસેથી કાર્ડ ખેંચ્યા બાદ કાગડો બાજુમાં આવેલા બીજા મશીનમાં કાર્ડ નાખવાની કોશિશ કરે છે અને તમામ જદ્દોજહેમત બાદ જ્યારે તે આ બધુ કરવામાં અસફળ થાય છે ત્યારે કાર્ડને છોડી દે છે.