અમેરિકામાં મતગણના પર બબાલ, ટ્રમ્પ બોલ્યા- જ્યાં જીતી રહ્યાં હતા, ત્યાં પાછળ કેમ થઈ ગયા

અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મતગણના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ગડબડીની આશંકા વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, કાલે અમે જ્યાં જીતી રહ્યા હતા, ત્યાં અચાનક પાછળ કેમ થઈ ગયા. 

Updated By: Nov 4, 2020, 10:07 PM IST
અમેરિકામાં મતગણના પર બબાલ, ટ્રમ્પ બોલ્યા- જ્યાં જીતી રહ્યાં હતા, ત્યાં પાછળ કેમ થઈ ગયા

વોશિંગટનઃ અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિ ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે મતગણના પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે ગડબડીની આશંકા વ્યક્ત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ કે, કાલે અમે જ્યાં જીતી રહ્યા હતા, ત્યાં અચાનક પાછળ કેમ થઈ ગયા. 

ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યુ કે, પાછલી રાત્રે હું મોટાભાગની ડેમોક્રેટિક પાર્ટી નિયંત્રિત રાજ્યોમાં આગળ ચાલી રહ્યો હતો. પછી એક-એક કરીને તે જાદૂઈ રૂપથી ગાયબ થવાનું શરૂ થઈ ગયું. અચાનક ખરાબ બેલેટની ગણના કઈ રીતે કરવામાં આવી. ખુબ અજીબ છે. મતદાન સર્વેક્ષક ઐતિહાસિક રૂપથી ખોટા નિકળ્યા. મહત્વનું છે કે અમેરિકામાં આજે બીજીવાર મતગણના શરૂ થી છે. મતગણના શરૂ થયા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વીટ કર્યુ છે. 

Trump Tweet 01

ડોનાલ્ડ ટ્રમ્પે ત્યારબાદ વધુ એક ટ્વીટ કર્યુ. તેમણે કહ્યુ કે, તે કઈ રીતે મેલ બેલેટને ગણે છે, તે પોતાના ટકા અને વિનાશક ક્ષમતામાં ખુબ ભયાનક છે. 

મહત્વનું છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે થયેલા મતદાનની ગણતરી ચાલી રહી છે. ઘણા રાજ્યોમાં વલણ અને પરિણામ આવી ગયા છે. ડેમોક્રેટ્સના ઉમેદવાર જો બાઇડેન અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ટક્કર ચાલી રહી છે. કાઉન્ટિંગ વચ્ચે બંન્નેએ પોત-પોતાની જીતના દાવા પણ કર્યા. ડોનાલ્ડ ટ્રમ્પે કેટલાક રાજ્યોમાં ફ્રોડ થવાનો આરોપ લગાવ્યો. હાલની સ્થિતિમાં જો બાઇડેનને 238 અને ડોનાલ્ડ ટ્રમ્પને 213 ઇલેક્ટ્રોરલ વોટ મળ્યા છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube