)
હોંગકોંગના તાઈ પો વિસ્તારમાં વાંગ ફૂક કોર્ટ આવાસીય કોમ્પલેક્સમાં મંગળવાર સાંજે લાગેલી આગે સમગ્ર દુનિયાને સ્તબ્ધ કરી નાખી. 1945 બાદ હોંગકોંગનો સૌથી ઘાતક અગ્નિકાંડ સાબિત થઈ રહ્યો છે. જ્યાં 16 કલાક બાદ પણ આગ સંપૂર્ણ રીતે ઓલવાઈ નથી. 32 માળના આઠ ટાવરોવાળી આ સોસાયટીમાં મોટાભાગે વૃદ્ધ અને પરિવાર રહેતા હતા. આગની ચપેટમાં સાત ટાવર સંપૂર્ણ રીતે ઘેરાઈ ચૂક્યા છે. જાણો આ દર્દનાક અકસ્મતની આખી કહાની અને લેટેસ્ટ અપડેટ્સ.
ક્યાં અને કેવી રીતે લાગી આગ
મીડિયા રિપોર્ટ્સ મુજબ વાંગ ફૂક કોર્ટમાં લગભગ 32 માળની 8 જેટલી ઊંચી ઈમારતો છે. જ્યાં લગભગ 4800 લોકો રહેતા હતા. ગત વર્ષ જુલાઈથી તેનું મરામ્મત અને પેન્ટિંગનું કામ ચાલુ હતું. બિલ્ડિંગની બહાર વાંસના સ્કેફોલ્ડિંગ અને લીલી નેટિંગ લાગેલા હતા. મંગળવારે બપોરે લગભગ 3 વાગે શોર્ટ સર્કિટ કે કોઈ ચિંગારીના કારણે આગ ભડકી ઊઠી. વાંસ અને પ્લાસ્ટિક સામગ્રી હોવાના કારણે આગે માત્ર 10 મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ. જોરદાર પવને આ આગને વધુ ભયાનક બનાવી જેના કારણે સાત ટાવરો સુધી આગ ફેલાઈ ગઈ.
Three men arrested for manslaughter after NIGHTMARE Hong Kong fire
At least 40 people now dead, nearly 300 missing
City officials still haven’t commented on the cause of the blaze https://t.co/YoP9MNDj5k pic.twitter.com/CqdsJyZJMO
— RT (@RT_com) November 26, 2025
આગ બેકાબૂ
આ આવાસીય કોમ્પ્લેક્સમાં કુલ 8 ટાવર છે. લગભગ 2000 ફ્લેટ અને લગભગ 4800 રહીશો હતા. આગ ભારે પવનને કારણે સાત ટાવરો સુધી ફેલાઈ ચૂકી હતી. ઈમારતો ઊંચી હતી અને બચાવ ટુકડીઓ માટે અંદર પ્રવેશવું ખુબ મુશ્કેલ હતું. તૂટી રહેલો કાટમાળ, ભારે ગરમી અને ધૂમાડો તથા ઊંચાઈના કારણે રાહતકાર્ય કપરું બન્યું છે.
લેવલ-5 એલાર્મ આગ
આગ એટલી ઝડપથી ફેલાઈ કે પહેલા એલાર્મ સ્તર 1 જાહેર થયું. ત્યારબાદ બપોર સુધીમાં સ્તર 4 અને સાંજ પડતા સુધીમાં તો સૌથી વધુ ગંભીર એવું લેવલ-5 એલાર્મ સુધી પહોંચી ગયું. હોંગકોંગમં તેને ખુબ ગંભીર ગણવામાં આવે છે. ગણતરીના કલાકોમાં આગ અનેક ટાવરો સુધી પહોંચી ચૂકી હતી. સ્થિતિ અત્યારે પણ ખુબ ભયાનક છે.
રાહત-બચાવ અને હાનિ
ઘટનાસ્થળ પર 767થી વધુ ફાયરકર્મીઓ, 128 ફાયર ગાડીઓ, અને 57 જેટલી એમ્બ્યુલન્સ પહોંચી છે. અનેક લોકો દાઝેલી હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા, લગભગ 45 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ છે. પરંતુ અફસોસ છે કે અત્યાર સુધી આ આગની ઘટનામાં ઓછામાં ઓછા 44 લોકોના મોત થયા છે. જેમાં એક ફાયરકર્મી પણ સામેલ છે. જ્યારે લગભગ 300 લોકો હજુ પણ ગૂમ હોવાનું કહેવાય છે. કેટલાક લોકોને અસ્થાયી શેલ્ટરોમાં ખસેડાયા છે અને અનેક ઘર બળીને ભસ્મ થઈ ચૂક્યા છે.
A massive blaze engulfed several residential towers in Hong Kong's Tai Po district, leaving more than a dozen dead as emergency crews struggled to rescue unknown numbers of trapped residents amid intense heat and spreading flames https://t.co/HYxGqKfMyz pic.twitter.com/BVRjrooGqL
— Reuters (@Reuters) November 26, 2025
મૃત્યુઆંક કેટલો થયો
મૃતકોની સંખ્યા- 44 (40 જેટલા લોકો તો ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા)
ગૂમ 300 (મોટાભાગે વૃદ્ધ માતા પિતા અને નાના બાળકો)
ઘાયલ- 45થી વદુ લોકો, અનેકની ગંભીર હાલત ( આ આંકડો અહેવાલ લખાય છે ત્યાં સુધીનો છે)
કાનૂની કાર્યવાહી
હોંગકોંગ પોલીસે તાબડતોબ એક્શન લેતા 3 લોકોની ધરપકડ કરી છે. કોન્ટ્રાક્ટર કંપનીના બે માલિક અને એક એન્જિનિયર. આ લોકો પર બેદરકારીના કારણે હત્યાનો મામલો નોંધાયો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ફાયર રેટાર્ડેન્ટ સામગ્રીનો ઉપયોગ નહતો કરાયો અને સ્કેફોલ્ડિંગમાં સસ્તા પ્લાસ્ટિકનો ઉપયોગ થયો. એક સ્પેશિયલ તપાસ ટીમ બનાવવામાં આવી છે.
ચૂંટણી ટળશે?
હોંગકોંગમાં 7 ડિસેમ્બરના રોજ મહત્વપૂર્ણ સ્થાનિક ચૂંટણી છે. આ સોસાયટીમાં જ લગભગ 4800 વોટર રહેતા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં શોકની લહેર છે અને કેમ્પેઈન સંપૂર્ણ રીતે ઠપ્પ છે. અનેક રહીશો સવાલ ઉઠાવી રહ્યા છે કે આવા માહોલમમાં ચૂંટણી કઈ રીતે? સરકારે પણ હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન આપ્યું નથી. પરંતુ સ્થિતિ ખુબ સંવેદનશીલ છે.
હેલ્પલાઈન નંબર
800 ફાયરકર્મી, 140 ગાડીઓ ત્યાં હાજર છે. 1400 ખાલી ઘર તૈયાર રાખવામાં આવ્યા છે. હેલ્પલાઈન +852 1878 999 જાહેર કરાયો છે. તપાસ માટે સ્પેશિયલ ટીમ બનાવવામાં આવેલી છે.