)
વોશિંગટનઃ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતીયોની સાથે સાથે હવે અમેરિકનોના પણ દુશ્મન બની ગયા હોય તેમ લાગે છે... કેમ કે ટેરિફ બોમ્બના કારણે દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે... તો બીજીબાજુ H-1B વીઝા પર મોટી ફીના કારણે અમેરિકા બર્બાદ થઈ જશે... આવી આશંકા અમેરિકાના સાંસદ અને સામુદાયિક નેતાઓએ વ્યક્ત કરી છે... ત્યારે કોણે શું કહ્યું?... જોઈશું આ અહેવાલમાં...
આ મુદ્દાની ચર્ચા ભારતમાં એટલા માટે થઈ રહી છે... કેમ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વીઝા અરજી પર 1 લાખ ડોલરની ફી લગાવવાનો નિર્ણય કર્યો... જેના કારણે ટ્રમ્પ પોતાના જ દેશમાં ઘેરાઈ ગયા છે... અમેરિકન સાંસદ રાજા કૃષ્ણમૂર્તિએ કહ્યું કે.... H-1B વિઝા પર 100,000 ડોલર ફી નાંખવાનો ટ્રમ્પનો નિર્ણય 'અત્યંત કુશળ કામદારોને અમેરિકાથી દૂર કરવાનો એક ભયાવહ પ્રયાસ છે... આ કામદારોએ લાંબા સમયથી અમેરિકાના કાર્યબળને મજબૂત કર્યું છે, નવીનતાને પ્રોત્સાહન આપ્યું છે... અને લાખો અમેરિકનોને રોજગાર આપતા ઉદ્યોગોની સ્થાપનામાં મદદ કરી છે... અમેરિકાએ એવા અવરોધો ઊભા ન કરવા જોઈએ જે આપણા અર્થતંત્ર અને સુરક્ષાને નબળા પાડે..
અમેરિકાના સાંસદની સાથે સાથે બાઈડેન સરકારમાં સલાહકાર રહી ચૂકેલા અજય ભૂટોરિયાએ ચેતવણી આપી કે આ નિર્ણય IT સેક્ટરની સ્પર્ધાત્મકતા માટે જોખમી છે.
H-1B પ્રોગ્રામ હાલમાં વિશ્વભરમાંથી 2,000 થી 5,000 ડોલરની ફી લઈને ઉચ્ચ કુશળ પ્રતિભાઓને આકર્ષે છે... આ ફીમાં થનારો મોટો વધારો આ કાર્યક્રમ પર અભૂતપૂર્વ સંકટ ઊભું કરશે... જેનાથી પ્રતિભાશાળી કામદારો પર નિર્ભર નાના વ્યવસાયો અને સ્ટાર્ટઅપ્સને મોટો ફટકો પડશે....
ટ્ર્મ્પના નિર્ણય પછી ટેક કંપનીઓમાં પણ હડકંપ મચી ગયો છે... માઈક્રોસોફ્ટ, ગૂગલ અને એમેઝોને પોતાના કર્મચારીઓ માટે ઈમરજન્સી મેસેજ જાહેર કર્યો છે... તેમને આગામી આદેશ સુધી અમેરિકામાં જ રહેવા અને આંતરરાષ્ટ્રીય યાત્રાથી બચવાની સલાહ આપવામાં આવી છે....
((શોટ્સ))
અમેરિકામાં આ સ્થિતિ છે... તો ભારતના લોકો ટ્રમ્પના નિર્ણયને કેવો ગણાવી રહ્યા છે... તે જાણવાનો અમે પ્રયાસ કર્યો...
હાલ તો ટ્રમ્પને એવું લાગતું હશે કે તેમના આ નિર્ણયથી અમેરિકનોને ફાયદો થશે... પરંતુ આ નિર્ણય તેમના જ દેશની કંપનીઓ માટે વિનાશકારી સાબિત થવાનો છે...