ગુજરાતી ન્યૂઝWorldએલન મસ્કે આ છોકરીને પૂછ્યું: મારા બાળકની માં બનીશ? ના પાડી તો કરી નાખી બરબાદ !

એલન મસ્કે આ છોકરીને પૂછ્યું: મારા બાળકની માં બનીશ? ના પાડી તો કરી નાખી બરબાદ !

Elon Musk: આ છોકરીન આ વિચિત્ર ઓફરથી આશ્ચર્ય થયું, કારણ કે બંને ક્યારેય એકબીજાને રૂબરૂ મળ્યા ન હતા. આ છોકરીએ એલન મસ્કની ઓફર ઠુકરાવી દીધી હતી. તેણીએ કહ્યું કે તે "પરંપરાગત કુટુંબ રચના" માં માને છે.
 

એલન મસ્કે આ છોકરીને પૂછ્યું: મારા બાળકની માં બનીશ? ના પાડી તો કરી નાખી બરબાદ !

Elon Musk: દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્ક ઘણીવાર વિવાદોમાં રહે છે. સામાન્ય રીતે તે પોતાના વાહિયાત નિર્ણયોને કારણે વિવાદમાં રહે છે પરંતુ આ વખતે વિવાદનું કારણ બાળક પેદા કરવાનો તેમનો ક્રેઝ છે. તેણે એક મહિલા ઇન્ફ્લુએન્સરને તેના બાળકની માતા બનવા કહ્યું હતું, પરંતુ ઇન્ફ્લુએન્સરે સ્પષ્ટ ઇનકાર કરી દીધો, જેના પછી એલન મસ્કે તે છોકરીનું x (અગાઉનું ટ્વિટર) એકાઉન્ટ બરબાદ કરી દીધું.

ક્રિપ્ટો ઇન્ફ્લુએન્સરએ તેણીને પૂછ્યું કે શું તેણી તેનું બાળક ઇચ્છે છે?

Add Zee News as a Preferred Source

ખાનગી પોર્ટલના એક અહેવાલ મુજબ, એલન મસ્કે ક્રિપ્ટો ઇન્ફ્લુએન્સર અને યુટ્યુબર ટિફની ફોંગને સીધો પૂછ્યું કે શું તે તેનું બાળક ઇચ્છે છે? ફોંગે આ ઓફરનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. તમને જણાવી દઈએ કે ટિફની ફોંગ ક્રિપ્ટો દુનિયામાં એક જાણીતું નામ છે. X પર તેમના 3.35 લાખથી વધુ ફોલોઅર્સ છે અને YouTube પર 48,000 થી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે. તેમણે FTX ના સેમ બેંકમેન-ફ્રાઈડ જેવા અનેક વિવાદાસ્પદ ક્રિપ્ટો વ્યક્તિઓના ઇન્ટરવ્યુ પણ લીધા છે.

એલન મસ્ક અને ઇન્ફ્લુએન્સર છોકરી વચ્ચેની વાતચીત ગયા વર્ષે X પર શરૂ થઈ હતી. મસ્ક વારંવાર ઇન્ફ્લુએન્સર છોકરીની પોસ્ટને લાઈક કરતા અને તેના જવાબ આપતા. આના કારણે ફોંગ ઝડપથી લોકપ્રિય બની હતી, અને એક સમયે, તેણે બે અઠવાડિયામાં X પર એડ આવકમાંથી $21,000 (આશરે ₹17 લાખ) કમાયા છે.

નવેમ્બર 2024 માં, મસ્કે અચાનક ફોંગને એક પર્સનલ મેસેજ કર્યો જેમાં પૂછવામાં આવ્યું કે શું તે તેના બાળકને જન્મ આપવાનું વિચારશે. ફોંગને આ વિચિત્ર રિક્વેસ્ટથી આશ્ચર્ય થયું, કારણ કે બંને ક્યારેય એકબીજાને રૂબરૂ મળ્યા ન હતા. ફોંગે મસ્કની ઓફર નકારી કાઢી. તેણીએ કહ્યું કે તે "પરંપરાગત કુટુંબ રચના" માં માને છે.
 
ના કહેવાની કિંમત: ફોલોઅર્સ અને આવક બંને ગુમાવી

રિપોર્ટ અનુસાર, ફોંગે 'ના' કહ્યું કે તરત જ મસ્કે તેને અનફોલો કરી દીધી. મસ્કે આ ચેટ અન્ય લોકો સાથે શેર કરવા પર પણ નારાજગી વ્યક્ત કરી. આ પછી, X પર ફોંગની આવકમાં તીવ્ર ઘટાડો થયો.

એલોન મસ્ક આ પહેલા પણ કરી ચૂક્યા છે આવુ

આ ફક્ત ઇન્ફ્લુએન્સર છોકરી ફોંગ પૂરતું મર્યાદિત નથી. ઘણા અહેવાલો અનુસાર, એશ્લે સેન્ટ ક્લેર નામની એક મહિલાએ પહેલાથી જ દાવો કર્યો છે કે મસ્ક તેની પાસેથી એક બાળકના પિતા બન્યા છે. કથિત રીતે, મસ્કે તેણીને સંબંધ ગુપ્ત રાખવા માટે દર મહિને $15 મિલિયન અને $100,000 ની એકંદર રકમની ઓફર પણ કરી હતી. એલોન મસ્કને અત્યાર સુધીમાં 4 અલગ અલગ મહિલાઓથી લગભગ 14 બાળકો છે. તેમણે ઘણી વાર કહ્યું છે કે સમગ્ર વિશ્વમાં વસ્તી ઘટી રહી છે અને ભવિષ્યમાં સંસ્કૃતિને બચાવવા માટે વધુ બાળકો પેદા કરવા જરૂરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krushnapalsinh Chudasama

2017થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news