ન્યૂયોર્કઃ ડોનાલ્ડ ટ્રમ્પ(Donald Trump) અમેરિકાના રાષ્ટ્રપતિ(US President) હોવાના ધોરણે અને પોતાના વિવાદિત નિવેદનોના કારણે હંમેશાં સમાચારોમાં (News Headlines) છવાયેલા રહે છે. જોકે, આ વખતે તેઓ પોતાની રાજકીય વાતોના કારણે નહીં પરંતુ એક ફોટાના કારણે સમાચારોમાં છવાઈ ગયા છે. આ ફોટામાં તેઓ કોઈ નેતા જેવા નહીં પરંતુ એક રેસલર જેવા દેખાઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તસવીર કોઈ બીજાએ નહીં પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) જાતે જ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે. આ ફોટામાં હોલિવૂડ(Hollywood) ફિલ્મ 'રોકી બાલ્બો'ના એક કાલ્પનિક પાત્રના ચહેરાને ફોટોશોપ્ડ કરીને ટ્રમ્પનો ચહેરો ફીટ કરાયો છે. ટ્રમ્પે બુધવારે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ ફોટો શેર કર્યો હતો. 


MARDAANI2 : સેન્સર બોર્ડ અને ફિલ્મ નિર્માતાઓને મળી કાયદાકીય નોટિસ, વિવાદ વકર્યો


આ ફોટા અંગે ટ્રમ્પે કોઈ ટિપ્પણી કરી નથી. તેમણે ફિલ્મ 'રોકી ફોર્થ'ની 34મી વર્ષગાંઠ નિમિત્તે આ ફોટો શેર કર્યો હતો. જોકે, ટ્રમ્પ દ્વારા શેર કરાયા પછી આ ફોટો સોશિયલ મીડિયામાં(Social Media) જોરદાર વાયરલ થયો છે અને લોકો પણ જાત-જાતની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 


વિરાટ કોહલી અને અનુષ્કા ફિલ્મ જોવા રાત્રે પહોંચ્યા થિયેટરમાં, શેર કર્યો PHOTO


કોમેડિયન જોશ કોમર્સે લખ્યું છે કે, "માર કરજો, પરંતુ રોકીએ રશિયનને પછાડી દીધો છે." લેખિકા મોલી જોંગ ફાસ્ટે લખ્યું છે કે, "મને નથી લાગતું કે આ સચોટ ચિત્રણ છે."


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 


એન્ટરટેઈનમેન્ટના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક.....