દુનિયાને મહેકાવનાર પરફ્યૂમની શરૂઆત ક્યારે થઈ? જાણો ક્યાં બન્યુ હતું પહેલું પરફ્યૂમ
કોઈ પણ પ્રસંગ હોય કે પછી રૂટિન લાઈફમાં સુગંધનો ખુબ જ વધારે મહત્વ છે. ભાગ્ય એવા કોઈ હશે જેણે અંતર કે પરફ્યૂમનો ઉપયોગ ન કર્યો.અંતર, પરફ્યૂમ, ડિયો જેવા અનેક રૂપ છે આ સુગંધના જે દરેક વ્યક્તિનો અભિન અંગે બની ગયો છે.
નરેશ ધારાણી, અમદાવાદઃ ટીવી, સિનેમાં સહિતના માધ્યમોમાં આવતી જાહેર ખબરોમાં સુગંધનો મહત્વ જોવા મળે છે.ટૂથપેસ્ટ સહિતની વસ્તુઓમાં ખાસ સુગંધ પર વધારે ભાર મુકવામાં આવે છે.જેથી પરફ્યૂમની જાહેર ખબરમાં પણ ખુશબૂ આઠ-દસ દેખાવડી છોકરીઓ આકર્ષી લાવે છે તેવા દ્રશ્યો જોવા મળે છે.જેથી પરફ્યૂમ આજે દરેક લોકો ઉપયોગ કરતા થયા છે.
સુવાસ, સુગંધ, ખુશબૂ માટે અંગ્રેજીમાં શબ્દ છે ‘અરોમા’. મૂળે ગ્રીક, વાયા લેટિન એવો આ અંગ્રેજી શબ્દ છે.અરોમાનો સીધો ગુજરાતી અર્થ તો સુવાસ કે સુગંધ. પણ સુગંધથી કંઈક વિશેષ, મીઠી સુગંધ કે દિલ- દિમાગના તાર ઝણઝણાવી મૂકે એવી ખુશબૂ, બહુ તીવ્ર નહીં. ગરમ કોફી કે ચામાંથી આવતી સુગંધ એટલે અરોમા થાય છે.પરંતુ પરફ્યૂમ આજે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી સુગંધિત વસ્તુ છે.જેથી તેનો મહત્વ જાહેર ખબરથી લઈને ફિલ્મોમાં પણ જોવા મળે છે.
5 Star Hotel ને પણ ટક્કર મારે તેવા દુનિયાના TOP-10 Airport, જુઓ PHOTOS
પરફ્યૂમનો ઈતિહાસ Perfume
અંતર માટે ઇજિપ્તના લોકો મુખ્યત્વે જવાબદાર છે. ઇજિપ્તવાસીઓ ધાર્મિક પ્રસંગોથી માંડી દફ્નાવવા સુધી સુગંધી પદાર્થનો ઉપયોગ કરતા હતા. જે આજે આખા વિશ્વને ઘેલું લગાડનાર મિલિયન, બિલિયન, ટ્રિલિયન ડોલરનો ઉદ્યોગ બની ગયો છે. ફૂલોના અર્કમાંથી બનતાં અત્તર મોંઘાં હોય છે, તેનો ઉપયોગ પણ અંશમાત્ર કરવાનો. રૂના નાના પૂમડામાં અત્તર લગાવી કાનમાં ખોસવાનું ચલણ આજે પણ પ્રચલિત છે આજે બાથરૂમથી લઈને કિચન અને બેડરૂમ સુધી પોતાની પકળ જમાવી છે.પરફ્યૂમનો ઉપયોગ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે.જે રૂમ સ્પ્રે, કેન્ડલ, બોડી સ્પ્રે, ડિયો, પરફ્યૂમના રૂપમાં જોવા મળે છે.
આ સુગંધિત વસ્તુ આપણી જીંદગીમાં ક્યારે આવી
પરફ્યૂમથી પહેલા અંતરે જન્મ લીધો હતો.અંતર અરબી ભાષાના ઓત્ર શબ્દ પરથી બન્યો છે.જેનો અર્થ થાય છે ખૂશ્બૂ.જેને તમામ ધર્મોમાં ઉપયોગ થાય છે.એવું માનવમાં આવે છે એ ગોવાળિયાને જંગલમાં ખુશ્બુદાર જડીબુટ્ટી મળી હતી.જેને સળગાવવાથી સમગ્ર વાતાવરણમાં સુગંધ પ્રસરી જતી હતી.જેથી તેનો પૂજા-પાઠમાં ઉપયોગ શરૂ કરવામાં આવ્યો હતો.આદિકાળમાં સુગંધિત લાકડાઓથી હવન કરી ભગવાનને રિઝવવાનો પ્રયાસ થતો હતો.પરંતુ આધુનિકર સાથે આ સુગંધિત વસ્તુએ પરફ્યૂમનો રૂપ ધારણ કર્યો
Top Hill Stations in India: એકવાર ભારતના આ હિલ સ્ટેશનોની મુલાકાત અચુક લેજો, હંમેશા રહેશે યાદગાર
સૌથી પહેલા ક્યાં બન્યું હતું પર્ફ્યૂમ History and origin of Perfume and ittar
સિંધુ ઘાટી સભ્યતામાં સૌથી પહેલા પરફ્યૂમ બનાવવાના વાસણો મળી આવે છે.જેને દેગ કહેવામાં આવતા હતા.500 વર્ષ પહેલા પરફ્યૂમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.પારંપરીક રીતે અંતર બનાવનારા આ વાસણોને લઇને ફૂલોવાળી જગ્યાએ જતા હતા.અને પરફ્યૂમ બનાવતા હતા.
કોણે બનાવ્યું પહેલું પરફ્યૂમ
આમ તો પરફ્યૂમની શરૂઆત અંગે અનેક મત જોવા મળે છે.પરંતુ પુરાવાના આધારે દુનિયામાં સૌથી પહેલા પરફ્યૂમની શરૂઆત મેસોપોટેમીઅન્સ, પર્સિયન અને ઇજિપ્તવાસીઓ કરી હતી.એવું માનવામાં આવે છે કે બેબીલોનિયામાં તાપ્પુતી નામની એક મહિલા કેમિસ્ટે સુગંધ, તેલ અને ફૂલોના મિશ્રણથી પહેલું પરફ્યૂમ બનાવ્યું હતું.જેનો પહેલા શ્રીમતો ઉપયોગ કરતા હતા.સાથે જ ધાર્મિક પ્રસંગો અને અંતિમવિધિમાં ઉપયોગમાં લેવાતું હતું.
ભારતમાં પરફ્યૂમની શરૂઆત ક્યારે થઈ
સૌ પ્રથમ તો પરફ્યૂમ શબ્દનો અર્થ જાણીએ. પરફ્યૂમ શબ્દ ફ્રેંચ ભાષાનો શબ્દ છે.જે ફારસી ભાષાના અંતર શબ્દ પરથી આવ્યો છે.અંતરનો અર્થ થાય છે સુગંધિત તેલ.પરફ્યૂમનો છઠી શબ્દમાં લખાયેલી બ્રહ્મસંહિતામાં પણ ઉલ્લેખ જોવા મળે છે.જેમાં એક આખુ ચેપ્ટર ગંધયુકિ નામનું છે.જેમાં પરફ્યૂમ બનાવવીની વિધિ સહિતની તમામ માહિતી આપેલી છે.
રાજવાડાઓના સમયમાં બનતું હતું અત્તર
કન્નૌજ જો આજે પોતાના અંતર માટે વિશ્વ વિખ્યાત છે.પરંતુ 7મી સદીમાં રાજા હર્ષવર્ધનના રાજમાં અંતરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.જેને ફારસી વિધિ મુજબ બનાવવામાં આવતું હતું.જે આજે પણ અંતર બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.અંતરનું યુરોપ સુધી સપ્લાઈ કરવામાં આવતું હતું.
જો તમે આ ગીતો જાહેરમાં ગાશો તો થવું પડશે જેલ ભેગા! એકવાર વાંચી લેજો નહીં તો 'પડશે' તકલીફ
અંતર અને પરફ્યૂમમાં શું ફરક હોય છે
અંતરમાં આલ્કોહલની માત્રા ન હોવાથી તે ઘાટુ અને વજનદાર હોય છે.જેની સુગંધ પણ લાંબા સમય સુધી રહે છે.અંતરને સિંધુ શરીર પર લગાવવામાં આવે છે.જ્યારે પરફ્યૂમમાં આલ્કોહોલનું પ્રમાણ વધારે હોય છે.સાથે પરફ્યૂમમાં પાણી અને સુગંધિત તેલનો મિશ્રણ કરવામાં આવે છે.જેની સુગંધ અતંર જેટલી લાંબા સમય સુધી નથી રહેતી.
કેવી રીતે બને છે અત્તર
અંતરને આસવન વિધિથી બનાવવામાં આવે છે.જેના માટે સુગંધિત લાકડા અને ફૂલોને તેલમાં ડુબાડીને રાખવામાં આવે છે.જેથી લાકડા અને ફૂલની સુગંધ તેલમાં આવી જાય છે.આસવન વિધિથી તેલ અંતરમાં રૂપાતંરીત થઈ જાય છે.
Valentine's Day: આ છે ગુજરાતના વીર-ઝારાંની પ્રેમકહાનીઃ સગાઈ બાદ 17 વર્ષે થયું મિલન, વાંચતા વાંચતા આંખો થઈ જશે ભીની...
હૈદરાબાદના નિઝામ હતા અંતરના શોખીન
હૈદરાબાદી નિઝામને ચમેલી અને જૈસ્મિન ખુબ જ પસંદ હતા.મુગલોની રાણીઓને (ood)ઓડનો અંતર ખુબ જ પસંદ હતું.અબુલ ફઝલની આઈને અકબરીમાં પણ અંતરનો અકબર દરરોજ ઉપયોગ કરતા હોવાનો ઉલ્લેખ છે.મહાન શાયર મિર્ઝા ગાલિબ પણ અંતરના શોખીન હતા.મર્ઝા ગાલિબ જ્યારે તેની મહેબુબાને મળવા ગયા ત્યારે હિનાનું અંતર લગાવ્યું હતું.એવું માનવામાં આવે છે કે મુગલ બાદશાહ જહાંગીરની પત્ની અને પ્રેયસી નૂરજહાએ ગુલાબજળની શોધ કરી.પરંપરા મુજબ આખી દુનિયામાં મહેમાનો આવે ત્યારે અથવા પ્રસંગોમાં અંતરની ભેટ આપવામાં આવે છે. અંતરને સજાવટની અને કાંચની સુંદર બોટલમાં રાખવામાં આવે છે.જેને ઈત્રદાન પણ કહેવામાં આવે છે.પૂર્વની સંસ્કૂતીમાં આજે પણ મહેમાનોને અંતરની ભેટ આપવાની પ્રથા જોવા મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube