Nuclear Bombs: ઘણીવાર લોકોના મનમાં આ પ્રશ્ન ઉઠતો હોય છે કે, આખરે કેટલા પરમાણુ બોમ્બ આખી દુનિયાને તબાહ કરી શકે છે. ચાલો જાણીએ શું છે આ પ્રશ્નનો જવાબ.

Nuclear Bombs: મિડલ ઈસ્ટમાં હાલમાં તણાવ ચાલી રહ્યો છે. જો કે, અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ (સીઝફાયર) કાયમ છે. આ દરમિયાન લોકોના મનમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે આખરે કેટલા પરમાણુ બોમ્બ આખી દુનિયાને તબાહ કરી શકે છે?
માત્ર 100 બોમ્બ જ પૂરતા છે?
આ સાંભળવામાં કદાચ અજીબ લાગી શકે છે, પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, લગભગ 100 પરમાણુ બોમ્બ ફોડવા જ આધુનિક સભ્યતાને ખતમ કરવા માટે પૂરતા હોઈ શકે છે. આ વિસ્ફોટોથી વાતાવરણમાં ભારે માત્રામાં ધુમાડો અને રાખ ફેલાઈ જશે. તેનાથી સૂર્યનો પ્રકાશ અટકી જશે અને 'ન્યુક્લિયર વિન્ટર' (Nuclear Winter) શરૂ થઈ જશે.
દુનિયામાં હથિયારોનો વર્તમાન જથ્થો
આજે દુનિયામાં 12,000થી વધુ પરમાણુ હથિયારો મોજૂદ છે. આવી સ્થિતિમાં મોટા પાયે પરમાણુ યુદ્ધ પૃથ્વી પરના મોટાભાગના જીવનને ખતમ કરી શકે છે. તાત્કાલિક થતા વિસ્ફોટ, રેડિયેશનનો સંપર્ક અને લાંબા સમય સુધી થતું પર્યાવરણીય નુકસાન, વિસ્ફોટ વાળી જગ્યાથી દૂર રહેતા લોકો માટે પણ જીવિત રહેવું ઘણું મુશ્કેલ બનાવી દેશે.
તેની જબરદસ્ત શક્તિ હોવા છતાં પરમાણુ હથિયારો પૃથ્વીને ભૌતિક રીતે નષ્ટ કરી શકતા નથી. પૃથ્વીને ટુકડાઓમાં તોડવા માટે જેટલી ઊર્જાની જરૂર પડશે, તે તમામ પરમાણુ બોમ્બની કુલ શક્તિ કરતા અબજો ગણી વધારે છે. આનો અર્થ એ છે કે, ભલે માણસો ન બચે, પણ પૃથ્વી ટકી રહેશે.
પરમાણુ યુદ્ધના ભયાનક પરિણામો
પરમાણુ યુદ્ધનું સૌથી ખતરનાક પરિણામ માત્ર વિસ્ફોટો નથી, પરંતુ ત્યારબાદની સ્થિતિ છે. ધુમાડાના વાદળો વર્ષો સુધી સૂર્યપ્રકાશને રોકી શકે છે. આના કારણે પૃથ્વીનું તાપમાન ઝડપથી ઘટી જશે અને આખી દુનિયાની કૃષિ વ્યવસ્થા ઠપ થઈ જશે.
આજના બોમ્બ કેટલા શક્તિશાળી છે?
આજના હાઈડ્રોજન બોમ્બ પહેલાના પરમાણુ બોમ્બની સરખામણીમાં ઘણા વધારે શક્તિશાળી છે. તેમાંથી કેટલાક બોમ્બ તો હિરોશિમા પર ફેંકવામાં આવેલા બોમ્બ કરતા 3000 ગણા વધુ શક્તિશાળી છે. પરમાણુ હથિયારોનો વર્તમાન વૈશ્વિક જથ્થો માનવ સભ્યતાને એક વાર નહીં પણ અનેક વાર ખતમ કરવાની ક્ષમતા ધરાવે છે. આ બાબત દર્શાવે છે કે, આમાં કેટલું મોટું જોખમ રહેલું છે.