)
Germany Boeing 757 Engine Fire : શનિવારે રાત્રે જર્મન બજેટ એરલાઇન કોન્ડોરનું એક વિમાન એક મોટી દુર્ઘટનામાંથી માંડ માંડ બચી ગયું. વિમાન ગ્રીસના કોર્ફુથી જર્મનીના ડસેલડોર્ફ જઈ રહ્યું હતું, જેમાં 273 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો હતા. પરંતુ બોઇંગ 757ના ઉડાન ભર્યાના થોડા સમય બાદ વિમાનના જમણી બાજુના એન્જિનમાં આગ લાગી હતી. જ્યારે પરિસ્થિતિ ગંભીર બની, ત્યારે પાઇલટે ઈમર્જન્સી લેન્ડિંગની યોજના બનાવી અને લગભગ એક કલાક પછી વિમાન ઇટાલીના બ્રિન્ડીસી એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું.
વિમાનનો એક ડરામણો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. 18 સેકન્ડની ક્લિપમાં, જોઈ શકાય છે કે વિમાનની જમણી બાજુથી આગ નીકળી રહી છે, જે બિલકુલ એવું લાગતું હતું કે કોઈ વારંવાર લાઇટર સળગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ખતરનાક દ્રશ્ય લગભગ 15 સેકન્ડ સુધી ચાલુ રહ્યું.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાઇલટે ખામીયુક્ત એન્જિન બંધ કરી દીધું અને કોર્ફુ પાછા ફરવાનો પ્રયાસ કર્યો, પરંતુ પછી બીજા એન્જિનને ચાલુ રાખ્યું અને વિમાન આખરે બ્રિન્ડિસીમાં સુરક્ષિત રીતે ઉતર્યું.
Condor’s Boeing 757 flying from Corfu to Düsseldorf catches fire mid-air, but the pilot manages to land the aircraft in Brindisi, Italy. No one was injured, according to local reports. pic.twitter.com/30uE2gcEOA
— Al Arabiya English (@AlArabiya_Eng) August 18, 2025
કોન્ડોરે મુસાફરોની માફી માંગી
કોન્ડોરે મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માંગી, જેમને શહેરમાં હોટલના અભાવે એરપોર્ટ પર રાત વિતાવવી પડી. તેમને બીજા દિવસે ડસેલડોર્ફ લઈ જવામાં આવ્યા. બોઇંગ 757 વિશ્વના સૌથી જૂના પેસેન્જર એરક્રાફ્ટ મોડેલોમાંનું એક છે. આ વિમાનને 'અટારી ફેરારી' ઉપનામ આપવામાં આવ્યું છે. અને તે હવે તેની સક્રિય સેવાના પાંચમા દાયકામાં છે.