)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ચર્ચિત વન બિગ બ્યુટીફૂલ બિલ ગુરુવારે મોડી રાતે હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સથી 218-214ના અંતરથી પાસ થઈ ગયું છે જે તેમના બીજા કાર્યકાળની પ્રમુખ ઉપલબ્ધિ ગણાવવામાં આવી રહી છે. આ વિધેયકને સીનેટ અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સથી પાસ થયા બાદ હવે રાષ્ટ્રપતિને સાઈન કરવા માટે મોકલી દેવાયું છે. બીજી બાજુ વિધેયક પર મતદાન દરમિયાન બે રિપબ્લિકન સાંસદોએ પાર્ટી લાઈનથી હટીને ડેમોક્રેટિક પક્ષમાં મતદાન કર્યું. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે આ બિલના બંને સદનોમાંથી પાસ થવા પર ખુશી વ્યક્ત કરી છે અને કહ્યું કે મે લાખો પરિવારોને ડેથ ટેક્સથી આઝાદી અપાવી છે. આ સાથે જ તેમણે કહ્યું કે અમેરિકાના સ્વતંત્રતા દિવસના અવસરે આ બિલથી વધુ સારી ભેટ ન હોઈ શકે.
વિધેયક પાસ થાય બાદ વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટે પત્રકારોને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શુક્રવારે સાંજે 5 વાગે પોતાના મોટા કર છૂટ અને ખર્ચ કપાત વિધેયક પર સાઈન કરવાની યોજના બનાવી રહ્યા છે. 4 જુલાઈના રોજ હસ્તાક્ષર સમારોહ એવા સમયે થશે જ્યારે રજા પર વ્હાઈટ હાઉસમાં પિકનિકનું આયોજન કરાશે.
800થી વધુ પેજવાળા આ બિલને પાસ કરવા માટે ટ્રમ્પને ખુબ જદ્દોજહેમત કરવી પડી. આ બિલ માટે જીઓપી નેતાઓએ રાતભર કામ કરવું પડ્યું અને ટ્રમ્પે વ્યક્તિગત રીતે પૂરતા મત મેળવવા માટે હોલ્ડાઉટ પર દબાણ પણ નાખ્યું.
આ બિલમાં ટેક્સ કપાત, સેનાનું બજેટ, રક્ષા અને ઉર્જા ઉત્પાદન માટે વધેલા ખર્ચ, સાથે જ સ્વાસ્થ્ય અને પોષણ કાર્યક્રમોમાં કાપ જેવી પ્રમુખ જોગવાઈઓ સામેલ છે. આ બિલ ગેરકાયદે પ્રવાસીઓને મોટા પાયે ડિપોર્ટ કરવા માટે ખર્ચ વધારવા સાથે પણ જોડાયેલું છે. જ્યારે અન્ય વિપક્ષનું માનવું છે કે આ ખર્ચની અસર દેશના સ્વાસ્થ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રો પર પડવાની સંભાવનાઓ છે. આ કારણે ઉદ્યોગપતિ એલન મસ્ક સહિત એક મોટો વર્ગ આ બિલની વિરુદ્ધ છે અને ટીકાઓ કરે છે.
શું બોલ્યા ટ્રમ્પ
ટ્રમ્પે આ બિલના બંને સદનોમાંથી પાસ થવા પર ખુશી જતાવી છે. તેમણે કહ્યું કે જે રીતે મે વચન આપ્યું હતું, અમે ટ્રમ્પ ટેક્સ કટને સ્થાયી બનાવી રહ્યા છીએ. હવે ટિપ્સ, ઓવરટાઈમ, અને સામાજિક સુરક્ષા પર કોઈ ટેક્સ નહીં હોય. આયોવા માટે સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે આ બિલ 2 મિલિયનથી વધુ કૌટુંબિક ફર્મોને તથાકથિત એસ્ટેટ ટેક્સ, કે ડેથ ટેક્સથી આઝાદી અપાવે છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે અમેરિકાના સ્વતંત્રતા દિવસના અવસરે વન બિગ બ્યુટીફૂલ બિલથી વધુ સારી ભેટ હોઈ શકે છે. આ બિલ સાથે 2024માં આયોવાના લોકોને અપાયેલું મારું દરેક વચન પૂરું થયું.