મોજમસ્તી માટે પહોંચ્યા હતા થાઈલેન્ડ, યુવકોએ કર્યું કઈંક એવું....સચ્ચાઈ જાણી હોત તો ઈજ્જતની ફજેતી ન થાત
જો તમે વિદેશ ફરવા માટે જાઓ તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. નહીં તો આ ભારતીય યુવકો સાથે થયું એવું થઈ શકે. જેના કારણે તેમની ઈજ્જતની ફજેતી થઈ ગઈ. જાણો શું થયો મામલો.
Trending Photos
ભારતીયો માટે ફરવાના જે મનપસંદ વિદેશી સ્થળો છે તેમાનું એક છે થાઈલેન્ડ. કારણ કે આ દેશ ભારતથી નજીક છે અને અહીં ફરવું સુવિધાજનક પણ છે. એટલે ગુજરાતીઓ સહિત ભારતીયોને આ જગ્યા ફરવા માટે ગમે છે. પરંતુ અહીં કેટલાક ભારતીયો સાથે એવું કઈક થયું તે તમારે પણ જાણવું જરૂરી છે. એટલે વિદેશ જાઓ તો આ બધી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
થાઈલેન્ડ ફરવા માટે પહોંચેલા કેટલાક ભારતીય યુવકોએ એવું કર્યું કે જેના કારણે તેની ઈજ્જતની ફજેતી થઈ ગઈ. થાઈલેન્ડના અખબાર ધ થાઈઝરના રિપોર્ટ મુજબ યુવકોએ લાકડી-ડંડા અને અન્ય યુવકોને બોલાવીને તૈયારીઓ કરી હતી પરંતુ જ્યારે સચ્ચાઈ સામે આવી તો પગ તળેથી જમીન સરકી ગઈ.
શું હતો મામલો
થાઈલેન્ડના પટ્ટાયાની એક જગ્યા ચોનબરીનો આ મામલો હતો. 16 માર્ચના રોજ આ યુવકોની થાઈલેન્ડમાં એક કપલ સાથે મધરાતે માથાપચ્ચી થઈ. આ માથાકૂટનું કારણ પાર્કિંગ હતું. જ્યાં પાર્કિંગ બાદ કપલ ત્યાંથી કાર કાઢી શકતું નહતું. 22 વર્ષના મેક્સિમ અને તેની થાઈ પત્ની સાથે 4 ભારતીયોએ લડવાનું શરૂ કરી દીધુ. પહેલા તો વાદ વિવાદ સુધી વાત પહોંચી અને પછી ચારેય યુવકોએ અન્ય બે યુવકોને પણ બોલાવી લીધા. બધાએ ભેગા થઈને મેક્સિમ જોડે મારામારી કરી અને આ મામલો પોલીસ સુધી પહોંચી ગયો.
મેક્સિમે જો કે આ તમામ યુવકોથી પોતાની જાતને બચાવી લીધી. કારણ કે તે કોઈ સામાન્ય માણસ નહતો પરંતુ એક જબરદસ્ત MMA ફાઈટર અને મુએ થાઈ નામની માર્શલ આર્ટમાં પણ ટ્રેઈન્ડ હતો. આવામાં તેણે 6 યુવકો સાથે એક સાથે મારામારી કરી અને પોતાની જાતને તો બચાવી સાથે પત્નીની પણ રક્ષા કરી. જ્યારે તેની પત્નીએ પોલીસને ફરિયાદ કરી તો આ ભારતીય યુવકોને સચ્ચાઈ જાણવા મળી. જો કે મેક્સિમે ભારતીયો પર કોઈ ચાર્જ લગાવ્યો નહીં. કારણ કે ઓલરેડી આ યુવકો ઘણો માર ખાઈ ચૂક્યા હતા. આ બધા વચ્ચે ભારતીય યુવકોએ પણ પછી તો તેની માફી માંગી લીધી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે