9 વર્ષનો બાળક માતાને કહે છે-'મારે મરવું છે', દરેક માતા-પિતા ખાસ વાંચે, બચાવો તમારા બાળકને

વીડિયોમાં બાળક ચાકૂ માંગી રહ્યો છે જેથી કરીને પોતાની જાતને ખતમ કરી શકે. કોઈ નવ વર્ષના બાળકનો આ વ્યવહાર ખુબ જ શોકિંગ છે. આ સાથે જ એક મહત્વનો સવાલ ઊભો કરી રહ્યો છે કે આખરે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. કારણ ગમે તે હોય પરંતુ કોઈ બાળકની અંદર આત્મહત્યાનો ભાવ પેદા થાય તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. 

9 વર્ષનો બાળક માતાને કહે છે-'મારે મરવું છે', દરેક માતા-પિતા ખાસ વાંચે, બચાવો તમારા બાળકને

નવી દિલ્હી: આપણે બધા ક્યારેક ક્યારેક બાળપણમાં આપણા તોફાનીપણાના કારણે વઢ ખાતા હોઈએ છીએ. અનેકવાર માર પણ ખાધો હશે. આ જ કારણે આપણે કેટલીય વાર નારાજ પણ  થયા હોઈશું. પરંતુ શું આપણે ક્યારેય એટલા બધા પરેશાન થયા છીએ કે મરવાનું મન થઈ જાય. આ કિસ્સો ખુબ જ ચોંકાવનારો છે. આ બાળક સાથે જે થઈ રહ્યું છે તે આપણામાંથી કોઈના પણ  બાળક સાથે થઈ શકે છે અથવા તો થતું હશે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો ખુબ વાઈરલ થઈ રહ્યો છે જેમાં એક નવ વર્ષનો બાળક રડતા રડતા પોતાની જાતને ખતમ કરી નાખવાની વાત કરી રહ્યો છે. આ બાળક કથિત રીતે તેના શાળાના બાળકો દ્વારા બુલિંગ (Bullying એટલે કે પરેશાન કરવું, મજાક કરવું)નો ભોગ બન્યો છે. 

વીડિયોમાં બાળક ચાકૂ માંગી રહ્યો છે જેથી કરીને પોતાની જાતને ખતમ કરી શકે. કોઈ નવ વર્ષના બાળકનો આ વ્યવહાર ખુબ જ શોકિંગ છે. આ સાથે જ એક મહત્વનો સવાલ ઊભો કરી રહ્યો છે કે આખરે આપણો સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે. કારણ ગમે તે હોય પરંતુ કોઈ બાળકની અંદર આત્મહત્યાનો ભાવ પેદા થાય તે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. 

— YouDontNeedToKnowMyName (@S11E11B11A) February 20, 2020

મીડિયા રિપોર્ટ્સ મુજબ આ મામલો ઓસ્ટ્રેલિયાનો છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાઈરલ થઈ રહ્યો છે તે બાળકની માતાએ જ શેર કર્યો છે. મળતી માહિતી મુજબ બેયલ્સ પોતાના બાળક ક્વાડેનને લેવા માટે શાળાએ ગઈ હતી. પાછા ફરતી વખતે તેમનું બાળક કારની સીટ પર બેસીને જોર જોરથી રડી રહ્યું હતું અને પોતાની જાતને ખતમ કરવાની વાત કરતું હતું. ત્યારે જ માતાએ પોતાના કેમેરામાં આ દર્દનાક પળ કેદ કરી લીધી. 

કહેવાય છે કે બાળકની હાઈટ ઓછી છે. તે પોતાની ઉંમરના બાળકો કરતા હાઈટમાં ખુબ નાનો છે. આ જ કારણ છે કે તે બાળકને તેની સાથે ભણતા અન્ય બાળકો ચીડવે છે. ભોગ બનેલું બાળક રોજ રોજના આ બુલિંગથી ખુબ કંટાળી ગયો છે. એ હદે કંટાળ્યો છે કે હવે તેને મરવું સારું લાગે છે. ક્વાડેન બેયલ્સ નામના આ બાળકનો વીડિયો જેવો સોશિયલ મીડિયા પર પહોંચ્યો કે વાઈરલ થઈ ગયો. આ  ક્લિપને 14 મિલિયનથી પણ વધુવાર જોવાઈ છે. આ એક સંવેદનશીલ મામલો હતો એટલે ક્વાડેનના સપોર્ટમાં #WeStandWithQuaden નામનો એક હેશટેગ પણ ચાલ્યો. 

આ VIDEO પણ ખાસ જુઓ...

હોલિવૂડ ફિલ્મોના અભિનેતા હ્યુ જેકમેન અને બાસ્કેટબોલ ખેલાડી એન્સ કનેટર સહિત અનેક હસ્તીઓએ આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપી. 

સૌથી સારી વાત એ છે કે આ બાળક માટે ઓસ્ટ્રેલિયાના તમામ કોમેડિયન્સે મળીને ખુબ સારું કામ કર્યું. આ બધાએ મળીને બાળક માટે ડિઝનીલેન્ડની ટિકિટ્સ અરેન્જ કરી. ડિઝનીલેન્ડ બાળકો માટે દુનિયાની સૌથી પસંદગીની જગ્યા છે. 

આ વાર્તાની શરૂઆત ખુબ ખરાબ થઈ પરંતુ આશા છે કે તેનો અંત સુખદ આવશે. જે રીતે ઓસ્ટ્રેલિયાનો દરેક વ્યક્તિ આ બાળકના સપોર્ટમાં આવ્યો તે એક સારા સમાજની નિશાની છે. જે બાળકના કોન્ફિડન્સ માટે ખુબ સારી પહેલ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news