Coronavirus: ભારતમાં કોરોનાની બીજી લહેર કેમ વિકરાળ બની અને લોકડાઉન પર Dr. Fauci નું મોટું નિવેદન

અમેરિકાના ટોચના સંક્રામક રોગોના વિશેષજ્ઞ ડો. એન્થની ફાઉચીએ અમેરિકી સાંસદોને કહ્યું કે ભારતે કોરોનાને લઈને ખોટી ધારણા બનાવી નાખી. તેમને લાગ્યું કે ત્યાં કોવિડ-19નો પ્રકોપ ખતમ થઈ ગયો છે. તેમણે સમય પહેલા જ લોકડાઉન હટાવી લીધુ અને પરિણામ એ આવ્યું કે તે ગંભીર સંકટમાં ફસાઈ ગયું છે. 
Coronavirus: ભારતમાં કોરોનાની બીજી લહેર કેમ વિકરાળ બની અને લોકડાઉન પર Dr. Fauci નું મોટું નિવેદન

નવી દિલ્હી: અમેરિકાના ટોચના સંક્રામક રોગોના વિશેષજ્ઞ ડો. એન્થની ફાઉચીએ અમેરિકી સાંસદોને કહ્યું કે ભારતે કોરોનાને લઈને ખોટી ધારણા બનાવી નાખી. તેમને લાગ્યું કે ત્યાં કોવિડ-19નો પ્રકોપ ખતમ થઈ ગયો છે. તેમણે સમય પહેલા જ લોકડાઉન હટાવી લીધુ અને પરિણામ એ આવ્યું કે તે ગંભીર સંકટમાં ફસાઈ ગયું છે. 

ભારત કોરોના વાયરસની બીજી લહેરથી ખુબ જ ખરાબ રીતે પ્રભાવિત છે. અનેક રાજ્યોમાં હોસ્પિટલો સ્વાસ્થ્યકર્મીઓ, રસી, ઓક્સિજન, દવાઓ અને બેડની અછત સામે ઝઝૂમી રહ્યા છે. 

રાષ્ટ્રપતિ જો બાઈડેનના મુખ્ય ચિકિત્સા સલાહકાર છે ડો.ફાઉચી
ફાઉચીએ કોવિડ-19 પર પ્રતિક્રિયા મંગળવારે સુનાવણી દરમિયાન સેનેટની સ્વાસ્થ્ય, શિક્ષણ, શ્રણ અને પેન્શન સમિતિને કહ્યું, ભારત હાલ જે ગંભીર સંકટમાં છે તેનું કારણ એ છે કે તેમણે કોરોનાના વધતા પ્રભાવને સમજવાની ભૂલ કરી. તેમણે સમય પહેલા જ બધુ ખોલી નાખ્યું અને હવે વાયરસના પ્રકોપની ચરમસીમા ત્યાં જોવા મળી રહી છે. તેનો વિનાશકારી પ્રભાવ દુનિયા જોઈ રહી છે. ડો. ફાઉચી અમેરિકાના નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એલર્જી એન્ડ ઈન્ફેક્શન્સ ડિસિસિસ (એઆઈએઆઈડી)ના ડાઈરેક્ટર છે અને રાષ્ટ્રપતિ જો બાઈડેનના મુખ્ય ચિકિત્સા સલાહકાર પણ છે. 

છ કરોડ એસ્ટ્રાજેનેકા રસી બીજાને આપશે અમેરિકા
સુનાવણીની અધ્યક્ષતા કરી રહેલા સેનેટર પેટી મુર્રેએ કહ્યું કે કોરોનાથી સર્જાયેલી ભારતની વર્તમાન સ્થિતિ એ તરફ ઈશારો કરી રહી છે કે જ્યાં સુધી બધી જગ્યાએ વૈશ્વિક મહામારી સમાપ્ત ન થાય ત્યાં સુધી અમેરિકા પોતાના ત્યાં તેને સમાપ્ત કરી શકશે નહીં. તેમણે કહ્યું કે મને ખુશી છે કે બાઈડેન પ્રશાસન વિશ્વ આરોગ્ય સંગઠનમાં ફરીથી સામેલ થઈને વૈશ્વિક લડતનું નેતૃત્વ કરી રહ્યું છે અને ચાર જુલાઈ સુધીમાં છ કરોડ એસ્ટ્રાજેનેકા રસી બીજા દેશોને આપવા માટે પ્રતિબદ્ધ છે. 

સ્થિતિને ક્યારેય ઓછી ન આંકે અમેરિકા
અમેરિકા ભારતમાં ચાલી રહેલા પ્રકોપથી શું શીખી શકે છે? આ સવાલ પર ફાઉચીએ કહ્યું કે સૌથી મહત્વપૂર્ણ ચીજ એ છે કે સ્થિતિને ક્યારેય ઓછી ન આંકો. તેમણે કહ્યું કે બીજી ચીજ જન સ્વાસ્થ્ય સંબંધમાં તૈયારી છે. તૈયારી જે ભવિષ્યની મહામારીઓ માટે આપણે કરવાની છે કે આપણે સ્થાનિક જન સ્વાસ્થ્ય અવસંરચનાઓના નિર્માણને ચાલુ રાખવાની જરૂર છે.

દુનિયામાં ક્યાંય પણ ખતરો હોય તો અમેરિકામાં પણ ખતરો
ફાઉચીએ કહ્યું કે એક વધુ બોધપાઠ એ લેવાની જરૂર છે કે આ વૈશ્વિક મહામારી છે જેને વૈશ્વિક પ્રતિક્રિયાની જરૂર છે અને દરેકે જવાબદારી તરફ ધ્યાન આપવું પડશે કે આ ફક્ત પોતાના દેશ પ્રત્યે જ નહીં પરંતુ બીજા દેશો સાથે સામેલ થવાની પણ જરૂર છે. જેથી કરીને આપણે હસ્તક્ષેપ કરી શકે ખાસ કરીને રસી મામલે. 

તેમણએ કહ્યું કે જો દુનિયાના કોઈ પણ ભાગમાં વાયરસનો પ્રકોપ ચાલુ રહેશે તો તેનાથી અમેરિકાને પણ જોખમ છે ખાસ કરીને વાયરસના અન્ય પ્રકારોનો અને તમે જાણો છો કે ભારતમાં એક પ્રકાર છે જે વાયરસનો નવો પ્રકાર છે. 

સમયસર વાયરસનો પ્રસાર રોકવો જરૂરી
આથી આ બધા માટે કેટલાક સબક છે જે ભારતમાં ચાલી રહેલી સ્થિતિને જોઈને તમે લઈ શકો છો. સેનેટર મુર્રેએ કહ્યું કે ભારતમાં ઘાતક પ્રકોપ એ વાતની યાદ અપાવે છે કે જ્યારે વાયરસ વધુ સંક્રમક રૂપ લઈ લે, વધુ ઘાતક સ્વરૂપ તૈયા કરી લે અને જ્યારે તે સ્વાસ્થ્ય માળખાઓ પર વધુ દબાણ નાખે ત્યારે વાયરસના પ્રસાર પર લગામ લગાવવામાં ન આવે તો શું થઈ શકે છે.

46 ટકા વસ્તીને રસી મળી
આ બધા વચ્ચે સીડીસીના આંકડા મુજબ દેશની 58 ટકા વસ્તીને રસીનો પહેલો ડોઝ અને લગભગ 46 ટકા વસ્તીને બીજો ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે 34 ટકા અમેરિકી વસ્તીને સંપૂર્ણ રીતે રસી અપાઈ ગઈ છે. આ અગાઉ ફાઉચીએ અનુમાન કર્યું હતું કે દેશને સંપૂર્ણ રીતે સુરક્ષિત થવા માટે 70થી 85 ટકા વસ્તીમાં રસી લાગવી જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news