G-20: પીએમ મોદીને ગળે ભેટી પડ્યા જાપાનના વાડાપ્રધાન, જુઓ વીડિયો...

G-20 સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના તેમના સમકક્ષ શિન્ઝો આબે સાથે મુલાકાત કરી. તે દરમિયાન બંને ટોચના નેતાઓ એકબાજીને ગળે મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને દેશોની વચ્ચે સામાન્ય હિતો સંબંધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી

G-20: પીએમ મોદીને ગળે ભેટી પડ્યા જાપાનના વાડાપ્રધાન, જુઓ વીડિયો...

ઓસાકા: G-20 સમિટમાં ભાગ લેવા પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાપાનના તેમના સમકક્ષ શિન્ઝો આબે સાથે મુલાકાત કરી. તે દરમિયાન બંને ટોચના નેતાઓ એકબાજીને ગળે મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને દેશોની વચ્ચે સામાન્ય હિતો સંબંધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરી. જાપાનમાં રીવા યુગની શરૂઆત બાદથી બંને નેતાઓ વચ્ચે પહેલી મુલાકાત છે.

પીએમ નરેન્દ્ર મોદીએ તેમની સાથે G-20 સંમેલનમાં ભાગ લેવા જાપાન પહોંચેલા ભારતીય પ્રતિનિધિમંડળના સ્વાગત માટે જાપાનના વાડાપ્રધાન શિન્ઝો આબેનો આભાર માન્યો. તેમણે G-20ના અધ્યક્ષના રૂપમાં જાપાનના નેતૃત્વની પણ પ્રશંસા કરી.

જુઓ વીડિયો...

Prime Ministers @narendramodi and @AbeShinzo hold talks in Osaka, the first such meeting between these leaders since the start of Japan’s Reiwa era.

Many aspects of India-Japan relations were discussed. pic.twitter.com/59CiuBHZWA

— PMO India (@PMOIndia) June 27, 2019

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું, વડાપ્રધાન નેરન્દ્ર મોદીએ G-20 શિખર સંમેલનથી પહેલા જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે સાથે મુલાકાત કરી. સામાન્ય હિતો સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી. વડાપ્રધાને કહ્યું કે, આ વર્ષે વાર્ષિક સમિટ માટે વડાપ્રધાન આબેના ભારત પ્રવાસને લઇને ઉત્સુક છું.

વડાપ્રધાને આબે અને જાપાનના નાગરિકોને રીવા યુકની શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી. રીવા નવા યુગ માટે ઉપયોગ કરવામાં આવતા શબ્દ છે. આ બંને અક્ષરો ‘રી’ અને ‘વા’થી મળીને બને છે. જેમાં રીનો અર્થ ‘આદેશ’ અથવા ‘શુભ’ અથવા ‘સારૂ’ અને વાનો અર્થ થયા છે ‘ભાઇચારો’.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news