'દુનિયાને 150 વાર તબાહ કરી શકે છે અમેરિકા...' પરમાણુ બોમ્બ પર ટ્રમ્પના નિવેદનથી મચી ખલબલી, જિનપિંગ-પુતિનને સલાહ!
Donald Trump: ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, સૌથી વધારે પરમાણુ હથિયાર અમેરિકા પાસે છે અને ત્યારબાદ રશિયા-ચીનનો નંબર આવે છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ આખી દુનિયામાં શાંતિ ઈચ્છે છે.
Trending Photos
)
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કહ્યું કેસ તેમની પાસે એટલા પરમાણુ હથિયાર છે, જેનાથી દુનિયાને અનેક વખત તબાહ કરી શકાય છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની તેમની મુલાકાતને જબરદસ્ત ગણાવતા ટ્રમ્પે કહ્યું કે, તેમનું અંતિમ લક્ષ્ય પરમાણુ મુક્ત વિશ્વ બનાવવાનું છે. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પે કહ્યું કે, 'મને લાગે છે કે ડીન્યુક્લિયરાઈઝેશન એક અદ્ભુત વસ્તુ હશે. અમે આ ધરતીને 150 વખત ઉડાવી શકીએ છીએ, પરંતુ તેની કોઈ જરૂર નથી.'
'અમેરિકા પાસે સૌથી વધુ પરમાણુ હથિયાર'
ટ્રમ્પના મતે, સૌથી વધુ પરમાણુ હથિયાર અમેરિકા પાસે છે અને ત્યારબાદ રશિયા-ચીનનો નંબર આવે છે. તેમણે કહ્યું કે, 'શી જિનપિંગ અને વ્લાદિમીર પુતિન જેવા નેતાઓ હવે રૂપિયાનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કરશે. મારી તેમની સાથે વાત થઈ છે. હવે તેઓ એવા કાર્યો કરશે જેનાથી લોકોનો ફાયદો થાય.' ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે એક દિવસ પહેલા જ અમેરિકા, રશિયા અને ચીન વચ્ચે પરમાણુ નિયંત્રણને લઈ ત્રિપક્ષીય સહયોગની સંભાવનાવ્યક્ત કરવામાં આવી હતી.
અમે નંબર વન ન્યુક્લિયર પાવર: ટ્રમ્પ
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, 'અમે આપણા પરમાણુ હથિયારોને ફરીથી તૈયાર કર્યા છે. અમે નંબર વન ન્યુક્લિયર પાવર છીએ, જે કહેવામાં ખરાબ લાગે છે, કારણ કે આ ખૂબ જ ભયાનક છે, રશિયા બીજા ક્રમે છે અને ચીન ત્રીજા ક્રમે છે, પરંતુ તેઓ આગામી ચાર કે પાંચ વર્ષમાં અમારી બરાબરી કરી શકે છે. હું આખી દુનિયામાં શાંતિ ઇચ્છું છું.'
અમેરિકાના રાષ્ટ્રપતિએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા ફરી પરમાણુ પરીક્ષણ શરૂ કરશે. ટ્રમ્પે જાહેરાત કરી હતી કે, તેમણે પેન્ટાગોનને હથિયારોનું પરીક્ષણ ફરી શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું હતું કે, "અન્ય દેશો આમ કરે છે. જો તેઓ આમ કરશે, તો અમે પણ કરીશું."
ટ્રમ્પે પાકિસ્તાનનું પણ લીધું હતું નામ
તેમણે કહ્યું કે, 'મને લાગે છે કે તેઓ (રશિયા અને ચીન) બધા પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે. અમારી પાસે અન્ય કોઈપણ દેશ કરતાં વધુ પરમાણુ હથિયાર છે. અમે પરીક્ષણ કરતા નથી, પરંતુ અમે ઘણા વર્ષો પહેલા તે કરવાનું બંધ કરી દીધું હતું, પરંતુ અન્ય લોકો પરીક્ષણ કરી રહ્યા છે, એટલા માટે મને લાગે છે કે અમારે પણ પરીક્ષણ કરવું જોઈએ.' આ દરમિયાન ટ્રમ્પે ઉત્તર કોરિયા અને પાકિસ્તાનનો પણ ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ પણ અંડરગ્રાઉન્ડ પરમાણુ પરીક્ષણો કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














