આતંકની નર્સરી ચલાવતા પાકિસ્તાનને IMF તરફથી મળી આર્થિક મદદ, ભારત મતદાનથી રહ્યું દુર

India Pakistan War:આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ તરફથી પાકિસ્તાનને એક્સટેંડેટ ફંડ ફેસિલિટી હેઠળ લગભગ 1 અરબ અમેરિકી ડોલર તુરંત આપવાને મંજૂરી આપી દીધી છે. આ જાણકારી પાકિસ્તાનના પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આપવામાં આવી.
 

આતંકની નર્સરી ચલાવતા પાકિસ્તાનને IMF તરફથી મળી આર્થિક મદદ, ભારત મતદાનથી રહ્યું દુર

India Pakistan War: આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ તરફથી શુક્રવારે પાકિસ્તાનને એક્સ સ્ટેન્ડેડ ફંડ ફેસીલીટી અંતર્ગત લગભગ એક અરબ અમેરિકન ડોલરની લોનની મંજૂરી આપી છે. પાકિસ્તાન અને આર્થિક મદદ કરવાનો વિરોધ ભારત તરફથી કરવામાં આવ્યો હતો. ભારત તરફથી મતદાન પણ કરવામાં આવ્યું નહીં. આ પહેલા પણ ભારતે પાકિસ્તાનને આર્થિક પેકેજ આપવાના મતદાનથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું. 

પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાજ શરીફ એ આ અંગે જાણકારી આપી હતી. પાકિસ્તાનના વડાપ્રધાનનું કહેવું છે કે તેમને લોન મળી તે ભારતની નિષ્ફળતા છે. તેણે કહ્યું હતું કે આઈ એમ એફ તરફથી પાકિસ્તાનને એક અરબ ડોલરની લોન આપવાની મંજૂરી ભારતની દબાવ બનાવવાની રણનીતિની અસફળતા છે. આ નિવેદન પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરવામાં આવ્યું હતું. 

પાકિસ્તાનને આર્થિક મદદ કરવાનો વિરોધ ભારતે કર્યો હતો. 9 મે 2025 ના રોજ વોશિંગ્ટનમાં આઈએમએફ બોર્ડની બેઠક થઈ હતી જેમાં ભારતે પાકિસ્તાન તરફથી આઈ એમ એફ ની શરતો ન પૂરી કરવા ને લઈને તેને વધારાની મદદ કરવાની વાતનો વિરોધ કર્યો હતો. 

ભારતે એ પણ જણાવ્યું હતું કે પાકિસ્તાનને જે આર્થિક મદદ કરવામાં આવે છે તે અપ્રત્યક્ષ રીતે તેની ખુફિયા એજન્સીઓ અને આતંકી સંગઠનો જેમકે લશ્કરે એ તૈયબા, જૈશ એ મોહમ્મદને મદદ કરવા જેવી વાત છે જે ભારત પર હુમલાને અંજામ આપે છે. 

IMF પર પાકિસ્તાનની નિર્ભરતા

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા આ સમયે ખૂબ જ ખરાબ છે. પાકિસ્તાન મોટાભાગે આઈએમએફ પર નિર્ભર થઈ ગયું છે. આ સમયે ભારતે આઈએમએફમાં મતદાન ન કર્યું તે અન્ય નાણાકીય સંસ્થાઓને સ્પષ્ટ સંકેત છે કે પાકિસ્તાનને જવાબદારી નક્કી કર્યા વિના આર્થિક મદદ કરવી યોગ્ય નથી. ભારતનું માનવું છે કે આ ફક્ત આર્થિક નહીં ક્ષેત્રીય સુરક્ષાનો પણ મામલો છે. પાકિસ્તાનને કોઈપણ સુધારા વિના આર્થિક મદદ મળતી રહે તે દક્ષિણ એશિયામાં અસ્થિરતાનું કારણ બની શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news