India Pakistan War: બીજા મુસ્લીમ દેશ આગળ વધ્યા અને પાકિસ્તાન ખાડે ગયું છે, પાકના પાવરફુલ મુસ્લિમ નેતાએ સેનાને આડેહાથ લીધી

India Pakistan War: પાકિસ્તાનમાં એક સમયે સેનાના કટ્ટર સમર્થક રહેલા ધાર્મિક સંગઠન હાલની સ્થિતિમાં સેનાનો જ વિરોધ કરી રહ્યા છે. ભારત તરફથી થતી કાર્યવાહીને લઈ પાકના પાવરફુલ નેતા પાક સેના અને સરકારને આડેહાથ લઈ રહ્યા છે.
 

India Pakistan War: બીજા મુસ્લીમ દેશ આગળ વધ્યા અને પાકિસ્તાન ખાડે ગયું છે, પાકના પાવરફુલ મુસ્લિમ નેતાએ સેનાને આડેહાથ લીધી

India Pakistan War: પાકિસ્તાનની નાપાક હરકતો પછી ભારત તરફથી જડબાતોડ કાર્યવાહી થઈ રહી છે. તેવામાં પાકિસ્તાનના જ સૌથી પાવરફુલ મુસ્લિમ ફઝલ ઉર રહેમાન એ સેના અને સરકાર સામે મોરચો માંડી દીધો છે. એક સમયે ફઝલ ઉર રહેમાન પાકિસ્તાની સેનાના સૌથી મોટા હિમાયતી હતા અને ઈમરાન ખાનને સત્તા પરથી દુર કરવાની મુહિમ પણ તેણે સંભાળી હતી. પરંતુ હવે તે જ સેના વિરુદ્ધ થઈ ગયા છે.

ભારત તરફથી થતી જવાબી કાર્યવાહી રોકવામાં અસમર્થ સેનાનો વિરોધ પાકિસ્તાનમાં જ ખુલ્લેઆમ થવા લાગ્યો છે. ફઝલ ઉર રહેમાન પાકિસ્તાનમાં મજબૂત પકડ ધરાવતા જમીયત ઉલેમા એ ઈસ્લામ ફઝલના મુખિયા છે. તેમણે કહ્યું છે કે સરકાર અને સેનામાં સમન્વય અને વિશ્વાસ ન હોવાના કારણે દેશ તેની સજા ભોગવી રહ્યો છે. સરહદે પડકારની સાથે દેશની અર્થવ્યવસ્થા પણ ખરાબ થઈ ગઈ છે. 

પાકિસ્તાનની સ્થિતિ એવી છે કે ફઝલ ઉર રહેમાન એ આશંકા વ્યક્ત કરી છે કે પાકિસ્તાન બલૂચિસ્તાન અને ખૈબર પખ્તૂનખ્વા ગુમાવી દેશે. મૌલાના ફઝલ ઉર રહેમાન એ આ વાત ઈસ્લામાબાદમાં ભારે ભીડ વચ્ચે કરી હતી. તેણે કહ્યું હતું કે સેનાએ દેશને મોટા સંકટમાં ધકેલી દીધો છે. ફઝલ ઉર રહેમાન ત્યાં સુધી કહી દીધું કે મલેશિયા, ઈંડોનેશિયા, બાંગ્લાદેશ, ઈરાન જેવા ઈસ્લામિક દેશ પ્રગતિ કરી રહ્યા છે અને પાકિસ્તાન ખાડે ગયું છે. 

ફઝલ ઉર રહેમાન ના આ નિવેદન બાદ એ સ્પષ્ટ થઈ ગયું છે કે પાકિસ્તાનમાં આંતર વિખવાદ પણ ચાલી રહ્યો છે જે હવે ચરમસીમાએ છે. પાકિસ્તાનમાં સેના અને કટ્ટર ધાર્મિક સંગઠનો વચ્ચે મતભેદનો આ સંકેત છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news