વાહ..અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસ આરામ, આ દેશ કરી રહ્યો છે શરૂઆત

સાંભળવામાં કદાચ તમને સપના જેવું લાગે પરંતુ આ સાચુ છે. દુનિયામાં એક દેશ એવો પણ છે જે અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ કામ કરવાની ઈચ્છા ધરાવે છે. આ દેશની સરકાર તેમના નાગરિકોને ત્રણ દિવસ આરામ આપવાનું વિચારી રહી છે.

વાહ..અઠવાડિયામાં 4 દિવસ કામ અને 3 દિવસ આરામ, આ દેશ કરી રહ્યો છે શરૂઆત

નવી દિલ્હી: સાંભળવામાં કદાચ તમને સપના જેવું લાગે પરંતુ આ સાચુ છે. દુનિયામાં એક દેશ એવો પણ છે જે અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ કામ કરવાની ઈચ્છા ધરાવે છે. આ દેશની સરકાર તેમના નાગરિકોને ત્રણ દિવસ આરામ આપવાનું વિચારી રહી છે. અહીં વાત થઈ રહી છે ફિનલેન્ડ (Finland) ની. દુનિયાના સૌથી યુવા વડાપ્રધાન એવા સના મારિને અઠવાડિયામાં ચાર દિવસ અને 6 કલાક કામ કરવાનો પ્રસ્તાવ કેબિનેટની પહેલી બેઠકમાં રજુ  કર્યો છે. જો બધુ પાર ઉતરશે તો ફિનલેન્ડ દુનિયાનો એવો દેશ બનશે જ્યાં માત્ર ચાર જ દિવસ નોકરીએ જવું પડશે. 

ફિનલેન્ડના વડાપ્રધાન સના મારિન (sanna marin) નું કહેવું છે કે સરકાર ઈચ્છે છે કે ત્યાંના નાગરિકો કામકાજ ઉપરાંત પોતાના પરિવાર અને પ્રિયજનો સાથે વધુ સમય પસાર કરશે. સરકારનું માનવું છે કે જો લોકો પરિવાર સાથે વધુ સમય વીતાવશે તો દેશની ઉત્પાદન ક્ષમતા પણ વધશે. મારિને પાડોશી દેશ સ્વીડનનો હવાલો આપતા કહ્યું કે ત્યાં 2015માં અઠવાડિયામાં 6 કલાક કામ કરવાના નિર્ણયથી ક્રાંતિકારી ફેરફાર આવ્યો છે. તેમનું માનવું છે કે કોઈ પણ માણસે એક અઠવાડિયામાં ફક્ત 24 કલાક જ કામ કરવું જોઈએ અને વધુમાં વધુ સમય પરિવારને આપવો જોઈએ. 

ચીની અબજપતિ જેક મા પણ કરી ચૂક્યા છે ચાર દિવસ કામની વકીલાત
આ અગાઉ ચીનના સૌથી અમીર વ્યક્તિ અને અલીબાબા કંપનીના માલિક જેક માએ 2017માં કહ્યું હતું કે અઠવાડિયામાં ચાર દિવસ જ કામ કરવું જોઈએ. તેમણે કહ્યું કે આગામી 30 વર્ષ બાદ લોકો અઠવાડિયામાં ફક્ત ચાર દિવસ જ કામ કરશે અને 3 દિવસ આરામ કરશે. જેક માનો તર્ક એ છે કે દુનિયામાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ સુચારું રીતે કામ કરે તો લોકો પર કામ કરવાનું ભારણ ઓછું થશે. 

જુઓ LIVE TV

માઈક્રોસોફ્ટ પણ કરી ચૂક્યું છે સફળ પ્રયત્ન
થોડા સમય પહેલા માઈક્રોસોફ્ટે પોતાનની જાપાન ઓફિસમાં ચાર દિવસ કામ કરવાની શરૂઆત કરી. થોડા સમય બાદ તેના જે પરિણામ આવ્યાં તે ચોંકાવનારા હતાં. કંપનીએ જાણ્યું કે ત્યાં ચાર દિવસ કામ કરવાના કારણે ઉત્પાદન ક્ષમતામાં જબરદસ્ત વધારો થયો છે. 

અઠવાડિયામાં 5 દિવસ કામ કરનારા દેશોમાં સરેરાશ કમાણી પણ વધુ
અત્રે જણાવીએ કે જે દેશ અઠવાડિયામાં પાંચ દિવસ કામ કરાવે છે ત્યાંની સરેરાશ કમાણી પણ વધુ સારી છે. જેમ કે અમેરિકામાં સરેરાશ કમાણી 43,59,059 રૂપિયા છે જ્યારે સ્વિટ્ઝરલેન્ડમાં 43,56,885 અને ઓસ્ટ્રેલિયામાં 37,72,745 રૂપિયા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news