ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકતા ચીન ચિંતાતૂર થઈ ગયું, આપ્યું આ નિવેદન

ભારતમાં 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકાયા બાદ ચીનના વિદેશ મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે આ મુદ્દે ચીન ખુબ ચિંતિત છે અને સમગ્ર મામલે જાણકારી મેળવવામાં આવી રહી છે. નોંધનીય છે કે ગઈ કાલે જ મોદી સરકારે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. 

ભારતે 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકતા ચીન ચિંતાતૂર થઈ ગયું, આપ્યું આ નિવેદન

નવી દિલ્હી: ભારતમાં 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂકાયા બાદ ચીનના વિદેશ મંત્રાલયે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે, 'આ મુદ્દે ચીન ખુબ ચિંતિત છે અને સમગ્ર મામલે જાણકારી મેળવવામાં આવી રહી છે.' નોંધનીય છે કે ગઈ કાલે જ મોદી સરકારે ટિકટોક સહિત 59 ચાઈનીઝ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે. 

ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું કે 'અમે એ વાત પર ભાર મૂકવા માંગીએ છીએ કે ચીનની સરકાર હંમેશા ચીની ઉદ્યોગકારોને આંતરરાષ્ટ્રીય તથા સ્થાનિક કાયદા નિયમોનું પાલન કરવાનું કહે છે. રોકાણકારોના હિતોની રક્ષા કરવી એ ભારત સરકારની જવાબદારી છે. આ પેટર્ન ભારતીયોના હિતમાં પણ નથી.'

— ANI (@ANI) June 30, 2020

દેશની સુરક્ષા પર જોખમવાળા એપ્સ પર મોદી સરકારે તાબડતોબ કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધુ છે. ચીનની 59 એપ્સ પર તો પ્રતિબંધ લાગ્યો જ છે પરંતુ ચીનની બીજી એપ કે જેનાથી દેશની સુરક્ષાને જોખમ ઊભુ થઈ શકે છે તેના ઉપર પણ પ્રતિબંધ લગાવવાની તૈયારીઓ થઈ રહી છે. સંચાર મંત્રાલય ઈન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને કોઈ પણ એપનો ડેટા રોકરવાનું કહી શકે છે. 

જુઓ LIVE TV

ચીનમાં મચ્યો હડકંપ
ભારત સરકારે 59 એપ પર પ્રતિબંધ મૂકતાની સાથે જ ચીનમાં હડકંપ મચી ગયો છે. ચીનના સોશિયલ મીડિયા Weibo પર ભારત તરફથી લગાવવામાં આવેલો પ્રતિબંધ ટ્રેન્ડ કરી રહ્યો છે. #Indiabans59Chineseapps નામનો હેશટેગ Weibo પર ગઈ કાલથી ટ્રેન્ડ કરી રહ્યો છે. ચીનના લોકો સોશિયલ મીડિયા પર ભારત દ્વારા લેવાયેલા આ નિર્ણયથી પરેશાન જોવા મળ્યાં. ચીનના લોકોની પરેશાની એ છે કે ભારતના આ નિર્ણયથી ચીનમાં બેરોજગારી વધશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news