)
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફે 26 સપ્ટેમ્બરે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા(UNGA) માં પોતાના સંબોધનમાં ભારત પર અનેક આરોપ લગાવ્યા. પાકિસ્તાની પ્રધાનમંત્રી શહબાજ શરીફના ભાષણ પર ભારતે પોતાની પ્રતિક્રિયા આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ પેટલ ગહલોતે પ્રતિક્રિયા આપતા કહ્યું કે અધ્યક્ષ મહોદય આ સભાએ સવાર સવારમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીની વાહિયાત નૌટુંકી જોઈ જેમણે એકવાર ફરીથી આતંકવાદના ગુણગાન ગાયા કે જે તેમની વિદેશ નીતિનું કેન્દ્રબિન્દુ છે. જો કે કોઈ પણ સ્તરનું નાટક અને ખોટા તથ્યો એ વાત છૂપાવી શકશે નહીં કે આ એ જ પાકિસ્તાન છે જેણે 25 એપ્રિલ 2025ના રોજ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતીય કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં પર્યટકોના બર્બર નરસંહારની જવાબદારીથી એક પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદી સંગઠન રેઝિસ્ટન્સ ફ્રન્ટને બચાવ્યું હતું.
પેટલ ગેહલોતે કહ્યું કે આતંકવાદને ફેલાવવા અને નિકાસ કરવાની પરંપરામાં લાંબા સમયતી ડૂબેલો દેશ આ હેતુ માટે સૌથી હાસ્યાસ્પદ વાર્તા ગઢવામાં કોઈ શરમ કરતું નથી. યાદ કરો કે તેણે એક દાયકા સુધી ઓસામા બિન લાદેનને આશરો આપ્યો હતો જ્યારે આતંકવાદ વિરુદ્ધ યુદ્ધમાં ભાગીદાર હોવાનો દેખાડો કરતા તેના મંત્રીઓએ હાલમાં જ સ્વીકાર્યું છે કે તેઓ દાયકાઓથી આતંકવાદી શિબિર ચલાવી રહ્યા છે. આ વખતે પ્રધાનમંત્રીના સ્તરે આ દંભ ફરીથી એકવાર ચાલુ છે જેમાં કોઈ આશ્ચર્ય ન હોવું જોઈએ.
#WATCH | New York | Exercising the right of reply of India on Pakistan PM Shehbaz Sharif's speech, Indian diplomat Petal Gahlot says, "Mr President, this assembly witnessed absurd theatrics in the morning from the Prime Minister of Pakistan, who once again glorified terrorism… pic.twitter.com/ALR2AnDoA9
— ANI (@ANI) September 27, 2025
પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાજ શરીફના ભાષણ પર ભારતના જવાબ આપવાના અધિકારનો પ્રયોગ કરતા પેટલ ગહલોતે કહ્યું કે એક તસ્વીર હજાર શબ્દો દર્શાવે છે અને અમે ઓપેરશન સિંદૂર દરમિયાન બહાવલપુર અને મુરીદકેના આતંકી પરિસરોમાં ભારતીય સેના દ્વારા માર્યા ગયેલા આતંકીઓની અનેક તસવીરો દેખાડી. જ્યારે વરિષ્ઠ પાકિસ્તાની સૈન્ય અને અસૈન્ય અધિકારીઓ જાહેરમાં આવા કુખ્યાત આતંકીઓના ગુણગાન અને શ્રદ્ધાંજલિ આપે છે તો શું આ શાસનની પ્રવૃત્તિ પર કોઈ શંકા હોઈ શકે? પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ભાર સાથે હાલના સંઘર્ષનું એક વિચિત્ર વિવરણ પણ આપ્યું. આ મામલે રેકોર્ડ સ્પષ્ટ છે કે 9 મે સુધી પાકિસ્તાન ભારત પર હુમલા કરવાની ધમકી આપતું રહ્યું પરંતુ 10 મેના રોજ સેનાએ અમને સીધી લડાઈ બંધ કરવાની અપીલ કરી.
પાકિસ્તાને આતંકી છાવણીઓ બંધ કરવી જોઈએ
પેટલ ગહલોતે કહ્યું કે ભારતીય સેના દ્વારા અનેક પાકિસ્તાની એરપોર્ટ્સ પર તબાહી મચાવાઈ હતી. તે નુકસાનની તસવીરો સ્પષ્ટ રીતે જાહેરમાં ઉપલબ્ધ છે. જો નષ્ટ થયેલા રનવે અને બળેલા હેંગર જીત જેવા લાગતા હોય, જેમ કે પ્રધાનમંત્રીએ દાવો કર્યો છે તો પાકિસ્તાન તેને આનંદ ઉઠાવી શકે છે. સચ્ચાઈ એ છે કે ભૂતકાળની જેમ પાકિસ્તાન ભારતમાં નિર્દોષ નાગરિકો પર આતંકવાદી હુમલા માટે જવાબદાર છે. અમે અમારા લોકોની રક્ષાના અધિકારનો ઉપયોગ કર્યો છે.
#WATCH | New York | Exercising the right of reply of India on Pakistan PM Shehbaz Sharif's speech, First Secretary in India's Permanent Mission to the UN, Petal Gahlot says, "A picture speaks a thousand words and we saw many pictures of terrorists slain in Bahawalpur and Muridke… pic.twitter.com/suujcgKvGI
— ANI (@ANI) September 27, 2025
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ પેટલ ગહલોતે કહ્યું કે પાકિસ્તાની પ્રધાનમંત્રીએ ભારત સાથે શાંતિની વાત કરી છે. જો તે ખરેખર સાચા હોય તો રસ્તો સાફ છે. પાકિસ્તાને તરત તમામ આતંકી છાવણીઓ બંદ કરવી જોઈએ અને ભારતમાં વોન્ટેડ આતંકીઓને અમને સોંપી દેવા જોઈએ. એ પણ વિડંબણા છે કે એક એવો દેશ જે નફરત, કટ્ટરતા, અને અસહિષ્ણુતાનું પાલન કરે છે તે આ સભાને આસ્થાના મામલાઓ પર ઉપદેશ આપી રહ્યો છે. પાકિસ્તાનનું રાજનીતિક અને જાહેર વિમર્શ તેના અસલ સ્વભાવને દેખાડે છે. સ્પષ્ટ રીતે તેમણે અરીસામાં જોવાની જરૂર છે.
પેટલ ગહેલોતે કહ્યું કે અધ્યક્ષ મહોદય ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી એ વાત પર સહમત છે કે તેમની વચ્ચે કોઈ પણ પેન્ડિંગ મુદ્દાને દ્વિપક્ષીય રીતે ઉકેલવામાં આવશે. આ મામલે ત્રીજા કોઈ પક્ષની જગ્યા નથી. આ અમારી લાંબાગાળાની રાષ્ટ્રીય સ્થિતિ છે. પેટલ ગહલોતે કહ્યું કે જ્યાં સુધી આતંકવાદનો સવાલ છે તો અમે એ સ્પષ્ટ કરી રહ્યા છીએ કે આતંકવાદીઓ અને તેમના પ્રાયોજકો વચ્ચે કોઈ ભેદ કરાશે નહીં. બંનેને જવાબદાર ઠેરવવામાં આવશે, અમે પરમાણુ બ્લેકમેઈલની આડમાં આતંકવાદને પ્રોત્સાહન આપવાની મંજૂરી આપીશું નહીં. ભારત આવી ધમકીઓ આગળ ક્યારેય ઝૂકશે નહીં. દુનિયા માટે ભારતનો સંદેશો સ્પષ્ટ છે. આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સ હોવું જોઈએ.