Dominican Republic: લોકો ડાન્સમાં મશગૂલ અને અચાનક નાઈટક્લબની છત તૂટી પડી, મૃત્યુઆંકમાં સતત વધારો, અત્યાર સુધીમાં 184 લોકોના મોત
Dominican Republic Nightclub Roof Collapse: ડોમિનિકન રિપબ્લિકમાં મંગળવારે એક અત્યંત દુખદ દુર્ઘટના ઘટી. એક નાઈટક્લબની છત તૂટી પડતા ઓછામાં ઓછા 184 લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજુ પણ મૃત્યુઆંક વધે તેવી ભીતિ છે.
Trending Photos
)
ડોમિનિકન રિપબ્લિકની રાજધાની સેન્ટો ડોમિંગોમાં એક નાઈટ ક્લબની છત તૂટી પડતા ઓછામાં ઓછા 184 લોકોના મોત થયા છે. આ દર્દનાક અકસ્માતમાં સેંકડો લોકો ઘાયલ પણ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે સેન્ટો ડોમિંગોની જાણીતી જેટ સેટ નાઈટ ક્લબ સોમવારે અને મંગળવારની રાત દરમિયાન ગાયકો, સંગીત પ્રેમીઓ, એથલીટ અને સરકારી અધિકારીઓથી ખિચોખીસ ભરેલી હતી. મંચ પર મેરેંગ્યુ ગાયિકા રુબી પેરેઝનું પરફોર્મન્સ ચાલુ હતું અને અચાનક નાઈટ ક્લબની છતથી સીમેન્ટ પડવા લાગ્યો અને જોત જોતામાં તો છત ધસી પડી.
કાટમાળ નીચે દટાયા લોકો
અધિકારીઓના જણાવ્યાં મુજબ છત તૂટી પડવાથી ડાન્સ ફ્લોર પર નાચતા ઓછામાં ઓછા 184 લોકો મોતને ભેટ્યા અને અનેક લોકો કાટમાળ નીચે દટાયા. તેમણે જણાવ્યું કે અકસ્માતમાં સેંકડો લોકો ઘાયલ થય છે. ઈમરજન્સી અભિયાનના ડાયરેક્ટર મેન્યુઅલ મેન્ડીઝે જણાવ્યું કે બચાવ ટુકડી કાટમાળમાં દટાયેલા એવા લોકોને શોધી રહી છે જેમના જીવિત હોવાની સંભાવના છે. મેન્ડીઝે કહ્યું કે અમે કાટમાળ નીચે લોકોને શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે માત્ર 54 લોકોની જ હજુ સુધી ઓળખ થઈ શકી છે.
BREAKING: The death toll from the nightclub collapse in the Dominican Republic has risen to at least 184 people, officials say. https://t.co/DyfCGkXzsr
— The Associated Press (@AP) April 10, 2025
અધિકારીઓએ કહ્યું કે 28 મૃકોની લાશ તેમના પરિજનોને સોંપી દેવાઈ છે. કાટમાળમાંથી 145 લોકોને કાઢી ચૂકાયા છે અને તેમને વિવિધ હોસ્પિટલોમાં ખસેડાયા છે. રાહત અને બચાવ કાર્યોમા મદદ માટે પ્યુર્ટો રિકો અને ઈઝરાયેલથી બચાવ ટુકડી પણ ડોમિનિકન ગણરાજ્ય પહોંચી છે.
નાઈટ ક્લબની છત પડવાના કારણો હજુ સ્પષ્ટ નથી. નાઈટ ક્લબની ઈમારતનું છેલ્લે ક્યારે નીરિક્ષણ કરાયું હતું તે અંગે કોઈ જાણકારી સામે આવી નથી. નાઈટ ક્લબે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે તે અધિકારીઓને સહયોગ કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ લુઈસ અબિનાડરે અકસ્માત પર દુખ વ્યક્ત કર્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














