પાકિસ્તાનના વધુ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ, ભારતની એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા પાઈલટોનું સ્મારક બનાવ્યું

પાકિસ્તાન (Pakistan)એ દુનિયાથી એક સત્ય છૂપાવ્યું છે. 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના (Indian Air Force)ની એર સ્ટ્રાઈક (Airstrike)માં માર્યા ગયેલા પાકિસ્તાની પાઈલટો માટે સ્મારક બનાવડાવ્યું છે.

પાકિસ્તાનના વધુ એક જુઠ્ઠાણાનો પર્દાફાશ, ભારતની એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા પાઈલટોનું સ્મારક બનાવ્યું

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan)એ દુનિયાથી એક સત્ય છૂપાવ્યું છે. 27 ફેબ્રુઆરીના રોજ ભારતીય વાયુસેના (Indian Air Force)ની એર સ્ટ્રાઈક (Airstrike)માં માર્યા ગયેલા પાકિસ્તાની પાઈલટો માટે સ્મારક બનાવડાવ્યું છે. આ મેમોરિયલનું ઉદ્ધાટન 7 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન વાયુસેના દિવસના રોજ કરવામાં આવ્યું. જો કે આ સ્મારક પર પાકિસ્તાને માર્યા ગયેલા એક પણ પાઈલટનું નામ રાખ્યું નથી. એટલું જ નહીં પાકિસ્તાને એમરોમ મિસાઈલ (AMRAAM Missile)થી સુખોઈ (Sukhoi)ને તોડી પાડવાની વાત આ મેમોરિયલમાં લખી છે. ભારતે તેના પર કડક આપત્તિ જતાવી છે. 

ભારતે તેને પાકિસ્તાનનો એક વધુ પ્રોપેગેન્ડા ગણાવ્યો છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે પાકિસ્તાનનું 27 ફેબ્રુઆરીનું મેમોરિયલ એક જુઠ્ઠાણું, ચાલાકી અને છળ છે. ભારતે પાકિસ્તાનના દાવાને ફગાવતા કહ્યું કે આ મેમોરિયલ ખોટા દાવા પર આધારિત છે. 

પાકિસ્તાને મેમોરિયલમાં કર્યા ખોટા દાવા
પાકિસ્તાને આ મેમોરિયલમાં એમરોમ મિસાઈલથી સુખોઈને તોડી પાડવાનો દાવો કર્યો છે. મેમોરિયલમાં લખવામાં આવ્યું છે કે સુખોઈ-30 MKIને PAF F-16 ઉડાવી રહેલા સ્ક્વોડ્રન લીડર હસન મહેમૂદ સિદ્દીકીએ AIM-120 એમરોમ બીવીઆર મિસાઈલનો ઉપયોગ કરીને તોડી પાડ્યું હતું. હકીકત એ છે કે એમરોન મિસાઈલ ફક્ત એફ-16થી જ છોડી શકય છે. પાકિસ્તાનનું કહેવું છે કે મિગ-21 બાઈસનને પણ એમરોમથી નિશાન બનાવવામાં આવ્યું હતું. જ્યારે હકીકત એ છે કે અભિનંદને એફ-16 તોડી પાડ્યું હતું જેની પુષ્ટિ પાકિસ્તાને પણ કરી હતી. 

જુઓ LIVE TV

નોંધનીય છે કે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં 14મી ફેબ્રુઆરીએ આતંકીઓએ આત્મઘાતી હુમલો કર્યો હતો. જેમાં 40 જવાનો શહીદ થયા હતાં. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદે લીધી હતી. ભારતે 26 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના કેમ્પને નિશાન બનાવીને એર સ્ટ્રાઈક કરી હતી જેમાં અનેક આતંકીઓનો ખાત્મો થયો હતો. તેના બીજા દિવસે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાન એરફોર્સના જેટ્સ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના સુંદરબનીમાં પ્રવેશ્યા હતાં ભારતીય વાયુસેનાએ તેમને ખદેડી મૂક્યા હતાં. 

વિંગ કમાન્ડર અભિનંદને પાકિસ્તાન ફાઈટર જેટને નૌશેરા સેક્ટરમાં તોડી પાડ્યું હતું. જો કે તેમનું વિમાન ક્રેશ થયું હતું અને તેઓ પીઓકેમાં પડ્યાં હતાં. જ્યાંથી પાકિસ્તાની સૈનિકો તેમને પાકિસ્તાન લઈ ગયા હતાં. જો કે 48 કલાકની અંદર જ અભિનંદન સકુશળ  પાછા ફર્યા હતાં. પાકિસ્તાને 27 ફેબ્રુઆરીના રોજ માર્યા ગયેલા પોતાના પાઈલટો અંગે ક્યારેય સ્વીકાર્યું નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news