)
ગણતરીના દાયકાઓમાં ભારતના પાડોશી ચીને એવો ઈકોનોમિક ચમત્કાર કરી દેખાડ્યો કે જેણે દુનિયાના મોટા મોટા દેશોને ચોંકાવી દીધા છે. એક સમય એવો હતો કે ચીન પાસે લિમિટેડ રિસોર્સ અને વીક ઈકોનોમી હતી. જ્યારે આજે દુનિયાના સૌથી શક્તિશાળી અર્થવ્યવસ્થાઓમાં તેની ગણતરી થાય છે. સવાલ એ છે કે આખરે ચીને આ કમાલ કર્યો કેવી રીતે?
અમેરિકા જેવા દેશને પાછળ છોડીને ચીન આગળ વધવાના રસ્તે છે. ચીન 1970ના દાયકા બાદના આર્થિક સુધારાઓ દ્વારા એક મહાશક્તિ બની ગયું. એવું કહેવાય છે કે દેંગ શિયાઓપિંગની મહત્વપૂર્ણ નીતિઓએ ચીનને અમીર બનાવી દીધુ. તેમણે સમગ્ર દુનિયા સાથે બંધ પડેલા કૂટનીટિક સંબંધો ફરીથી શરૂ કર્યા. ભારતમાં 1970ના દાયકામાં જ ભારતના તે સમયના પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીના રાજમાં ગીરીબી હટાઓના અભિયાનનો નારો આપવામાં આવ્યો હતો. પરંતુ ગ્રાઉન્ડ સ્તરે ગરીબોની સ્થિતિ બહુ કઈ સુધરી નહીં.
ચીને શું કર્યું?
બજાર સુધારા
1970ના દાયકાા અંતમાં ચીને પોતાની અર્થવ્યવસ્થાના દરવાજા ખોલી નાખ્યા. દેંગ શિયાઓપિંગના સુધારા અને ખુલ્લાપણાની નીતિ હેઠળ ખાનગી કંપનીઓને પ્રોત્સાહન મળ્યું અને વિદેશી રોકાણ ચીન પ્રત્યે આકર્ષિત થયું.
મેન્યુફેક્ચરિંગ પર ફોકસ
ચીન દરેક નાની મોટી ચીજનું નિર્માણ કરવા લાગ્યું જેના કારણે તે દુનિયાની ફેક્ટરી કહેવાવા લાગ્યું. ચીને દુનિયાને સસ્તી ચીજો સપ્લાય કરવાનું શરૂ કરી દીધુ. પરિણામ સ્વરૂપે ચીન 2010માં અમેરિકાને પછાડીને મેન્યુફેક્ચરિંગના સેક્ટરમાં દુનિયાનો સૌથી મોટો દેશ બની ગયો હતો.
એક્સપોર્ટ પર ફોકસ
ચીને પોતાના ઉદ્યોગોથી બનેલા સામાનને સમગ્ર દુનિયામાં એક્સપોર્ટ કર્યો. આ તેની અર્થવ્યવસ્થાનો સૌથી મજબૂત આધાર બન્યો. 1980થી 2003 વચ્ચે ચીનના બીજા દેશોને સામાન વેચવાનું ઝડપથી વધવા લાગ્યું. 1980ના દાયકામાં જ્યાં આ દર 5.7 ટકા હતો, 2003ના આવતા આવતા તે 20.3 ટકા સુધી પહોંચી ગયો.
શહેરીકરણ
ચીને મોટા પાયે રસ્તાઓ, વીજળી, પોર્ટ, અને રેલ પ્રોજેક્ટ બનાવ્યા. તેનાથી ઉદ્યોગ અને વેપારને ખુબ ફાયદો થઓ.
શિક્ષણ અને કાર્યબળ
ચીને પોતાના લોકોને પાયાનું શિક્ષણ આપ્યું અને એક અનુશાસિત કાર્યબળ તૈયાર કર્યું. જેનાથી વિદેશી કંપનીઓ ત્યાં રોકાણ કરવા લાગી.
તે સમયે શું કરતું હતું ભારત?
ગરીબી હટાઓ નારો
1970ના દાયકામાં ભારતમાં ઈન્દિરા ગાંધીની સરકાર હતી જેણે ગરીબી હટાઓ અભિયાન ચલાવ્યું હતું. પરંતુ આ બસ ખાલી નારો જ સાબિત થયો. ગ્રાઉન્ડ સ્તરે ગરીબીમાં બહુ મોટો ફેરફાર જોવા મળ્યો નહીં.
સરકારી નિયંત્રણ
ભારતની અર્થવ્યવસ્થા પર તે સમયે સરકારનું વધુ નિયંત્રણ હતું. ખાનગી ક્ષેત્ર અને વિદેશી રોકાણને પ્રોત્સાહન ન અપાયું જેનાથી ઉદ્યોગો એટલી ઝડપથી વધી શક્યા નહીં.
નબળું મેન્યુફેક્ચરિંગ
જ્યાં એકબાજુ ચીન ઝડપથી મેન્યુફેક્ચરિંગનું હબ બની રહ્યું હતું ત્યાં ભારત નાના પાયાના ઉદ્યોગો અને સેવાઓ પર ટકી રહ્યું. 2019માં ચીને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પોતાનો ભાગ 29 ટકા કરી લીધો જ્યારે અમેરિકાનો હિસ્સો 17ટકા હતો અને ભારતનો ફક્ત 3 ટકા હિસ્સો હતો.
શહેરીકરણ
ભારતમાં રસ્તા, વીજળી અને ઉદ્યોગો માટે જરૂરી સુવિધાઓ એટલે મજબૂત ન બની શકી, શહેરીકરણની પ્રક્રિયા ભારતમાં થોડી ધીમી છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની ક્વોલિટી પણ એટલી સારી નથી. જેનાથી ઝડપી વિકાસ જાણે અટકી ગયો છે.
ચીન અને ભારત બંનેની શરૂઆતની સ્થિતિ લગભગ એક જેવી હતી. 1970ના દાયકામાં બંને દેશોની વ્યક્તિદીઠ આવક પણ લગભગ સરખી હતી. પરંતુ ચીને સુધારા અને એક્સપોર્ટ પર ધ્યાન આપ્યું, જ્યારે ભારત મોટાભાગે નારા અને યોજનાઓ સુધી જ મર્યાદિત રહ્યું. પરિણામ એ આવ્યું કે ચીન આજે એક સુપરપાવર બની ગયું જ્યારે ભારત હજુ પણ વિકાસશીલ દેશ છે.
ખાનગીકરણથી પ્રગતિ
1991માં પ્રધાનમંત્રી નરસિમ્હા રાવના ખાનગીકરણના નિર્ણય બાદ દેશ પ્રગતિના રસ્તે નીકળી પડ્યો. આગામી 20 વર્ષમાં ભારતના લોકોને અનેક નવી સુવિધાઓ મળવા લાગી. પ્રાઈવેટ બેંક, વિદેશી ગાડીઓ, મોબાઈલ ફોન, પ્રાઈવેટ ટીવી ચેનલ, અને એરલાઈન્સ જેવી અનેક ચીજો લોકો માટે સરળતાથી ઉપલબ્ધ થઈ. બીજા દેશોના રોકાણથી ભારતને જે ફાયદો થયો તે સ્પષ્ટ જોવા મળવા લાગ્યો. ભારતે છેલ્લા 30 વર્ષમાં સોફ્ટવેરની દુનિયામાં બહુ પ્રગતિ કરી છે. ઈન્ફોસિસ, ટીસીએસ અને વિપ્રો જેવી કંપનીઓએ ભારતને સમગ્ર દુનિયામાં ઓળખ અપાવી. આ બધુ 1991ના આર્થિક સુધારા બાદ જ શક્ય બની શક્યું.