લગ્ન સમારોહમાં કઈક એવું બન્યું કે આવનારા મહેમાનો એકદમ ચોંકી ગયા. દુલ્હેરાજાએ બધાની સામે જ દુલ્હનની પોલ ખોલી નાખતા કફોડી હાલત થઈ ગઈ. વાત જાણે એમ છે કે વરરાજાએ લગ્નના મંડપમાં સ્ટેજની ઉપરની બાજુ જે સ્ક્રીન હતી તેના પર એક આપત્તિજનક વીડિયો રન કરાવી દીધો. જેમાં જે યુવતી સાથે તેના લગ્ન થવાના હતા એટલે કે દુલ્હન અન્ય કોઈ વ્યક્તિ સાથે રોમાન્સ કરતી જોવા મળે છે. આ ઘટનાનો એક વીડિયો પણ સોશયિલ મીડિયા પર શેર કરવામાં આવ્યો. જેના કારણે હડકંપ મચી ગયો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ઘટના ચીનની છે. જ્યાં નવપરણિત કપલના રિસેપ્શનમાં દુલ્હનનો એડલ્ટ વીડિયો જોઈને મહેમાનો સ્તબ્ધ થઈ ગયા. દુલ્હન જે વ્યક્તિ સાથે કથિત રીતે આપત્તિજનક સ્થિતિમાં હતી તે બીજુ કોઈ નહીં પરંતુ તેનો જીજાજી હતો. એટલે કે બહેનનો પતિ હતો. વીડિયો જોતા જ દુલ્હન ગુસ્સે ભરાઈ. તેણે તેના હાથમાં જે બુકે હતો તે પતિ પર ફેંક્યો અને બૂમો પાડતા કહ્યું કે શું તને લાગે છે કે આના વિશે મને ખબર નહતી?


જૂનો વીડિયો અત્યારે વાયરલ થયો
હકીકતમાં આ વીડિયો વર્ષ 2019નો છે જે તે સમયે ખુબ વાયરલ થયો હતો. આ વીડિયો ટિકટોક પર ફરીથી શેર કરવામાં આવ્યો અને અત્યારે પણ તે ખુબ વાયરલ થઈ રહ્યો છે. હાલ 60 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. વીડિયો પર હજારો લોકોએ કમેન્ટ પણ કરી છે. પોસ્ટ પર આવેલી કમેન્ટમાં મોટાભાગના લોકો વરરાજાને સાથ આપતા જોવા મળ્યા. જો કે લોકોને એ વાત સમજમાં ન આવી કે આટલું થવા છતાં આ વ્યક્તિએ લગ્ન કેમ કર્યા?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube