PM મોદીને મળશે રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત-રશિયા વચ્ચે 15 કરાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયામાં ઈકોનોમિક ફોરમની બેઠકમાં ભાગ લેવા અને ભારત-રશિયા દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લેવા રશિયા પહોંચ્યા છે. પ્રથમ દિવસે બંને દેશ વચ્ચે થયેલી દ્વિપક્ષીય વાટાઘાટો પછી વિવિધ ક્ષેત્રે સહકાર માટે 15 કરાર કરવામાં આવ્યા હતા. 
 

PM મોદીને મળશે રશિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન, ભારત-રશિયા વચ્ચે 15 કરાર

વ્લાદિવોસ્તોક(રશિયા): બે દિવસના ઐતિહાસિક પ્રવાસે વ્લાદિવસ્તોક પહોંચેલા વડાપ્રધાન મોદીએ બુધવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરીહતી. સંયુક્ત પત્રકાર પરિષદમાં બંને નેતાઓની હાજરીમાં અનેક મહત્વનાં ક્ષેત્રે 15 કરાર કરવામાં આવ્યા હતા. બંને નેતાઓએ દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરીહતી. 

દ્વિપક્ષીય વાટાઘાટોમાં પીએમ મોદીએ અફઘાનિસ્તાન મુદ્દે જણાવ્યું કે, ભારત હંમેશાં સ્વતંત્ર અફઘાનિસ્તાનની આશા રાખે છે. સાથે જ મોદીએ કહ્યું કે, ભારત-રશિયાનું માનવું છે કે કોઈ દેશની આંતરિક બાબતમાં કોઈ ત્રીજા દેશે હસ્તક્ષેપ ન કરવો જોઈએ. 

— ANI (@ANI) September 3, 2019

બુધવારે યોજાયેલી બંને નેતાઓની સંયુક્ત પત્રકાર પરિષદમાં પીએમ મોદીએ જણાવ્યું કે, "આજે ભારત-રશિયા વચ્ચે આ 20મી સમિટ છે. પ્રથમ સમિટ યોજાઈ ત્યારે હું ગુજરાતનો મુખ્યમંત્રી હતો અને અટલ બિહારી વાજપેયીના પ્રતિનિધિમંડળમાં અહીં આવ્યો હતો. તે સમયે પણ વ્લાદિમીર પુતિન અહીંના રાષ્ટ્રપતિ હતા. બંને દેશોના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા અમારા પ્રયાસ ચાલુ રહેશે."

President Putin and PM @narendramodi meet in Vladivostok. In a special gesture, President Putin accompanied PM to the Zvezda shipyard. pic.twitter.com/pwvvASaK41

— PMO India (@PMOIndia) September 4, 2019

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીને જણાવ્યું કે, "બંને દેશ વચ્ચેની દોસ્તીને અમે સતત મજબુત બનાવી રહ્યા છીએ. છેલ્લી બેઠકમાં અમે જે નિર્ણયો લીધા હતા તેની આજે સમીક્ષા કરાઈ હતી. અમારી પ્રાથમિક્તા રોકાણ અને વેપાર છે. બંને દેશ વચ્ચેના વેપારમાં 17 ટકાનો વધારો થયો છે. મને વિશ્વાસ છે કે બંને દેશ અનેક મોરચા પર સાથે આગળ વધશે."

બંને દેશ વચ્ચે 15 કરાર
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે ટ્વીટ કરીને જણાવ્યું કે, બંને દેશ વચ્ચે 15 MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. પીએમ મોદી આતા વર્ષે મે મહિનામાં ફરી એક વખત રશિયા આવશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમને બીજા વિશ્વયુદ્ધમાં રશિયાના વિજયના 75 વર્ષ પુરા થવાની ઉજવણીમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. તેમણે કહ્યું કે, બંને દેશ વચ્ચે સંરક્ષણ, ટેક્નોલોજી, એનર્જી, અંતરિક્ષ, ટ્રાન્સપોર્ટ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ ટુ બિઝનેસ સહિતના વિવિધ 15 ક્ષેત્રોમાં સહકાર માટે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. 

— ANI (@ANI) September 4, 2019

રશિયા મોદીને આપશે તેમના દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન 
ભારત-રશિયા વચ્ચેની 20મી દ્વિપક્ષીય બેઠક સમાપ્ત થયા પછી રશિયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માન 'ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રૂ દ અપોસ્ટલ' આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે મોદીએ કહ્યું કે, "અંતરિક્ષમાં બંને દેશ વચ્ચે લાંબો સહયોગ છે. ગગનયાન એટલે કે ભારતીય હ્યુમન સ્પેસ ફ્લાઈટ માટે ભારતના અંતરિક્ષયાત્રીઓ રશિયામાં તાલીમ લેશે." રશિયાની જાહેરાત અંગે પીએમ મોદીએ જણાવ્યું કે, આ બાબત બંને દેશ વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રદર્શિત કરે છે. આ મારું નહીં પરંતુ 130 કરોડ ભારતીયોનું સન્માન છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news