Melania Trump : અમેરિકાના ફર્સ્ટ લેડી મેલેનિયા ટ્રમ્પે એક ચેલેન્જ શરૂ કરી છે. જેમાં ભાગ લેનારાઓને માત્ર તેમની ટેકનોલોજી અને સર્જનાત્મક કૌશલ્ય બતાવવાની તક મળશે નહીં, પરંતુ વિજેતાને લાખો રૂપિયા સુધીનું ઇનામ પણ મળશે.
)
Melania Trump : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલાનિયા ટ્રમ્પે એક અનોખી AI ચેલેન્જ શરૂ કરી છે. જેમાં ભાગ લેનારાઓને મોટી ભેટ જીતવાની તક મળી રહી છે. આ એક સરકારી સ્પર્ધા હશે, જેમાં અમેરિકાના કિન્ડરગાર્ટનથી લઈને 12મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે છે. આ સ્પર્ધાના વિજેતાને 8.78 લાખ રૂપિયા સુધીનું ઇનામ મળશે. આ AI ચેલેન્જ રાષ્ટ્રપતિ ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડર પછી શરૂ થઈ છે, તેનો હેતુ અમેરિકામાં AI શિક્ષણને પ્રોત્સાહન આપવાનો છે.
જાણો AI ચેલેન્જ શું છે ?
અમેરિકાના ફર્સ્ટ લેડી મેલsનિયા ટ્રમ્પ દ્વારા શરૂ કરાયેલ AI ચેલેન્જમાં વિદ્યાર્થીઓની ટીમોએ ભાગ લેવાનો રહેશે. દરેક ટીમે એક માર્ગદર્શક સાથે કામ કરવું પડશે અને તેમણે AI ટૂલ્સનો ઉપયોગ કરીને એક એપ, વેબસાઇટ અથવા ડિવાઇસ બનાવવી પડશે જે સમાજની સમસ્યાનું નિરાકરણ લાવી શકે. તે એક જ સમસ્યા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અથવા ઘણી સમસ્યાઓનું નિરાકરણ પણ આપી શકે છે. આ માટે પ્રોજેક્ટ સબમિટ કરવાની ડેડલાઈન ડિસેમ્બર છેલ્લી તારીખ છે.
વિજેતાને શું મળશે ?
AI ચેલેન્જમાં વિજેતા ટીમોને ખાસ પુરસ્કાર મળશે. આ સ્પર્ધામાં ભાગ લેનારી બધી ટીમોને પ્રેસિડેન્શિયલ પાર્ટિસિપેશન સર્ટીફીકેટ મળશે. વિવિધ સ્તરે ઇનામો અલગ અલગ હશે. રાજ્ય સ્તરના વિજેતાઓને ક્લાઉડ ક્રેડિટ્સ અને કેટલાક ઓનલાઈન પ્લેટફોર્મની ઍક્સેસ સાથે પ્રેસિડેન્શિયલ સર્ટીફીકેટ ઓફ અચિવમેન્ટ મળશે. પ્રાદેશિક સ્તરના વિજેતાઓને આ બધા લાભો મળશે અને વોશિંગ્ટન ડીસીમાં ત્રણ દિવસના કાર્યક્રમમાં હાજરી આપવાની તક મળશે, જ્યાં તેમના પ્રોજેક્ટ્સ વ્હાઇટ હાઉસમાં બતાવવામાં આવશે. રાષ્ટ્રીય સ્તરના વિજેતાઓને રાષ્ટ્રપતિ પુરસ્કાર પ્રમાણપત્ર, ક્લાઉડ ક્રેડિટ્સ અને 10,000 ડોલર (લગભગ 8.78 લાખ રૂપિયા)નું ઇનામ મળશે.
આ વખતે ટ્રમ્પનું AI પર ખાસ ધ્યાન
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ કાર્યકાળમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે AI વિશે ખૂબ સક્રિય છે. આ વર્ષે તેમણે AI સંબંધિત રાષ્ટ્રીય કાર્ય યોજના બહાર પાડી, જેનો હેતુ AI નિયમોને સરળ બનાવવા, નવી તકનીકી શોધોને પ્રોત્સાહન આપવા અને અમેરિકાને વૈશ્વિક AI નેતા બનાવવાનો છે. જુલાઈમાં એક સમિટમાં, ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા AI ક્ષેત્રમાં વૈશ્વિક પ્રભુત્વ પ્રાપ્ત કરવા માટે દરેક શક્ય પગલાં લેશે. તેમની પત્ની મેલાનિયા ટ્રમ્પ પણ આ દિશામાં સક્રિય છે. તેણીએ ટેક ઈટ ડાઉન એક્ટને ટેકો આપ્યો, જેનો ઉદ્દેશ્ય AI દ્વારા બનાવેલા ડીપફેક્સને રોકવાનો છે.