ઈસ્લામાબાદ: શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીમાં ગોટાબાયા રાજપક્ષેની જીત પર પાકિસ્તાનમાં ઉજવણી  થઈ રહી છે. મીડિયામાં પણ રાજપક્ષેની જીતને 'પાકિસ્તાન માટે ખુશી અને ભારત માટે આંચકો' કે 'પાકિસ્તાનમાં ખુશી અને ભારતમાં માતમ' તરીકે અહેવાલો પ્રસારિત થઈ રહ્યાં છે. એક્સપ્રેસ ન્યૂઝએ પોતાના અહેવાલમાં કહ્યું છે કે શ્રીલંકાના હાલના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘેને ભારતના નીકટ ગણવામાં આવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમની યુનાઈટેડ નેશનલ પાર્ટીના ઉમેદવાર સજિત પ્રેમદાસા જીતે તેવી ભારત કામના કરી રહ્યું હતું. જ્યારે પાકિસ્તાનમાં પૂર્વ રાષ્ટ્રપતિ મહિન્દ્રા રાજપક્ષેના ભાઈ ગોટાબાયા રાજપક્ષેની જીત માટે પ્રાર્થના થઈ રહી હતી. ગોટાબાયાની જીત પાકિસ્તાન માટે રાહતના સમાચાર છે. 


રિપોર્ટમાં તો એટલે સુદ્ધા દાવો કરાયો છે કે સપ્ટેમ્બરમાં શ્રીલંકાની ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસ પર  તે વખતે સંકટના વાદળો છવાયા હતાં જ્યારે વડાપ્રધાન વિક્રમાસિંઘેની ઓફિસે પાકિસ્તાનમાં સુરક્ષાની સ્થિતિ પર વિપરિત રિપોર્ટ આપ્યો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે ટીમનો પાકિસ્તાન પ્રવાસ ત્યારે થઈ શક્યો જ્યારે એ સ્પષ્ટ થયું કે આ ભારત દ્વારા શ્રીલંકાના વડાપ્રધાન કાર્યાલયનો ઉપયોગ ટીમના પ્રવાસને રદ કરવા માટે નકલી આતંકી અલર્ટ મોકલાવીને થયો હતો.


રિપોર્ટ મુજબ શ્રીલંકાના વડાપ્રધાન રાનિલ વિક્રમાસિંઘે ભારતની નીકટ ગણાય છે અને 2016માં પાકિસ્તાનમાં સાર્ક સંમેલનના બહિષ્કારમાં તેમણે ભારતનો સાથ આપ્યો હતો. પાકિસ્તાનના વિદેશ વિભાગના એક અધિકારીએ નામ ન છાપવાની શરતે એક્સપ્રેસ ન્યૂઝને કહ્યું હતું કે તેઓ (વિક્રમાસિંઘે) ભારતની એટલા નજીક હતાં કે તેમનો સમગ્ર કાર્યકાળ તેમનું વલણ પાકિસ્તાન પ્રત્યે ઠંડુ રહ્યું. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube