ભારતીય સાંસદો પહોંચે તેની બરાબર પહેલા મોસ્કો એરપોર્ટ પર ડ્રોન એટેક, આકાશમાં ચક્કર મારતું રહ્યું સાંસદોનું વિમાન
Drone Attack At Moscow Airport: ભારતીય ડેલિગેશન પહોંચે તે પહેલા મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો. આ હુમલાના કારણે સાંસદોનું વિમાન કલાકો સુધી આકાશમાં ચક્કર મારતું રહ્યું.
Trending Photos
)
ભારતીય ડેલિગેશન હાલ અનેક દેશોની મુલાકાતે છે અને આ દરમિયાન એક ડેલિગેશનનું નેતૃત્વ કરી રહેલા ડીએમકે સાંસદ કનીમોઝી રશિયાના પ્રવાસે પહોંચ્યા છે. પરંતુ ત્યાં પહોંચતા પહેલા મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો થયો. આ કારણે ભારતીય સાંસદોનું પ્લેન કલાકો સુધી હવામાં ગોળ ગોળ ચક્કર મારતું રહ્યું. એવું કહેવાય છે કે ડ્રોન હુમલાના પગલે એરપોર્ટને હંગામી રીતે બંધ કરી દેવાયું હતું. આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ ડીએમકે સાંસદ કનીમોજી કરી રહ્યા છે.
મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો
ભારતીય ડેલિગેશનનું પ્લેન લેન્ડ થાય તે પહેલા જ મોસ્કો એરપોર્ટની પાસે ડ્રોન હુમલાના કારણે વિમાન ઉતરણ કરી શક્યું નહીં. ઘટના બાદ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય એર ટ્રાફીક થોડા કલાકો માટે અસ્થાયી રીતે બંધ કરી દેવાયો હતો. જો કે અનેક કલાકો બાદ જે વિમાનમાં ભારતીય ડેલિગેશન મુસાફરી કરી રહ્યું હતું તેને સુરક્ષિત રીતે લેન્ડ કરી લેવાયું. રશિયાએ જણાવ્યું કે છેલ્લા ત્રણ દિવસમાં દેશભરમાં ઓછામાં ઓછા 485 ડ્રોન હુમલાનો તેણે સામનો કરવો પડ્યો છે. એકલા મોસ્કો અને તેની આસપાસના વિસ્તારમાં 63 ડ્રોન એટેકની કોશિશ કરાઈ અને આજે ભારતીય ડેલિગેશન મોસ્કો પહોંચે તે પહેલા પણ આ સ્થિતિ બની રહી.
મીડિયા રિપોર્ટ મુજબ યુક્રેન દ્વારા કરાયેલા ડ્રોન હુમલાના કારણે અનેક કલાકો સુધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સનું સંચાલન સ્થગિત કરવું પડ્યું. તેના કારણે સાંસદ કનિમોઝીના નેતૃત્વવાળા ડેલિગેશનને લેન્ડિંગની મંજૂરી ન મળી. જેથી કરીને ફલાઈટ હવામાં ચક્કર મારતી રહી. રશિયામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ એરપોર્ટ પર સર્વપક્ષીય સાંસદોના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું અને તેમને સુરક્ષિત રીતે તેમની હોટલ સુધી પહોંચાડ્યા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














