UN માં ભાષણ દરમિયાન ઇમરાન ખાને લગાવ્યો આરોપ, ભારતે કર્યું બાયકોટ

કોરોના વાયરસ સંકટના કારણે આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન વર્ચુઅલ રીતે કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાને પણ મહાસભામાં સંબોધન કર્યું.

UN માં ભાષણ દરમિયાન ઇમરાન ખાને લગાવ્યો આરોપ, ભારતે કર્યું બાયકોટ

નવી દિલ્હી: કોરોના વાયરસ સંકટના કારણે આ વખતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન વર્ચુઅલ રીતે કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાને પણ મહાસભામાં સંબોધન કર્યું. તો બીજી તરફ ઇમરાન ખાને જ્યારે બોલવાનું શરૂ કર્યું તો યૂએન જનરલ એસેંબલી હોલમાં હાજર ભારતીય પ્રતિનિધિએ વોકઆઉટ કરી દીધો હતો. આ દરમિયાન ઇમરાન ખાને ભારત પર ટિપ્પણી કરી.

સંયુકત રાષ્ટ્ર મહાસભાના 75મા સત્રમાં પાકિસ્તાનના વડાપ્રધાનમંત્રી ઇમરાન ખાને પણ સંબોધન કર્યું. આ દરમિયાન પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને ભારત પર ઘણા આરોપ લગાવ્યા. ઇમરાન ખાને એકવાર ફરી કાશ્મીર રાગ આલાપ્યોતો બીજી તરફ આરએસએસનો મુદ્દો પણ ઉઠાવ્યો. તો બીજી તરફ યૂએનમાં જ્યારે પાકિસ્તાનના પીએમએ પોતાનું સંબોધન શરૂ કર્યું તો ભારતે તેનો બાયકોટ કર્યો. આ દરમિયાન યૂએન જનરલ એસેંબલી હોલમાં હાજર ભારતીય પ્રતિનિધિએ વોકઆઉટ કરી દીધું. 

પોતાના સંબોધનમાં ઇમરાન ખાને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર નિધાન સાધ્યું. તેમણે કહ્યું કે ગાંધી અને નેહરૂના સેક્યુલર મૂલ્યોને આરએસએસ પાછળ છોડી ચૂકી છે. આરએસએસ હવે ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવાના પ્રયત્નમાં છે. આ ઉપરાંત પાક પીએમએ આરોપ લગાવતાં કહ્યું કે ભારતમાં મુસ્લિમો પર અત્યાચાર થઇ રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news