ભારતનો પાકિસ્તાન પર જોરદાર એટેક, રાવલપિંડી, લાહોર, ઈસ્લામાબાદ એરબેસ પર ભીષણ ધડાકા

Rawalpindi Pakistan Blast:  મધરાત બાદ ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાનના અનેક એરબેસ પર જોરદાર ધડાકા થયા છે. પાકિસ્તાની મીડિયાએ રિપોર્ટ આપ્યા છે કે રાવલપિંડી અને લાહોરમાં ભારતે મોટો એટેક કર્યો છે. આ પહેલા પાકિસ્તાને એક સાથે ભારતના અનેક શહેરો પર હુમલાની કોશિશ કરી હતી. 

ભારતનો પાકિસ્તાન પર જોરદાર એટેક, રાવલપિંડી, લાહોર, ઈસ્લામાબાદ એરબેસ પર ભીષણ ધડાકા

પાકિસ્તાનની નાપાક હરકત પર ભારતીય સેના જડબાતોડ જવાબ આપી રહી છે. પાકિસ્તાની સેનાએ જણાવ્યું કે તેના નૂર ખાન, મુરીદ અને શોરકોટ એરબેસ પર મોટા ધડાકા થયા છે. રાવલપિંડીમાં નૂરખાન એરબેસ પર જોરદાર ધડાકાનો અવાજ સંભળાયો છે. ત્યાં સ્થાનિક લોકોએ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ઈસ્લામાબાદ અને લાહોરમાં પણ મોટા વિસ્ફોટ થયા છે. પાકિસ્તાની આર્મીએ દાવો કર્યો છે કે ભારતે 6 બેલિસ્ટિક મિસાઈલો છોડી છે. 

અત્રે જણાવવાનું કે પાકિસ્તાની સેનાએ શુક્રવાર અને શનિવારે રાત દરમિયાન એલઓસી અને  ઈન્ટરનેશનલ બોર્ડર પર અનેક ડ્રોન હુમલા કર્યા. નોર્થમાં બારામુલ્લાથી લઈને સાઉથ ભૂજ સુધી ભારતના 26 શહેરોને પાકિસ્તાને ટાર્ગેટ કરવાની કોશિશ કરી હતી. ત્યારબાદ ભારતે જોરદાર પલટવાર કર્યો. વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ પાકિસ્તાનના રાવલપિંડી, લાહોર અને ઈસ્લામાબાદમાં સાયરનો વાગતી રહી અને લોકો દહેશતમાં રસ્તાઓ પર ભાગવા લાગ્યા.

— Zee News (@ZeeNews) May 9, 2025

સોશિયલ મીડિયા પર જોવા મળતા વીડિયોમાં રાવલપિંડી નૂર ખાન બેસ પર જોરદાર ધડાકો થયો એવું સંભળાય છે. પાકિસ્તાનના હુમલાનો ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને શુક્રવારે રાતે ભારતની વસ્તીવાળા 26 શહેરો પર હુમલાની કોશિશ કરી હતી. ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવતા મધરાત બાદ પાકિસ્તાન પર જોરદાર આક્રમણ કર્યું છે. 

ભારતના જોરદાર પ્રહાર બાદ પાકિસ્તાન સંપૂર્ણ રીતે હચમચી ગયું છે. તેણે અડધી રાત બાદ જ પોતાના તમામ એરપોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. વહેલી સવારે 4.30 વાગ્યા બાદ પાકિસ્તાનના આકાશમાં એક પણ વિમાન ઉડતા જોવા મળ્યા નથી. 

ભારતના 26 શહેરો પર હુમલાની કોશિશ નિષ્ફળ
પહેલગામ આતંકી હુમલાના જવાબમાં ભારતનું ઓપરેશન સિંદૂર ચાલુ છે. કારણ કે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો છોડતું નથી. સતત ત્રીજા દિવસે તેણે ભારત પર ડ્રોન હુમલા કર્યા. ભારતીય રક્ષા મંત્રાલયે જણાવ્યું કે પાકિસ્તાનની સાથે આંતરરાષ્ટ્રીય સરહદ અને નિયંત્રણ રેખા પર 26 સ્થળો પર ડ્રોન જોવા મળ્યા. તેમાં સંદિગ્ધ સશસ્ત્ર ડ્રોન પણ હતા. બારામુલ્લા, શ્રીનગર, અવંતીપુરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભૂજ, કુઆરબેટ, અને લાખી નાળા પાસે પાકિસ્તાને ડ્રોન એટેક કરવાની કોશિશ કરી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news