વાગી ગઈ ખતરાની ઘંટી! અચાનક મહાસાગરના pHમાં થઈ રહ્યો છે ઘટાડો, ડેન્જર ઝોનમાં છે આ લોકોના જીવ!

Oceans Enter Danger Zone: આપણા જીવનમાં મહાસાગરનું મહત્વપૂર્ણ સ્થાન છે. મહાસાગરની બદલાતી ગતિવિધિઓની વાતાવરણ પર ખૂબ અસર પડે છે. વૈજ્ઞાનિકોએ એક મોટી ચેતવણી આપી છે કે, સમુદ્રની સ્થિતિ પહેલા કરતાં વધુ ખરાબ થઈ ગઈ છે.

વાગી ગઈ ખતરાની ઘંટી! અચાનક મહાસાગરના pHમાં થઈ રહ્યો છે ઘટાડો, ડેન્જર ઝોનમાં છે આ લોકોના જીવ!

Oceans Enter Danger Zone: આપણા જીવનમાં મહાસાગરનું મહત્વપૂર્ણ સ્થાન છે. મહાસાગરની બદલાતી ગતિવિધિઓની વાતાવરણ પર ખૂબ અસર પડે છે. વૈજ્ઞાનિકોએ એક મોટી ચેતવણી આપી છે કે, સમુદ્રની સ્થિતિ પહેલા કરતાં વધુ ખરાબ થઈ ગઈ છે. કારણ કે એસિડિટી (Acidity)નું સ્તર સતત વધી રહ્યું છે. આના કારણે દરિયા કિનારે રહેતા લોકોને જોખમનો સામનો કરવો પડી શકે છે.

વૈજ્ઞાનિકો દ્વારા હાથ ધરવામાં આવેલ એક નવી સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, અશ્મિભૂત ઇંધણ બાળવા જેવી ઔદ્યોગિક પ્રવૃત્તિઓના કારણે કાર્બન ડાયોક્સાઇડ નિકળે છે જેની અસર મહાસાગરો પર પડી રહી છે અને તે એસિડિક બનાવી રહી છે. ગ્લોબલ ચેન્જ બાયોલોજી જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે, છેલ્લા 5 વર્ષ કરતાં એસિડિફિકેશન ઘણું વધારે છે. અગાઉના સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, પૃથ્વીના મહાસાગરો એસિડિફિકેશન માટે જોખમી ક્ષેત્રની નજીક આવી રહ્યા છે.

કેવી રીતે થાય છે એસિડિફિકેશન
રિપોર્ટ મુજબ એસિડિફિકેશન સમુદ્રમાં વધારાના CO2ના શોષણને કારણે થાય છે. જ્યારે CO2 દરિયાઈ પાણીમાં ઓગળી જાય છે, ત્યારે તે કાર્બોનિક એસિડ બનાવે છે, જે pH સ્તર ઘટાડે છે અને મહત્વપૂર્ણ કાર્બોનેટ આયનો પર હુમલો કરે છે. તેના કારણે પાણીમાં રહેતી જળચર પ્રજાતિઓ જેમ કે, કોરલ અને શેલફિશને ખતરો હોય છે, કારણ કે આ કેલ્શિયમ કાર્બોનેટ પર નિર્ભર હોય છે. 

ઘાતક હશે પરિણામ
અગાઉ વૈજ્ઞાનિકોએ આશંકા વ્યક્ત કરી હતી કે, મહાસાગરનું એસિડિફિકેશન ખતરનાક સ્તરે પહોંચી ગયું છે. તે સ્વસ્થ અને સ્થિર પર્યાવરણ જાળવવાની મર્યાદાને પણ વટાવી ગયું છે. તેની અસર ખૂબ જ ઘાતક હોઈ શકે છે. મહાસાગરો પર નિર્ભર લોકોના સ્વાસ્થ્ય અને સુરક્ષા પર તેની અસર પડશે. તે તેમની જીવનશૈલી અને ખાદ્ય પદાર્થોને પણ અસર કરી શકે છે. આગામી દિવસોમાં પણ આમાં વધારો જોવા મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news