)
Donald Trump: દુનિયાના બે સૌથી મોટા લોકશાહી દેશો ભારત અને અમેરિકા આજે ટેરિફને લઈને આમને-સામને ઉભા છે. અમેરિકાનું ટ્રમ્પ વહીવટીતંત્ર ભારત પર હુમલો કરવાની અને ટોણા મારવાની કોઈ તક છોડતું નથી. બીજી તરફ અમેરિકાના સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓ અને વિશ્લેષકો ટ્રમ્પના આ પગલાને અમેરિકાના હિતોને સંપૂર્ણપણે બરબાદ કરનારું ગણાવી રહ્યા છે. અમેરિકાના અર્થશાસ્ત્રી રિચર્ડ વોલ્ફે નવી દિલ્હી પર લગાવવામાં આવેલા ટ્રમ્પના આ ટેરિફની ટીકા કરી હતી અને તેને પોતાના પગ પર કુહાડી મારવાની વાત કહી છે.
ભારત અને અમેરિકા વચ્ચે બગડતા સંબંધો અંગે ચિંતિત રિચર્ડે એક પોડકાસ્ટ દ્વારા પોતાનો અભિપ્રાય દુનિયાની સામે રજૂ કર્યો. તેમણે કહ્યું કે, અમેરિકાની આર્થિક સ્થિતિ સતત બગડી રહી છે, કારણ કે ચીન જેવા દેશો અહીંથી સતત પોતાના રૂપિયા પાછા ખેંચી રહ્યા છે. આપણે દેવા પર અર્થતંત્ર ચલાવી શકતા નથી. રિચર્ડના મતે, બ્રિક્સ દેશોનું જૂથ વૈશ્વિક આર્થિક ઈનપુટના મામલામાં આડે G-7 કરતા ઘણું આગળ નીકળી ગયું છે.
વૈશ્વિક ઉત્પાદનમાં BRICS દેશોનો હિસ્સો વધારે
રિચર્ડે કહ્યું કે, આ દુનિયા માટે એક ઐતિહાસિક ક્ષણ છે કે અમેરિકા અને તેના સાથી દેશો એવા જૂથનો ભાગ છે, જેનો વૈશ્વિક પ્રોડક્શનમાં થોડો હિસ્સો છે. તેમણે કહ્યું કે, "જો તમે ચીન, ભારત અને રશિયા અને બાકીના BRICS દેશોને એકસાથે લો છો, તો વૈશ્વિક ઉત્પાદનમાં તેમનો હિસ્સો લગભગ 35 ટકા છે, જ્યારે બીજી તરફ જો તમે G-7 દેશોને જુઓ, તો તેમનો હિસ્સો ફક્ત 28 ટકા છે."
ઉંદર એક હાથીને મુક્કો મારે છે
વૈશ્વિક સ્તર પર બદલાતા માહોલ માટે રિચર્ડે ભારત અને ચીનને કેન્દ્રમાં રાખ્યા છે. તેમણે કહ્યું કે, અમેરિકાના વાંધો છતાં પણ ભારત અને ચીન દ્વારા રશિયન તેલની ખરીદી ચાલુ રાખવી એ દર્શાવે છે કે શક્તિ કઈ દિશામાં આગળ વધી રહી છે. સંયુક્ત રાષ્ટ્રના શબ્દોમાં કહીએે તો, દુનિયાનો સૌથી મોટા દેશ, સૌથી મોટા લોકશાહી ભારતને તમે કહેવા માંગો છો કે શું કરવું અને શું ન કરવું? આ તો ઉંદર એક હાથીને મુક્કો મારવા જેવું છે.
વોલ્ફે ટ્રમ્પ વહીવટીતંત્રના પગલાંને બ્રિક્સને મજબૂત બનાવવા અને અમેરિકા, G-7ના વિકલ્પ તરીકે સ્થાપિત કરવાનો પ્રયાસ ગણાવ્યો. તેમણે કહ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ભારત પર લગાડવામાં આવેલા ટેરિફ એક વાત સ્પષ્ટ કરે છે કે, આ પગલાં ભારત અને અન્ય સભ્ય દેશોને એકબીજાની નજીક લાવી શકે છે. તેમણે કહ્યું કે, "જો તમે મોટા ટેરિફ લાગવીને ભારત માટે યુએસનો માર્ગ બંધ કરશો, તો ભારતે તેની નિકાસ વેચવા માટે અન્ય વિકલ્પો શોધવા પડશે. તમે બ્રિક્સને પશ્ચિમ સામે એક નવો વિકલ્પ બનવા માટે શક્તિ આપી રહ્યા છો."