આ ડોક્ટરે તો ભારે કરી! અર્ધ નગ્ન હાલતમાં મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધીને કરતો સારવાર

આ ઇટાલિયન ડૉક્ટરે દાવો કર્યો હતો કે તેઓ જાતીય સંભોગ દ્વારા રોગોને દૂર કરવાની નવી પદ્ધતિ પર સંશોધન કરી રહ્યા છે.

Updated By: Nov 26, 2021, 06:50 PM IST
આ ડોક્ટરે તો ભારે કરી! અર્ધ નગ્ન હાલતમાં મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધીને કરતો સારવાર

રોમઃ ઈટાલીમાં એક ડોક્ટર જેમણે 'ડૉ. 'મેજિક ફ્લુટ' ના નામથી ઓળખાય છે, તેમણે હાલ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હોટલના રૂમમાં અર્ધ નગ્ન હાલતમાં મહિલા સાથે શારીરિક સંબંધ બાંધીને તેની બીમારીનો ઈલાજ કરતા હોવાની ઓફર કરતા ડોક્ટરે રાજીનામું આપી દીધું છે. આ ઇટાલિયન ડૉક્ટરે દાવો કર્યો હતો કે તેઓ જાતીય સંભોગ દ્વારા રોગોને દૂર કરવાની નવી પદ્ધતિ પર સંશોધન કરી રહ્યા છે.

સ્ટિંગ ઓપરેશનનો શિકાર બન્યા ડોક્ટર
ડૉ. મેજિક ફ્લુટ તરીકે ઓળખાતા આ ડૉક્ટરનું સાચું નામ ડૉ. જિયોવાની મિનીલો (Dr. Giovanni Miniello) છે, જેઓની ઉંમર 60 વર્ષની છે. ઇટાલીમાં તેઓ એક ગાયનેકોલોજિસ્ટ (Gynaecologist) છે. તેમને સ્ટિંગ ઓપરેશનનો શિકાર બનાવવામાં આવ્યા છે. વાસ્તવમાં આ ડોક્ટરના ક્લિનિકમાં એક પ્રોફેશનલ એક્ટ્રેસ આવી હતી જે પોતાને પેશન્ટ કહે છે. તેની તપાસ કર્યા પછી ડૉક્ટરે કહ્યું કે તેને હ્યુમન પેપિલોમાવાયરસ (HPV) છે, જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ વાયરસ છે અને કેન્સર થવાનું મોટું કારણ બની શકે છે.

સ્ટિંગ ઓપરેશનમાં થયા બેનકાબ
ડેઈલી મેલના અહેવાલ મુજબ, એક ટીવી ચેનલે એક પ્રોફેશનલ અભિનેત્રીને હાયર કરીને તેને દર્દી તરીકે મોકલી હતી અને પછી આ ડોક્ટર તે અભિનેત્રીની જાળમાં ફસાઈ ગયા હતા. ડો. મેજિક ફ્લુટે અભિનેત્રીનો ટેસ્ટ કરીને જણાવ્યું કે તે એચપીવીનો શિકાર છે અને તેને યોગ્ય સારવારની જરૂર છે. પરંતુ, અભિનેત્રીનો ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો.

અભિનેત્રીને આપવામાં આવી સેક્સની ઓફર
ડો. જીયોવાની મિનીલોએ દર્દી બનેલી અભિનેત્રીને ગુપ્ત રોગથી પીડિત મહિલા તરીકે વર્ણવી હતી. ડો. જીયોવાની મિનીલોએ મહિલાને જણાવ્યું હતું કે, તેમની પાસે તે રોગને દૂર કરવા માટે એક રસી છે, પરંતુ તે રસી મહિલાના શરીરમાં ત્યારે જ પ્રવેશી શકશે જ્યારે તે તેની સાથે શારીરિક સંબંધ (Physical Contact) સ્થાપિત કરશે. ડૉક્ટરે અભિનેત્રીને કહ્યું કે, તેણી (ડૉક્ટર)ને ગુપ્ત રોગ માટે રસી આપવામાં આવી હતી અને તે સેક્સ દ્વારા તે મહિલાનું રક્ષણ કરી શકે છે અને સ્ટિંગ ઓપરેશનની સ્ક્રિપ્ટ મુજબ દર્દી મહિલા (અભિનેત્રી) સેક્સ કરવા માટે સંમત થઈ હતી.

હોટલના રૂમમાં એકલા મળવા બોલાવ્યા
પેશન્ટનો રોલ કરી રહેલી અભિનેત્રીને ડોકટર એ એક હોટલમાં મળવા માટે જણાવ્યું, જેના માટે તે તૈયાર થઈ ગઈ. હોટલના રૂમમાં ડોક્ટરે એક્ટ્રેસને તેના કપડા ખોલવા કહ્યું અને કહ્યું કે, જ્યારે તે તેના કપડા ઉતારશે ત્યારે તે ધીરે ધીરે વાયરસના પ્રભાવથી મુક્ત થઈ જશે. જ્યારે, અંડરકવર અભિનેત્રીએ જ્યારે ડૉક્ટરને કોન્ડોમ (Condom) પહેરવાનું કહ્યું, તો ડૉક્ટરે કહ્યું કે જો તે કોન્ડોમ પહેરીને સેક્સ કરશે, તો તેના શરીરમાં વાયરસ સામે લડતા એન્ટી બોડી તેના શરીરમાં પ્રવેશશે નહીં અને તેને લાભ નહીં મળે. આટલું કહ્યા બાદ ડોક્ટરે પોતાના કપડા ઉતારવાનું શરૂ કરી દીધું, પરંતુ તેઓ કંઈ કરે તે પહેલા પત્રકારો હોટલના તે રૂમમાં પહોંચી ગયા. રિપોર્ટરને રૂમમાં જોઈને ડોક્ટરના પગ નીચેથી જમીન સરકી ગઈ અને તેણે કહેવાનું શરૂ કર્યું કે તે રિસર્ચ માટે સેક્સ કરી રહ્યો છે અને તે મહિલાઓનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. 

સેંકડો મહિલાઓને સાજા કરવાનો દાવો
સ્ટિંગ ઓપરેશનમાં પકડાયા બાદ ડોક્ટરે પોતાના વકીલ મારફત કહ્યું કે, '40 વર્ષથી વધુની કારકિર્દીમાં મેં સેંકડો મહિલાઓની સફળતાપૂર્વક સારવાર કરી છે અને આ વૈકલ્પિક સારવારના સારા પરિણામો મળ્યા છે.' ડૉક્ટરે કહ્યું કે તેણે ક્યારેય મહિલાઓને તેની સાથે સેક્સ કરવા દબાણ કર્યું નથી. નોંધનીય છે કે, તપાસના સ્ટિંગ ઓપરેશન પછી વધુ 15 મહિલાઓ સામે આવી છે, જેમણે ડૉક્ટર પર રોગની સારવારના નામે સેક્સ કરવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે, ડૉક્ટર પરના ખુલાસા પછી ઘણી મહિલાઓએ આગળ આવીને તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને હવે સરકારે આરોપી ડૉક્ટર વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે.

પહેલા પણ મહિલાઓને આપી ચૂક્યો છે સેક્સની ઓફર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 33 વર્ષની એક મહિલાએ આ ડૉક્ટર વિરુદ્ધ અગાઉ ફરિયાદ કરી હતી કે, ડૉક્ટર તેમના દર્દીઓને સેક્સ દ્વારા રોગનો ઈલાજ કરવા માટે ઉશ્કેરે છે. આ મહિલાની ફરિયાદ બાદ જ ટીવી ચેનલે સ્ટિંગ ઓપરેશન કરીને ડોક્ટરની વાસ્તવિકતાનો પર્દાફાશ કર્યો હતો. અન્ના મારિયા નામની મહિલાએ આરોપ લગાવ્યો હતો કે, ડૉક્ટરે તેણીને પ્રેગ્નન્ટ થવામાં અસમર્થ હોવાનું જણાવ્યું હતું અને તેણીને HPV રોગનો શિકાર હોવાનું જણાવ્યું હતું અને સારવારના નામે તેની સાથે શારીરિક સંબંધ બાંધવાનું કહ્યું હતું.

આવો દાવો કરે છે ડોક્ટર
ડોક્ટરે મહિલાને જણાવ્યું છે કે, 'મેં ઘણી મહિલાઓને કેન્સરથી બચાવી છે. જે મહિલા દર્દીઓએ મારી સાથે સેક્સ કર્યું છે, તેમનો રિપોર્ટ સેક્સ બાદ નેગેટિવ આવ્યો છે અને વાયરસ ખતમ થઈ ગયો છે. ડૉક્ટરની આ સલાહ બાદ મહિલા અન્ના મારિયાએ સ્થાનિક અખબાર 'લા રિપબ્લિકા'નો સંપર્ક કર્યો અને ત્યારપછી ઘણા લોકોની અક્કલના કારણે ડૉક્ટરનો પર્દાફાશ થયો છે. મહિલાનો આરોપ છે કે ડોક્ટરે તેના પ્રાઈવેટ પાર્ટને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube