America: ગન કલ્ચરની ક્રૂરતા, ત્રણ વર્ષના બાળકે 8 મહિનાના ભાઈને મારી ગોળી

અમેરિકાના હ્યૂસ્ટનમાં શુક્રવારે આઠ મહિનાના બાળકનું ગોળી વાગવાથી મોત થયું. પોલીસનું માનવુ છે કે બાળકના ત્રણ વર્ષના મોટા ભાઈના હાથમાં ઘરમાં રાખેલી બંદૂક હાથમાં આવી ગઈ અને તેણે ગોળી ચલાવી. 

America: ગન કલ્ચરની ક્રૂરતા, ત્રણ વર્ષના બાળકે 8 મહિનાના ભાઈને મારી ગોળી

હ્યૂસ્ટનઃ અમેરિકાના હ્યૂસ્ટનમાં શુક્રવારે આઠ મહિનાના બાળકનું ગોળી વાગવાથી મોત થયું. પોલીસનું માનવુ છે કે બાળકના ત્રણ વર્ષના મોટા ભાઈના હાથમાં ઘરમાં રાખેલી બંદૂક હાથમાં આવી ગઈ અને તેણે ગોળી ચલાવી. હ્યૂસ્ટન પોલીસ ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી ચીફ વેન્ડી બૈમબ્રિજે જણાવ્યુ કે બાળકને શુક્રવારે પેટમાં ગોળી વાગી. પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત બાળકને હોસ્પિટલ લઈ આવ્યા, જ્યાં તેનું મોત થયું હતું. 

પોલીસે હથિયારોને બાળકોની પહોંચથી દૂર રાખવાની અપીલ કરી
ડેપ્યુટી પોલીસ ચીફ બૈમબ્રિજે કહ્યુ કે, હું તમામ માતા-પિતાને અપીલ કરવા ઈચ્છુ છું કે તે પોતાના હથિયારો ઘરમાં બાળકોની પહોંચથી દૂર રાખે. તમે હથિયારોને સુરક્ષિત રાખવા માટે અનેક વસ્તુ કરી શકો છો. મહેરબાની કરી આ પરિવાર માટે દુવા કરો. આ એક દુખદાયક ઘટના છે. તપાસકર્તાઓને શરૂઆતમાં ઘટનામાં ઉપયોગ થયેલી બંદૂક ન મળી પરંતુ બાદમાં તે વાહનની અંદરથી જપ્ત કરવામાં આવી જેમાં પરિવારના સભ્યો બાળકને હોસ્પિટલ લઈ આવ્યા હતા.

બાળક વિરુદ્ધ ગુનો દાખલ થયો નથી
બૈમબ્રિજે જણાવ્યુ કે તપાસકર્તા અને ફરિયાદી તે જાણકારી મેળવી રહ્યાં છે કે આ મામલામાં કોઈ આરોપ લગાવવામાં આવશે કે નહીં. હજુ પોલીસે બાળક વિરુદ્ધ કોઈ કેસ દાખલ કર્યો નથી. હકીકદતમાં નાના બાળક વિરુદ્ધ ક્યા કાયદા અનુસાર કેસ દાખલ કરવામાં આવે તે પોલીસ જોઈ રહી છે. 

અમેરિકામાં ગન કલ્ચરને કારણે હજારોના મોત
અમેરિકામાં ગન કલ્ચર દર વર્ષે હજારો લોકોના જીવ લેવાનું કારણ બને છે. અહેવાલ અનુસાર વર્ષ 2021માં અમેરિકામાં અત્યાર સુધી ફાયરિંગના મામલામાં 450 લોકોના મોત થઈ ચુક્યા છે. સ્માલ આર્મ્સ સર્વે પ્રમાણે અમેરિકામાં 100માંથી 88 નાગરિકો પાસે હથિયાર છે. જેમાં દર વર્ષે મોટો વધારો થઈ રહ્યો છે. એવા લોકો પણ મોટી સંખ્યામાં છે જેની પાસે એકથી વધુ ગન છે. 

ઘરમાં રાખેલા હથિયાર બને છે મોતનું કારણ
અમેરિકા ધ ગન કંટ્રોલ એક્ટ 1968 (GCA) અનુસાર પિસ્તોલ કે કોઈપણ નાનુ હથિયાર ખરીદવા માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ. જ્યારે હેન્ડગન કે રાયફલ ખરીદવા માટે 21 વર્ષ. ગુનેગાર કે એક વર્ષથી વધુની સજા ભોગવેલી વ્યક્તિને હથિયાર વેચવા પર પ્રતિબંધ છે. પરંતુ આ દેશમાં ગેરકાયદેસર હથિયારનું પણ એક મોટુ માર્કેટ છે. જ્યાં સરળતાથી હથિયાર મળે છે. ઘરમાં રાખેલા હથિયાર એવા લોકોના હાથમાં આવી જાય છે જે બીજાનો જીવ લઈ લે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news