)
રાજનીતિક બદલાની ભાવનાથી પ્રેરિત બાંગ્લાદેશની વચગાળાની સરકાર કોઈ પણ રીતે ભારત પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાને બાંગ્લાદેશ પાછા મોકલે એવું ઈચ્છે છે. બાંગ્લાદેશની ઈન્ટરનેશનલ ક્રાઈમ ટ્રિબ્યુનલ (ICT-BD)એ ગત વર્ષે થયેલી હિંસાના મામલે શેખ હસીનાને દોષિત ઠેરવતા મોતની સજા સંભળાવી છે. વચગાળાની સરકારના મુખિયા મોહમ્મદ યુનુસે કહ્યું કે કોઈ પણ કાયદાથી ઉપર નથી. જ્યારે શેખ હસીનાએ પહેલા જ કહી દીધુ હતું કે ટ્રિબ્યુનલ સેના અને યુનુસના ઈશારે કામ કરે છે.
શેખ હસીનાની સજા પર શું કહ્યું ભારતે
શેખ હસીનાની સજા પર ભારતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે પાડોશી દેશ બાંગ્લાદેશના લોકોના હિતો, શાંતિ, લોકતંત્ર અને સ્થિરતા માટે પ્રતિબદ્ધ છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે અમે સકારાત્મક રીતે મામલા સંલગ્ન લોકો સાથે વાત કરીશું. અત્રે જણાવવાનું કે વચગાળાની સરકાર બન્યા બાદથી જ બાંગ્લાદેશ શેખ હસીનાના પ્રત્યાર્પણની માંગણી કરી રહ્યું છે. જો કે ભારતે તેમની સુરક્ષાની જવાબદારી લીધી છે. બાંગ્લાદેશની સતત માંગણી છતાં ભારત શેખ હસીનાને સોંપે તેવી શક્યતા હાલ તો નથી જાણો તેની પાછળનું કારણ.
વાત જાણે એમ છે કે 2013ની સંધિ બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થયેલા પ્રત્યાર્પણ સંધિ અંગે કેટલાક સંશોધન કરવામાં આવ્યા છે. આ નવા સંશોધન મુજબ બંને દેશ એવા અપરાધીઓનું જ પ્રત્યાર્પણ સંધિ કરશે જેમને 4 મહિના કે તેનાથી વધુ સમયની સજા થઈ ચૂકી હોય. હવે બાંગ્લાદેશે ભારતને લખેલા પત્રમાં 2013ની સંધિનો ઉલ્લેખ તો કર્યો છે પરંતુ વર્ષ 2016માં પ્રત્યાર્પણ સંધિ અંગે થયેલા સંશોધનનો ઉલ્લેખ કર્યો નથી. આવામાં શેખ હસીના માટે તેમની પ્રત્યાર્પણ સંધિ ફીટ બેસશે નહીં. કારણ કે શેખ હસીનાને આ પહેલા કોઈ મામલે કોઈ સજા થઈ નથી.
શું હતું ભારત-બાંગ્લાદેશ વચ્ચે 2013ની સંધિમાં?
હવે સવાલ એ ઉઠે છે કે આખરે 2013માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કઈ સમજૂતિ થઈ હતી? આ વાત 28 જાન્યુઆરી 2013ની છે જ્યારે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ભાગેડુ અપરાધીઓ અંગે પ્રત્યાર્પણ સંધિ પર હસ્તાક્ષર થયા હતા. બંને દેશો વચ્ચે થયેલી આ પ્રત્યાર્પણ સંધિ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ વચ્ચે સહયોગને વધારવા અને બંને દેશો વચ્ચે થઈ રહેલી અપરાધિક ગતિવિધિઓને રોકવામાં મદદ માટે કરાઈ હતી.
શું નવું સંશોધન થયું?
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ભાગેડુ અપરાધીઓ માટે થયેલી વર્ષ 2013ની પ્રત્યાર્પણ સંધિને વર્ષ 2016માં સંશોધિત કરાઈ. આ નવી સંધિ મુજબ બંને દેશો વચ્ચે સરહદી રાજ્યોમાં સતત વધી રહેલા આતંકવાદને રોકવા માટે નવા સંશોધન કરાયા હતા. 2016ની સંધિ સંશોધન મુજબ આ સંધિમાં બંને દેશોના ભાગેડુ અપરાધીઓ ખાસ કરીને બંને દેશોની સુરક્ષા માટે જોખમ પેદા ક રનારી ગતિવિધિઓમાં સંડોવાયેલા અપરાધીઓને પ્રત્યાર્પણ કરવાની જોગવાઈ હતી. નવી સંધિ મુજબ બંને દેશો હવે એવા ભાગેડુ અપરાધીઓની પ્રત્યાર્પણ સંધિ સમજૂતિ કરશે જેમને ઓછામાં ઓછા 4 મહિનાની સજા થયેલી હોય. આ ઉપરાંત અપરાધી પણ એવી શ્રેણીનો હોય જેને બંને દેશોમાં અપરાધ ગણવામાં આવ્યો હોય. અહીં ભારત સરકાર આ કારણે પણ પ્રત્યાર્પણ સંધિથી પાછળ હટી શકે છે. કારણ કે આ સંધિ અપરાધિક મામલાઓને લઈને હતી, રાજકીય મામલાઓ અંગે નહીં.