મ્યાનમારથી થાઈલેન્ડ સુધી ભારે તબાહી, ભયાનક ભૂકંપના કારણે ઈમારતો ધરાશાયી, મોતના દ્રશ્યો જોઈને લોકો થરથર કંપી ઉઠ્યા
Earthquake in Thailand: થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં શુક્રવારે 7.7 તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવ્યો છે, જેનાથી અનેક ઈમારતો પર અસર થઈ છે.
Trending Photos
Myanmar Earthquake: મ્યાનમારમાં શુક્રવારે ભયાનક ભૂકંપના આંચકા અનુભવાયા છે. થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા જ્યાં સેંકડો લોકો ઈમારતોમાંથી બહાર આવી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ શુક્રવારે કહ્યું કે મ્યાનમારમાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ભૂકંપ બાદ થયેલા નુકસાન વિશે મ્યાનમાર દ્વારા તાત્કાલિક કોઈ માહિતી આપવામાં આવી નથી, પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયો ખૂબ જ ડરામણા છે.
થાઈલેન્ડ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઊંચી ઈમારત ધરાશાયી થઈ છે અને ખતરનાક કાટમાળ જોવા મળી રહ્યો છે. લોકો જીવ બચાવવા ભાગી રહ્યાં છે. વીડિયોમાં લોકો ડરને કારણે બૂમો પાડી રહ્યાં છે અને ભાગી રહ્યાં છે.
#BREAKING A 7.9-magnitude earthquake struck Myanmar, according to the China Earthquake Networks Center.
Neighboring regions, including Thailand and China's Yunnan Province, felt significant tremors. #Myanmar #earthquake pic.twitter.com/qgRHQ7ltjl
— 鳳凰資訊 PhoenixTV News (@PhoenixTV_News) March 28, 2025
આ અકસ્માત બેંગકોકના પ્રસિદ્ધ ચતુચક માર્કેટ પાસે થયો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે, પરંતુ તે સમયે સ્થળ પર કેટલા લોકો હાજર હતા અને કોઈ જાનહાનિ થઈ હતી કે કેમ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
Massive Earthquake Rattles Myanmar and Bangkok, Thailand
A powerful earthquake, estimated between 6.9 and 7.7 magnitude, struck central Myanmar near Monywa.
Tremors shook buildings in Bangkok, prompting evacuations. The quake is rare for the region, raising concerns in the… pic.twitter.com/rCn433Kw6K
— Megh Updates 🚨™ (@MeghUpdates) March 28, 2025
GFZ એ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર માંડલે શહેરની નજીક 10 કિમી (6.21 માઇલ) ની ઊંડાઈએ હતું. મ્યાનમાર એ વિશ્વના સૌથી સિસ્મિકલી સક્રિય પ્રદેશોમાંનો એક છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મ્યાનમાર ફાયર સર્વિસ ડિપાર્ટમેન્ટના એક અધિકારીએ કહ્યું, 'અમે સર્ચ ઓપરેશન શરૂ કરી દીધુ છે અને જાનહાનિ અને નુકસાનની તપાસ કરવા માટે યાંગોનની આસપાસ સર્ચ કરી રહ્યા છીએ. અત્યારે અમારી પાસે કોઈ માહિતી નથી.
ભારતમાં પણ આવ્યો ભૂકંપ
શુક્રવારે (28 માર્ચ) બપોરે ભારત સહિત ત્રણ દેશોમાં જોરદાર ભૂકંપ આવ્યો, જેણે મ્યાનમાર અને થાઈલેન્ડમાં તબાહી મચાવી દીધી. જ્યાં થાઈલેન્ડની રાજધાની બેંગકોકમાં અનેક ઈમારતો ધરાશાયી થઈ છે. મ્યાનમારમાં એક નદી પર બનેલો પુલ તૂટી પડ્યો છે.
ભૂકંપ સાથે જોડાયેલા મહત્વના અપડેટ
- થાઈલેન્ડના પ્રધાનમંત્રીએ ભૂપંક બાદ બેંગકોકમાં ઈમરજન્લી લગાવી દીધી છે.
- થાઈલેન્ડ અને મ્યાનમારના ઘણા શહેરોમાં અનેક બિલ્ડિંગો ધરાશાયી થઈ છે
- બેંગકોકમાં ટાવર ધારાશાયી થયા છે, અનેક લોકો લાપતા છે.
- USGS નું કહેવું છે કે હજારો લોકોના મોત થવાની આશંકા છે.
- મેઘાલયના ગારો હિલ્સમાં પણ 4.0 તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા છે.
- સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યાં છે, જેમાં ગગનતુંબી ઈમારતો ભૂકંપના આંચકાને કારણે હલચી જોવા મળી રહી છે. તો અનેક ઈમારતો ઝુકી ગઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે