સ્ટોકહોમ: ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન (Farmers Protest)  ના સમર્થનમાં હવે સ્વીડનની પર્યાવરણ કાર્યકર ગ્રેટા થનબર્ગ (Greta Thunberg)  પણ આવી ગઈ છે. 18 વર્ષની ગ્રેટાએ ટ્વીટ કરીને કહ્યું કે અમે ભારતમાં ચાલી રહેલા ખેડૂતોના પ્રદર્શન સાથે પૂરી એકજૂથતાથી ઊભા છીએ. આ અગાઉ અમેરિકી ગાયિકા રિહાનાએ પણ ખેડૂત આંદોલનને સમર્થન કર્યું હતું. તેણે કહ્યું હતું કે આપણે તેના પર વાત કેમ નથી કરી રહ્યા. આ બંને સેલેબ્સ જો કે હવે ખેડૂતોની હિંસા મુદ્દે ટ્રોલ પણ થઈ રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગ્રેટા (Greta Thunberg) અને રિહાના (Rihanna) બંનેએ ખેડૂતોના હિંસક પ્રદર્શનને જોતા દિલ્હી (Delhi) ની આજુબાજુના વિસ્તારોમાં લગાવવામાં આવેલા ઈન્ટરનેટ પ્રતિબંધની ખબરને શેર કરી છે. તેના ટ્વીટને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ વાર રિટ્વીટ કરાઈ છે. જો કે એવા પણ અનેક લોકો છે જેઓ આ હસ્તીઓને ખેડૂતો આંદોલન  (Farmers Protest)  દરમિયાન થયેલી હિંસાની યાદ અપાવી રહ્યા છે. 


દુનિયાભરના શક્તિશાળી નેતાઓ સામે ગ્રેટાએ ખોલ્યો હતો મોરચો
ગ્રેટા  (Greta Thunberg) આ વર્ષે એવા સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે સંયુક્ત રાષ્ટ્ર જળવાયુ સંમેલનમાં દુનિયાભરના શક્તિશાળી નેતાઓ પર ગ્રીન હાઉસ ગેસોના ઉત્સર્જનને પહોંચી વળવાના નિષ્ફળ રહેવા અને આ રીતે નવી પેઢી સાથે વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો. આ કાર્યક્રમમાં તે વખતે યુએન ચીફ એન્તોનિયો ગુતારસ પણ હાજર રહ્યા હતા. ગ્રેટાએ એક પર્યાવરણ પુરસ્કાર સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું હતું કે જળવાયુ અભિયાનમાં જરૂરિયાત એ વાતની છે કે સત્તામાં બેઠેલા લોકો પુરસ્કાર આપવાની જગ્યાએ વિજ્ઞાનનું અનુકરણ શરૂ કરે. 


મેગેઝીને ગ્રેટાને પર્સન ઓફ ધ યર પસંદ કરતા લખ્યું હતું કે એક વર્ષની અંદર જ સ્ટોકહોમની 16 વર્ષની છોકરીએ પોતાના દેશની સંસદ બહાર પ્રદર્શન કર્યું અને ત્યારબાદ વિશ્વભરના યુવાઓના આંદોલનનું નેતૃત્વ કર્યું. 


બજેટ પર તમામ સમાચારો વાંચવા માટે કરો ક્લિક....


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube