દુબઈમાં શાનદાર નોકરીની ઓફર, મળશે 84 લાખ રૂપિયાનો પગાર; માત્ર કરવાનું રહેશે આ સરળ કામ
Dubai Jobs: ઘણા લોકોનું સપનું હોય છે કે તે UAEમાં જઈને નોકરી કરે. કારણ કે ત્યાં ભારત કરતા સારી સેલેરી મળે છે. આ વાતને સાચી સાબિત કરતી એક જાહેરાત ખૂબ વાયરલ થઈ રહી છે. જેમાં એક હાઉસ મેનેજરને વાર્ષિક 84 લાખ રૂપિયા આપવાનું કહેવામાં આવ્યું છે.
Trending Photos
UAE Jobs Offer: ભારતમાં દર મહિને લાખોમાં પગાર મેળવનારા લોકોની સંખ્યા ખૂબ ઓછી છે. દુબઈની એક રિક્રુટમેન્ટ એજન્સીએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર નોકરીની એક એવી જાહેરાત શેર કરી છે, જે ખૂબ જ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ એજન્સીએ અબુ ધાબી અને દુબઈમાં VIP અને શાહી પરિવારો માટે હાઉસ મેનેજરની બે ફૂલ ટાઈમ નોકરીઓ માટે અરજીઓ મંગાવી છે. જેમને લાખોમાં પગાર આપવામાં આવશે.
84 લાખ રૂપિયાનું પેકેજ
એજન્સી દ્વારા શેર કરવામાં આવેલી જાહેરાત અનુસાર હાઉસ મેનેજરને દર મહિને 30000 AED એટલે કે 7 લાખ ભારતીય રૂપિયા ચૂકવવામાં આવશે. કંપની દ્વારા એક મેનેજરને વર્ષમાં 84 લાખ રૂપિયા આપવામાં આવશે. જે ભારતમાં મિડ-લેવલ ટેક અથવા ફાઇનાન્સ પ્રોફેશનલ્સની કમાણી કરતાં ઘણો વધારે છે. આ પગાર પેકેજ માત્ર ભારતીય ધોરણો મુજબ ઊંચું માનવામાં આવતું નથી, પરંતુ UAE જેવા સમૃદ્ધ દેશ મુજબ પણ ઊંચું માનવામાં આવે છે.
જાહેરાતમાં શું લખ્યું છે?
રિક્રુટમેન્ટ એજન્સીએ ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર જાહેરાત શેર કરીને જણાવ્યું છે કે, તેઓ સ્કિલ્ડ અને ડેડિકેટેડ ફૂલ ટાઈમ હાઉસ મેનેજરને શોધી રહ્યા છે. પોસ્ટમાં નોકરીની જવાબદારીઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. એક હાઉસ મેનેજરે ઘરના રોજિંદા કામકાજનું નિરીક્ષણ કરવું પડે છે અને ખાતરી કરવી પડે છે કે બધું હાઈ પેરામીટર્સ અનુસાર ચાલી રહ્યું છે કે નહીં.
શું-શું હશે જવાબદારીઓ?
આ પદ માટે ઉમેદવાર પાસે સારી ઓર્ગનાઈઝેશન સ્કિલ્સ, વિગતો પર ધ્યાન આપવાની ક્ષમતા અને એકસાથે વિવિધ કાર્યો સંભાળવાનો અનુભવ હોવો જરૂરી છે. આ ઉપરાંત મેનેજરે સ્ટાફનું નિરીક્ષણ કરવું પડશે, ઘરની જાળવણીનું ધ્યાન રાખવું પડશે, બજેટનું સંચાલન કરવું પડશે અને ઘરના બધા કામ યોગ્ય રીતે ચલાવવા પડશે.
યુઝર્સનું રિએક્શન
આ પોસ્ટ સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ લોકોએ તેના પર રમુજી કોમેન્ટ્સ કરવાનું શરૂ કરી દીધું. હજારો લોકો તેને શેર અને કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું કે, '30,000 AED મળશે તો હું મારી હાલની નોકરી છોડીને હોસ્પિટાલિટીમાં ચાલ્યો જાઉ.' જ્યારે બીજા યુઝરે મજાકમાં લખ્યું કે, 'આટલા રૂપિયા માટે હું મારી શૈક્ષણિક નોકરી છોડવા તૈયાર છું.'
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે