)
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ H-1B વિઝા ફીને લઈને સારા સમાચાર આપી શકે છે. તેઓ અમેરિકાના ડોક્ટરોને એક લાખ ડોલર ફી H-1B વિઝા ફીમાંથી રાહત આપી શકે છે. જો કે ટ્રમ્પ પ્રશાસને અમેરિકાના કર્મચારીઓને પ્રાથમિકતા આપવા માટે આટલી બધી ફી લગાવી છે. પરંતુ ડોક્ટરોની અછત, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં અટકાવવા માટે ડોક્ટરો અને મેડિકકલ રેસિડેન્સને તેમાંથી છૂટ મળી શકે છે. પરંતુ જો કે આ પ્રસ્તાવ હજુ વિચારણા હેઠળ છે. કોઈ નિર્ણય લેવાયો નથી.
ડોક્ટરોની કમી થઈ શકે
વ્હાઈટ હાઉસના પ્રવક્તા ટેલર રોઝર્સે સંકેત આપ્યા છે કે એક લાખ ડોલર ફીમાથી કેટલાક સેક્ટરોને છૂટ આપવા પર વિચાર થઈ શકે છે. જેમાં ડોક્ટર અને મેડિકલ રેસિડેન્ટ્સ સામેલ હોઈ શકે છે. કારણ કે સરકારે મહેસૂસ કર્યું છે કે જો ડોક્ટરો પર એક લાખ ડોલર ફીનો બોજો પડ્યો તો અમેરિકાએ ડોક્ટરોની કમી ઝેલવી પડી શકે છે. અમેરિકન મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ અને મિશિગનના સર્જન બોબી મુક્કામાલાએ પણ ડોક્ટરોને નવી ફીમાંથી બહાર રાખવાની અપીલ કરી છે.
? Breaking News: Doctors may be exempt from $100,000 H1B visa fee.
(Bloomberg)
— Indian Tech & Infra (@IndianTechGuide) September 22, 2025
એક લાખ ડોલર આપશો તો મળશે વિઝા
નોંધનીય છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20 સપ્ટેમ્બરના રોજ એક એક્ઝીક્યુટિવ ઓર્ડર સાઈન કર્યો જે મુજબ નવા H-1B વિઝા મેળવવા માટે એક લાખ ડોલરની ફી ચૂકવવી પડશે. ટ્રમ્પ સરકારના આ નિર્ણયથી એન્જિનિયરિંગ, ટેક અને સાયન્સ ઈન્ડસ્ટ્રી હચમચી ગયા છે. માઈક્રોસોફ્ટ, એપ્પલ, અમેઝોન સહિત દુનિયાની મોટી મોટી કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે. કારણ કે હવે તેમણે H-1B વિઝા ધારકોને હાયર કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે જેનાથી આર્થિક બોજો પણ વધશે.
H-1B વિઝા મેળવનારામાં 70 ટકા ભારતીયો
અમેરિકામાં 70 ટકા H-1B વિઝા ધારકો ભારતીયો છે. આથી ભારતીયો પર ટ્રમ્પ સરકારના આ નવા નિર્ણયની સૌથી વધુ અસર પડશે. જો કે ટ્રમ્પ સરકાર એક્ઝીક્યુટિવ ઓર્ડર સાઈન કરીને નવા નિર્ણય સંલગ્ન FAQ મેન્યુઅલ ઓફિશિયલ વેબસાઈટ પર અપલોડ કરી ચૂકી છે અને ભારત પણ આ નિર્ણયને આત્મનિર્ભર ભારત અને મેક ઈન ઈન્ડિયા માટે ફાયદાકારક ગણાવી ચૂક્યો છે. પરંતુ ટ્રમ્પ સરકાર હવે એક લાખ ડોલર ફીમાંથી મેડિકલ સેક્ટરને છૂટ આપવા પર વિચાર કરી રહી છે. જો કે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.