)
અમેરિકાના ખુબ ચર્ચિત જેફ્રી એપસ્ટીન સેક્સ સ્કેન્ડલ ફાઈલ્સની નવી વિગતો બહાર આવી છે. અમેરિકી ન્યાય વિભાગે શુક્રવારે આ મામલા સાથે સંલગ્ન ત્રણ લાખથી વધુ દસ્તાવેજ જાહેર કર્યા. આ ફાઈલોમાં અનેક તસવીરો છે જેમની હાલ તપાસ થઈ રહી છે. જેમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટન, જેફ્રી, પોપ સ્ટાર માઈકલ જેક્સન, બ્રિટિશ પ્રન્સ એન્ડ્રયુ જેવા મોટા નામ સામેલ છે. ન્યાય વિભાગે આ નવી ફાઈલો જાહેર કરતા કહ્યું કે તેમાં પીડિતોની ઓળખ છૂપાવવાની પૂરેપૂરી કોશિશ કરાઈ છે. પરંતુ આમ છતાં અજાણતામાં કોઈ જાણકારી છૂટી હોઈ શકે છે.
અનેક મહિનાઓથી અમેરિકા અને વૈશ્વિક સ્તર પર રાજકારણને હચમચાવનારી આ ફાઈલ્સની અનેક પરતો હજુ ખુલવાની બાકી છે. ન્યાય વિભાગના જણાવ્યાં મુજબ હજુ પણ અનેક દસ્તાવેજો રોકવામાં આવ્યા છે કારણ કે તેમની તપાસ ચાલુ છે. હાલ આ ખુલાસાઓની વર્તમાન રાજકારણ પર શું અસર થશે તેનના વિશે કશું પણ કહેવું એ ઉતાવળભર્યું હશે કારણ કે મોટી સંખ્યામાં દસ્તાવેજો બહાર પડ્યા છે. જેમની સમીક્ષા થઈ રહી છે.
અત્રે જણાવવાનું કે જેફ્રી એપસ્ટીન એક યૌન અપરાધી હતો જેના ઉપર સગીરાઓની સાથે યૌન ઉત્પીડન કરવાનો આરોપ હતો. જેલમાં તેના મોત બાદ સતત આ મામલે ફાઈલો જાહેર થઈ રહી છે. જો કે હાઈ પ્રોફાઈલ લોકોના નામ જોડાવવાના કારણે આ કેસ વધુ ચર્ચામાં આવ્યો. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ચૂંટણી અભિયાન દરમિયાન જાહેરાત કરી હતી કે તેઓ એપસ્ટીન ફાઈલ્સને સંપૂર્ણ રીતે જાહેર કરશે. જો કે રાષ્ટ્રપતિ બન્યા બાદ ટ્રમ્પે આ ફાઈલ્સને જાહેર કરવામાં ખચકાટ અનુભવતા તેને ડેમોક્રેટિક દગો ગણાવ્યો. એટલું જ નહીં તેમણે રિપબ્લિકન સાંસદોને પણ તેનો વિરોધ કરવાનો આગ્રહ કર્યો.
ટ્રમ્પ પ્રશાસનની આ ખચકાટે રાષ્ટ્રપતિના કટ્ટર સમર્થકોને પણ તેમના વિરુદ્ધ કરી નાખ્યા. એલન મસ્ક જેવા લોકોએ પણ ટ્રમ્પ ઉપર જાણી જોઈને તેની ફાઈલો દબાવવાનો આરોપ લગાવ્યો. અનેક મહિનાઓની રાજકીય ખેંચતાણ અને દબાણ બાદ ટ્રમ્પે 19 નવેમ્બરના રોજ એપસ્ટીન ફાઈલ્સ ટ્રાન્સપરન્સી એક્ટ પર સહી કરી જેને કોંગ્રેસે ભારે બહુમતથી મંજૂરી આપી. ત્યારબાદ શુક્રવારે 3 લાખ પાના જાહેર કરાયા. જેમાં અનેક ફોટા પણ સામેલ છે.
JUST IN: A large portion of the Epstein files have been released, showing photos of Jeffrey Epstein with high-profile associates including former President Bill Clinton.
In one photo, Clinton was seen in a hot tub with anonymous female.
In another photo, Clinton is seen with… pic.twitter.com/TVlKhI6hYG
— Collin Rugg (@CollinRugg) December 19, 2025
બહાર પાડવામાં આવેલી તસવીરોમાં અત્યાર સુધીની સૌથી ચર્ચિત તસવીર પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટનની છે. જેમાંથી એક તસવીરમાં ક્લિન્ટન એપસ્ટીનના નીકટના સહયોગી અને સહ આરોપી ઘિસ્લેન મેક્સવેલ સાથે સ્વિમિંગ પુલમાં જોવા મળે છે જેમાં તેમની સાથે અન્ય કેટલીક મહિલાઓ પણ છે.
અત્રે જણાવવાનું કે ક્લિન્ટન અગાઉ કહી ચૂક્યા છે કે તેમને એપસ્ટીન સાથે મેળમિલાપ પર અફસોસ છે, જો કે તેમને તેની કોઈ પણ અપરાધિક ગતિવિધિઓમાં સામેલ હોવાની જાણકારી નહતી. નવી તસવીરો બહાર આવ્યા બાદ બિલ ક્લિન્ટનના પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે ટ્રમ્પ પ્રશાસન પોતાને બચાવવામાં લાગ્યું છે. પ્રવક્તાએ કહ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિએ એપસ્ટીનના અપરાધોની જાણકારી સામે આવતા પહેલા જ તેની સાથે સંબંધ ખતમ કર્યા હતા. ટ્રમ્પ પ્રશાસન 20 વર્ષ જૂના ધૂંધળા ફોટાઓને ભલે ગમે તેટલા જાહેર કરે પરંતુ આ મામલો ક્લિન્ટન સાથે જોડાયેલો નથી.
નોંધનીય છે કે આ મામલે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉપર પણ સવાલ ઉઠ્યા છે. 2000ના મધ્ય દાયકા સુધી એપસ્ટીનની સાથે મિત્રતા નિભાવનારા ટ્રમ્પે અગાઉથી જ સ્પષ્ટતા કરી રાખી છે કે તેમને એપસ્ટીનના અપરાધિક ગતિવિધિમાં સામેલ હોવા અંગે જાણકારી નહતી. પરંતુ ત્યારબાદ પણ આ મામલો તેના ગળાનું હાડકું બનીને ફસાયેલો છે. ડેમોક્રેટિક પાર્ટી સતત આ મામલે ટ્રમ્પના સામેલ હોવાનો આરોપ લગાવી રહી છે. આ ખુલાસાને અધુરો ગણાવતા તે ફક્ત એકવાર ક્વર અપ કરવાની કોશિશ થઈ હતી. પ્રશાસન તો ઘણું બધુ છૂપાવી રહ્યું છે.
ટ્રમ્પના હસ્તાક્ષરવાળો ચેક
આ બધા ઉપરાંત એક ફોટો જેણે લોકોનું ધ્યાન ખેંચ્યુ છે તેમાં પહેલીવાર ડોનાલ્ડ ટ્રમ્પનો ઉલ્લેખ સામે આવ્યો છે. બહાર પાડવામાં આવેલી એક તસવીરમાં જેફ્રી એપસ્ટીન એક મહિલા સાથે ઊભેલો છે અને તે મહિલાનો આખો ચહેરો કાળો કરી દેવાયો છે. બંનેના હાથમાં 22500 ડોલરનો એક મોટો નકલી લાગતો ચેક છે. જેના પર ડોનાલ્ડ ટ્ર્મ્પની સહી જોવા મળી રહી છે. આ ફોટો એક ફ્રેમમાં લાગેલો છે. જેના પર Once in a blue moon લખેલું છે.
જો કે એ સ્પષ્ટ નથી કે આ તસવીર ક્યારે અને ક્યાં લેવાઈ હતી. પરંતુ આ ચેક તે બર્થડે બુક સાથે મળતો હોવાનું કહેવાય છે જેને એપ્સ્ટીનની સહયોગી ઘિસ્લેન મેક્સવેલે તેના 50માં જન્મદિવસ પર તૈયાર કર્યો હતો. તે બુકમાં એક નોટ પણ હતી જેમાં 22500 ડોલરમાં એક મહિલાને ટ્રમ્પને વેચવા અંગે મજાક કરાઈ હતી.

અત્યાર સુધી વ્હાઈટ હાઉસે આ તસવીર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. ધ ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ મુજબ શરૂઆતના દસ્તાવેજોમાં ડોનાલ્ડ ટ્રમ્પનું નામ ખુબ ઓછી વખત આવ્યું છે. અખબારે એમ પણ લખ્યું છે કે કેટલીક તસવીરોમાં તેઓ મહિલાઓ સાથે પોઝ આપતા જોવા મળે છે.
ફાઈલોમાં અનેક તસવીરો એવી પણ છે જેમાં એપસ્ટીન સાથે મોટા નામ જોવા મળશે. જેમાં પૂર્વ રાષ્ટ્રપતિ બિલ કિલન્ટન અને જાણીતા રોક સિંગર માઈક જગર પણ સામેલ છે. ક્લિન્ટન સંલગ્ન કેટલીક તસવીરો અગાઉ ક્યારેય સામે આવી નહતી. દસ્તાવેજોમાં 254 મસાજ કરનારી મહિલાઓ એક યાદી પણ છે. દરેક નામને કાળા નિશાનથી ઢાકવામાં આવ્યા છે અને લખાયું છે કે તે સંભવિત પીડિતોની સુરક્ષા માટે કરાયું છે. આ ઉપરાંત એવી કેટલીક તસવીરો છે જેમાં અર્ધનગ્ન લોકો, હથિયારો સાથે એપસ્ટીન અને તેના સાથી જોવા મળે છે. જો કે તમામના ચહેરા ઢાકેલા છે.