'PM મોદી વોશિંગ્ટન આવીને આવું જુએ એ નહતો ઈચ્છતો', અચાનક આ શું બોલ્યા ટ્રમ્પ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોશિંગ્ટનમાં સાફ સફાઈના આદેશ આપ્યા છે. આ દરમિયાન તેમણે એ પણ જણાવ્યું કે પીએમ મોદીના અમેરિકા પ્રવાસ દરમિયાન તેમણે તેમના કાફલાનો રસ્તો કેમ બદલાવ્યો.

'PM મોદી વોશિંગ્ટન આવીને આવું જુએ એ નહતો ઈચ્છતો', અચાનક આ શું બોલ્યા ટ્રમ્પ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદી જ્યારે અમેરિકાના પ્રવાસે ગયા હતા ત્યારે તેમના કાફલાનો રસ્તો બદલાવ્યો હતો. તેની જાણકારી ટ્રમ્પના એક નિવેદનથી સામે આવી છે જેમાં તેઓ વોશિંગ્ટન શહેરની સાફ સફાઈનો આદેશ આપી રહ્યા છે. 

ટ્રમ્પનો આદેશ
ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે 14 માર્ચ 2025ના રોજ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસમાં પોતાના એક નિવેદનમાં કહ્યું કે તેઓ નહતા ઈચ્છતા કે પીએમ મોદી અને તેમને મળવા આવેલા દુનિયાભરના અનેક નેતાઓ વોશિંગ્ટનમાં ફેડરલ બિલ્ડિંગો પાસે ટેન્ટ અને દિવાલો પર બનેલા ચિત્રો જુએ. ટ્રમ્પે કહ્યું કે અમે અમારા શહેરની સફાઈ કરી રહ્યા છીએ. અમે આ રાજધાનીની સફાઈ કરી રહ્યા છીએ અને અમે ગુનો નહીં થવા દઈએ. અમે અપરાધના પડખે નહીં રહીએ, અમે ભીત્તિચિત્રો (Graffiti) ને હટાવવા જઈ રહ્યા છીએ. અમે પહેલા જ ટેન્ટ હટાવવાના શરૂ કરી દીધા અને અમે પ્રશાસન સાથે મળીને કામ કરી રહ્યા છીએ. 

વોશિંગ્ટનને ચમકાવશે ટ્રમ્પ
ટ્રમ્પે કહ્યું કે અત્યાર સુધી વોશિંગ્ટનના મેયર મ્યૂરિયલ બોસરે રાજધાનીની સફાઈની દિશામાં સારું કામ કર્યું છે. તેમણે કહ્યું કે, વિદેશ મંત્રાલયની બરાબર સામે ઘણા તંબૂ લાગેલા છે, તેમને હટાવવા પડશે. અમે એક એવી રાજધાની ઈચ્છીએ છીએ, જે દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની શકે. 

પીએમના કાફલાનો રસ્તો બદલાવ્યો
પોતાના સ્ટેટમેન્ટમાં ટ્રમ્પે આગળ કહ્યું કે, "ભારતના પ્રધાનમંત્રી મોદી, ફ્રાન્સના રાષ્ટ્રપતિ અને બ્રિટનના પ્રધાનમંત્રી સહિત અનેક લોકો છેલ્લા દોઢ સપ્તાહમાં મને મળવા માટે આવ્યા હતા, અને જ્યારે તેઓ આવ્યા તો મે રસ્તો બદલાવ્યો હતો. હું નહતો ઈચ્છતો કે તેઓ અહીં તંગૂ લાગેલા જુએ. હું નહતો ઈચ્છતો કે તેઓ ભિત્તિચિત્ર જુએ. તેઓ રસ્તા પર તૂટેલા બેરિયર અને ખાડા જુએ તે હું નહતો ઈચ્છતો. અમે તેને સુંદર બનાવી દીધુ." અત્રે જણાવવાનું કે પીએમ મોદી હાલમાં જ અમેરિકાના પ્રવાસે ગયા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પને વ્હાઈટ હાઉસમાં મળ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news